આગામી ચાર વર્ષમાં એટલે કે ૨૦૨૭ સુધીમાં 'ધનવાન' ભારતીયોની સંખ્યા ૧૦૦ મિલિયન એટલે કે ૧૦ કરોડને વટાવી જશે. ગોલ્ડમેન સેકસના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. વિશ્વમાં માત્ર ૧૪ દેશો છે જેમની વસ્તી ૧૦૦ મિલિયનથી વધુ છે.
ગોલ્ડમેન સેકસનો અહેવાલ 'ધ રાઇઝ આફ અલુઅન્ટ ઇન્ડિયા' જણાવે છે કે ભારતીયોની વાર્ષિક આવક ૧૦,૦૦૦ ડોલર કરતાં વધુ છે અને કરટં એકચેંગ રેટ . ૮.૩ લાખ છે. અહેવાલ તેને સમૃદ્ધિ તરીકે દર્શાવે છે. ગોલ્ડમેન વિશ્લેષકો કહે છે કે આ વર્ગની સંખ્યા હાલમાં ૬૦ મિલિયન એટલેકે ૬ કરોડ છે, પરંતુ ૨૦૨૭ સુધીમાં તે ૬૭% ની વિશાળ વૃદ્ધિ સાથે ૧૦૦ મિલિયન એટલેકે ૧૦ કરોડ થઈ જશે. અહેવાલમાં જણાવાયું છે કે હાલમાં લગભગ ૪% કાર્યકારી વસ્તી ૧૦,૦૦૦ ડોલર કરતાં વધુ એટલે કે વાર્ષિક . ૮.૨૮ લાખ કમાય છે આ આંકડો ૨,૧૦૦ ડોલરની માથાદીઠ આવક એટલે કે લગભગ . ૧,૭૫,૦૦૦ કરતાં પાંચ ગણો વધી જશે.
લોકોની સમૃદ્ધિમાં ઝડપી વૃદ્ધિનો અર્થ એ છે કે ઇકિવટી, સોનું, મિલકત સહિતની નાણાકીય અને ભૌતિક સંપત્તિમાં પણ છેલ્લા ત્રણ વર્ષમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. ઇકિવટી અને સોનામાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે, યારે છેલ્લા ત્રણ–ચાર વર્ષમાં પ્રોપર્ટીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
ગોલ્ડમેનના વિશ્લેષકોનું કહેવું છે કે ૨૦૨૩માં ડીમેટ ખાતાઓની સંખ્યા ૨.૮ ગણી વધીને ૧૧૪ મિલિયન એટલે કે ૧૧.૪ કરોડ થઈ જશે. સ્ટોક ઓનરશિપ અને મ્યુચ્યુઅલ ફડં રોકાણમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી છે. ૨૦૧૯ અને ૨૦૨૩ ની વચ્ચે, ભારતીયો પાસે રહેલા સોનાની કિંમત ૬૩% વધીને ૧.૮ ટિ્રલિયન ડોલર એટલે કે ૧૪૯.૧૭ લાખ કરોડ પિયા થઈ ગઈ છે.
અહેવાલ મુજબ, એફએમજીસી, ફટવેર, ફેશન, પેસેન્જર વાહનો અને ટુ વ્હીલર સહિત તમામ ઉધોગોમાં પ્રીમિયમ ઉત્પાદનોની માંગમાં ખુબજ વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, ટોચની આવક વપરાશ પર ધ્યાન કેન્દ્રિત કરતી કંપનીઓએ પણ સાં પ્રદર્શન કયુ છે. આ સિવાય વેલરી, ટ્રાવેલ, પ્રીમિયમ રિટેલ અને હેલ્થકેર સેકટરમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી છે.
ઘણી કંપનીઓના પ્રોડકટ પોર્ટફોલિયોમાં પણ ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે નેસ્લેનો હિંદુસ્તાન યુનિલિવર કરતાં વધુ ઝડપથી વિકાસ થયો છે. તે જ સમયે, એચયુએલનો પ્રીમિયમ પોર્ટફોલિયો તેની કુલ આવક કરતાં વધુ ઝડપથી વધ્યો છે. સમૃદ્ધ લોકો દ્રારા વપરાશ માટે ક્રેડિટ કાર્ડનો ખર્ચ પણ વધ્યો છે.
અહેવાલ જણાવે છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯ થી ક્રેડિટ કાર્ડની માલિકીમાં ૮૦% વૃદ્ધિ અને સમાન સમયગાળા દરમિયાન ક્રેડિટ કાર્ડ ખર્ચમાં ૨૫૦% વૃદ્ધિ જોવા મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech