કાકીડીમાં ચાલતી રામકથામાં મોરારિબાપુએ રામ નામ જપનારે કોઈનું શોષણ નહિ, પોષણ જ કરાય તેમ ટકોર કરી હતી.મહાભારત તત્ત્વ સાથે રામકથાનો લાભ ભાવિક શ્રોતાઓ લઈ રહ્યાં છે.
રામકથા ’માનસ પિતામહ’ ગાન કરતાં વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ અયોધ્યામાં રામ, લક્ષ્મણ, ભરત તથા શત્રુઘ્ન જન્મ ઉજવણી સાથે શિવજી આગમન, નામકરણ, યજ્ઞોપવિત, વશિષ્ઠ ઋષિ અને ગુરૂકુળ વિદ્યાપ્રાપ્તિ તેમજ વિશ્વામિત્ર ઋષિ વગેરે પ્રસંગ વર્ણન કર્યું હતું.મહાભારત તત્ત્વ સાથે આ રામકથામાં કર્ણ અને કુંતા સંવાદ તેમજ સત્યવાન અને સાવિત્રી ચરિત રજૂ થયું હતું.
નાનકડાં એવા કાકીડી ગામમાં રામકથા ’માનસ પિતામહ’ પ્રારંભ થયાને છઠ્ઠા દિવસે મોરારિબાપુએ રામ નામ જપનારે કોઈનું શોષણ નહિ, પોષણ જ કરાય તેમ ટકોર કરી. રામનાં નામે શોષણ પણ થઈ રહ્યાનો હળવો વસવસો વ્યક્ત કરી સાવધાન રહેવાં જણાવ્યું હતું.
ગઈકાલનાં કથા સંદેશ અર્થ આગળ વધારતાં ત્રિભુવનદાદાનાં સ્મરણ સાથે બાલકાંડ એ પ્રકાશ, અયોધ્યા કાંડ એ પ્રેમ, અરણ્યકાંડ એ પ્રેરણા, કિષ્કિંધાકાંડ એ પ્રાણવાયુ... તેમજ સુંદરકાંડ, લંકાકાંડ તથા ઉત્તરકાંડ દ્વારા મળતાં ભાવઅર્થો સમજાવ્યાં હતા.
કથામાં મોરારિબાપુએ શીખ આપી હતી કે જે, ટીકા કરે તેની ઊર્જા વપરાતી હોય છે અને આ ટીકા હસી કાઢે તેની ઊર્જાની બચત થાય છે, તેઓએ મૌનનું પણ મહાત્મ્ય જણાવ્યું હતું. કથા પ્રવાહ સાથે પ્રાસંગિક કરતાં સ્વામી સચ્ચિદાનંદનાં શબ્દો યાદ કરી કહ્યું હતું કે, ભૂલ અને પાપ બંને અલગ છે. મોરારિબાપુએ આ ગામ અને પંથકનાં જુદા જુદા સ્થાનોનું સ્મરણ કરવાં સાથે કોંઝળીનાં જીવણદાદા મહેતા અને પરંપરા સાથેની રોચક વાત કરી હતી. આ સાથે જ તેઓએ પોતે સનાતન વૈદિક ધર્મ માટે કાર્યરત હોવાનું ગૌરવ વ્યક્ત કરેલ.
આ કથા પછી કાકીડી અને પંથકમાં વ્યસનો છોડવાં, જમીનનાં દબાણો હટાવવાં, ચોરી ન કરવાં વગેરે સંકલ્પો કરવા પર ભાર મૂક્યો હતો. આ ગામમાં કથા માટે ખેતીની જમીન કોઈ અપેક્ષા વગર આપનાર તેમજ વિવિધ સેવામાં જોડાયેલ સૌ કોઈ પ્રત્યે મોરારિબાપુએ અહોભાવ અને રાજીપો વ્યક્ત કરેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech