એક રિપોર્ટ અનુસાર, ભારતની વસ્તી ૨૦૩૬ સુધીમાં ૧૫૨૨ મિલિયન સુધી પહોંચવાની ધારણા છે, જેમાં ૨૦૧૧માં ૪૮.૫ ટકાની સરખામણીએ મહિલાઓની ટકાવારી સહેજ વધીને ૪૮.૮ ટકા થશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ૧૫ વર્ષથી ઓછી વયની વ્યકિતઓનું પ્રમાણ ૨૦૧૧ થી ૨૦૩૬ સુધીમાં વધશે. તેમાં ૫૦% ઘટાડો થવાનો અંદાજ છે, જે કદાચ પ્રજનન દરમાં ઘટાડો થવાને કારણે છે. તેનાથી વિપરીત, આ સમયગાળા દરમિયાન ૬૦ અને તેથી વધુ વયની વસ્તીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થવાનો અંદાજ છે. આવનારા ૧૨ વર્ષમાં ભારતની વસ્તીમાં ૨૦૧૧ની સરખામણીમાં મહિલાઓની સંખ્યા વધુ હશે. દેશમાં આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના એક અહેવાલ અનુસાર ૨૦૩૬ સુધીમાં ભારતમાં દર ૧૦૦૦ પુષોએ ૯૫૨ મહિલાઓ હશે. ૨૦૧૧માં આ આંકડો ૯૪૩ હતો.
ભારતમાં લિંગ ગુણોત્તર ૨૦૧૧માં પ્રતિ ૧૦૦૦ પુષો દીઠ ૯૪૩ ક્રીઓથી વધીને ૨૦૩૬માં ૯૫૨ ક્રીઓ પ્રતિ ૧૦૦૦ પુષો થવાની ધારણા છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્રારા સોમવારે જાહેર કરાયેલા રિપોર્ટ વુમન એન્ડ મેન ઈન ઈન્ડિયા ૨૦૨૩માં આ માહિતી આપવામાં આવી છે. આ રિપોર્ટ દર્શાવે છે કે ૨૦૩૬માં ભારતની વસ્તીમાં ૨૦૧૧ની વસ્તી કરતાં વધુ મહિલાઓ હોવાની શકયતા છે, જેનું પ્રતિબિંબ લિંગ ગુણોત્તરમાં દેખાય છે.રિપોર્ટ અનુસાર, ૨૦૧૧માં ભારતમાં દર ૧,૦૦૦ પુષોએ ૯૪૩ મહિલાઓ હતી, જે ૨૦૩૬ સુધીમાં વધીને દર ૧,૦૦૦ પુષોએ ૯૫૨ થવાની ધારણા છે, જે લિંગ સમાનતામાં સકારાત્મક વલણ દર્શાવે છે.
ભારતની વસ્તી ૨૦૩૬ સુધીમાં ૧૫૨૨ મિલિયન સુધી પહોંચવાની ધારણા છે, તે સ્પષ્ટ્ર છે કે ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી, ૨૦–૨૪ અને ૨૫–૨૯ વય જૂથમાં વય વિશિષ્ટ્ર પ્રજનન દર અનુક્રમે ૧૩૫.૪ અને ૧૬૬.૦ થી ઘટીને ૧૧૩.૬ અને ૧૩૯.૬ થયો છે. આ સમયગાળા માટે ૩૫–૩૯ વર્ષની વયનો વિશિષ્ટ્ર પ્રજનન દર ૩૨.૭ થી વધીને ૩૫.૬ થયો છે, જે દર્શાવે છે કે જીવનમાં સ્થાયી થયા પછી, ક્રીઓ કુટુંબ ઉછેરવા વિશે વિચારે છે.અહેવાલ મુજબ, ૨૦૨૦ માં કિશોરવયનો પ્રજનન દર અશિક્ષિત વસ્તીમાં ૩૩.૯ હતો યારે સાક્ષર વસ્તીમાં તે ૧૧.૦ હતો. નિરક્ષર મહિલાઓની સરખામણીમાં સાક્ષર પરંતુ કોઈપણ ઔપચારિક શિક્ષણ વિનાની ક્રીઓ માટે પણ આ દર નોંધપાત્ર રીતે ઓછો છે, જે મહિલાઓને શિક્ષણ આપવાના મહત્વને ફરીથી દર્શાવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે માતૃત્વ મૃત્યુ ગુણોત્તર (એમએમઆર) ટકાઉ વિકાસ લયોના સૂચકોમાંનું એક છે અને તેને ૨૦૩૦ સુધીમાં ૭૦ સુધી લાવવાનું લય સ્પષ્ટ્રપણે ટકાઉ વિકાસ લયો માળખામાં નિર્ધારિત કરવામાં આવ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષેામાં છોકરાઓ અને છોકરીઓ બંને માટે શિશુ મૃત્યુ દરમાં ઘટાડો થયો છે. શિશુ મૃત્યુ દર હંમેશા છોકરાઓ કરતાં છોકરીઓ માટે વધારે રહ્યું છે, પરંતુ ૨૦૨૦માં, બંને ૧,૦૦૦ જીવતં જન્મ દીઠ ૨૮ શિશુઓ પર સમાન હતા.પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદરના આંકડા દર્શાવે છે કે તે ૨૦૧૫માં ૪૩થી ઘટીને ૨૦૨૦માં ૩૨ થઈ ગયો છે. છોકરાઓ અને છોકરીઓ બંને માટે સમાન સ્થિતિ છે અને સામયિક લેબર ફોર્સ સર્વે મુજબ, ૨૦૧૭ માં ક્રી અને પુષ બંને માટે ૧૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યકિતઓના શ્રમ દળની ભાગીદારી દરમાં ઘટાડો થયો છે.
અહેવાલ મુજબ, ૧૫મી સામાન્ય ચૂંટણી (૧૯૯૯) સુધીમાં ૬૦ ટકાથી ઓછા મહિલા મતદારોએ ભાગ લીધો હતો, યારે પુષોની મતદાનની ટકાવારી તેમના કરતા આઠ ટકા વધુ હતી. જો કે, ૨૦૧૪ની ચૂંટણીમાં નોંધપાત્ર ફેરફાર થયો હતો, જેમાં મહિલાઓની ભાગીદારી વધીને ૬૫.૬ ટકા થઈ હતી અને ૨૦૧૯ની ચૂંટણીમાં તે વધીને ૬૭.૨ ટકા થઈ હતી. પ્રથમ વખત, મહિલાઓ માટે મતદાનની ટકાવારી થોડી વધારે હતી, જે મહિલાઓમાં વધતી સાક્ષરતા અને રાજકીય જાગૃતિની અસરને દર્શાવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech