જાડા, લાંબા અને સીધા વાળ દરેક છોકરીને પસંદ હોય છે. ત્યારે સ્ટ્રેટ હેર સ્ટાઇલ બધાને પસંદ હોય છે. તે દરેક કપડા સાથે સારી પણ લાગે છે. કેટલીક છોકરીઓના વાળ કુદરતી રીતે સીધા હોય છે પરંતુ કેટલીક છોકરીઓ સ્ટ્રેટ હેર માટે ઘણા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. આમ તો કેટલાક લોકો વાળને સ્ટ્રેટ કરાવવા માટે પાર્લર અને સલૂનમાં જાય છે પરંતુ બધા જાણે છે કે કેમિકલયુક્ત ઉત્પાદનો અને હીટ વાળ માટે ખૂબ જ નુકસાનકારક છે.
વાળને પૂરતા પોષણની જરૂર હોય છે. ત્યારે બજારમાં ઉપલબ્ધ કેમિકલ ઉત્પાદનોના કારણે વાળમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થાય છે. આ જ કારણ છે કે આજકાલ મહિલાઓને વાળ ખરવા, તૂટવા અને ફાટવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જાણો વાળ સ્ટ્રેટ કરવાના કેટલાક ઘરેલું ઉપાય, જેની મદદથી કોઈપણ કેમિકલ અને હીટ વગર ઘરે જ વાળને સ્ટ્રેટ કરી શકશો.
ગરમ તેલ મસાજ
દરરોજ રાત્રે ગરમ તેલથી માથામાં માલિશ કરીને હેર સ્ટ્રેટ કરી શકો છો. ગરમ તેલથી માલિશ વાળને સીધા કરવામાં મદદ મળે છે. આ માટે નારિયેળ તેલ, બદામ તેલ, ઓલિવ તેલનો ઉપયોગ કરી શકો છો.
કોકોનટ મિલ્કનો ઉપયોગ કરો
કોકોનટ મિલ્ક પણ વાળને સ્ટ્રેટ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે વાળને મુલાયમ અને ચમકદાર પણ બનાવે છે. કહેવાય છે કે કોકોનટ મિલ્કમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ મળી આવે છે જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.
કોકોનટ મિલ્કનો ઉપયોગ કરવાની રીતઃ એક બાઉલમાં કોકોનટ મિલ્ક લેવાનું છે અને તેમાં લીંબુના થોડા ટીપાં નાખવાના છે. આ પછી તેને રેફ્રિજરેટરમાં રાખો. જ્યારે તેના પર ક્રીમનું લેયર જમા થઈ જાય તો આ ક્રીમને વાળમાં લગાવો અને 20 મિનિટ સુધી મસાજ કરો. પછી એક ટુવાલને હુંફાળા પાણીમાં પલાળી રાખો અને તેને વાળની આસપાસ લપેટો. 30 મિનિટ પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો.
બનાના પેક
કેળા માત્ર ખાવા માટે જ નહીં પણ વાળને સીધા કરવા માટે પણ ઉપયોગી છે. કેળાના પેકને વાળમાં લગાવવાથી વાળ સીધા થાય છે. આ સાથે વાળમાં ચમક પણ આવે છે.
આ રીતે તૈયાર કરો કેળાનું પેકઃ આ માટે એક જાળીદાર કપડું લો અને તેમાં કેળાને મેશ કરી લો. કેળાને મેશ કર્યા પછી, તેમાં 2 વિટામિન E કેપ્સ્યુલનું તેલ ઉમેરવાનું છે. આ પેક તૈયાર કર્યા પછી, તેને આખા વાળ પર સારી રીતે લગાવવું પડશે અને વાળને ખુલ્લા રાખવા પડશે. 30 મિનિટ પછી વાળને હળવા શેમ્પૂથી ધોવાના હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech