જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામમાં રહેતા ૬૭ વર્ષના એક બુઝુર્ગ ગઈકાલે સવારે મોટા થાવરીયા ગામના પાટિયા પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા, જે દરમિયાન એક ઇકો કારના ચાલકે તેઓને ચગદી નાખ્યા હતા, અને કરુણ મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં રહેતા વાલાભાઈ રામાભાઇ મકવાણા નામના ૬૭ વર્ષ ના બુઝુર્ગ કે જેઓ મોટા થાવરિયા ગામના પાટીયા પાસે હાઇવે હોટલ પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા એ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી જી.જે. -૩ ઇ.એલ. ૭૦૪૩ નંબરની ઇકો કારના ચાલકે તેઓને ઠોકરે ચડાવ્યા હતા, અને ગંભીર ઈજા થઈ હતી. આથી તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નીપજયું છે.
આ અકસ્માતના બનાવ અંગે મૃતક ના નાના ભાઈ સોમાભાઈ મકવાણાએ પોલીસની જાણ કરતાં પંચ કોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત ઇકો કાર ના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં વાદળાં ગાજશે: હવામાન વિભાગની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત
March 29, 2025 08:24 PMશુભમન ગિલે અમદાવાદમાં રચ્યો ઇતિહાસ, ગિલના 1000 રન પૂરા
March 29, 2025 08:20 PMધ્રોલ તાલુકાના વાકિયા ગામે થયેલ જીરું ચોરીનો મામલો
March 29, 2025 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech