રક્ષાબંધન આડે દોઢ સપ્તાહ: બજારમાં અવનવી રાખડીઓની ખરીદી

  • August 08, 2024 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રક્ષાબંધનના તહેવારને દોઢ સાહનો સમય છે ત્યારે જૂનાગઢની બજારમાં બાળકોથી લઈને મોટેરાઓને પસદં પડે તેવી અવનવી રાખડીઓ જોવા મળી રહી છે.બાળકોમાં કાર્ટૂન કેરેકટર અને લાઈટ વાળી, અને ભાઈઓમાં પેન્ડલ, દ્રાક્ષ, મોતી સહિતની ડિઝાઇનોની રાખડીઓની ખરીદી હોટફેવરિટ છે.રંગબેરંગી કલરમાં મળતી રાખડીઓમાં દ્રાક્ષના પારા સાથેની દોરી ઉપરાંત લોકવાળી લકકી ટાઈપ રાખડીઓની માંગ વધુ રહે છે.તૈયાર રાખડીઓ ઉપરાંત આ વર્ષે ભાઈ બહેન કે બાળકોના ફોટો વિથ કિચનની એક્રેલિક પર  અવનવી ડિઝાઇનમાં રાખડી બનાવી આપવામાં આવે છે.જેથી ટુ ઇન વન રાખડી બનાવવા વેપારીઓને એડવાન્સ બુકિંગ થઈ રહ્યા છે.શહેરમાં રાખડી ઉત્પાદન સાથે ૮થી ૧૦ વ્યાપારીઓ સંકળાયેલા છે. ગુજરાત મુંબઈ, રાજસ્થાન સહિતના રાયોમાં પણ રાખડી પહોચાડવામાં આવે છે.
શ્રાવણ માસની પૂનમના દિવસે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે. આગામી તા.૧૯ ઓગસ્ટના દિવસે રક્ષાબંધન પર્વ અંતર્ગત શહેર સહિત જિલ્લ ાભરમાં જાત–જાતની અને ભાત–ભાતની રાખડીઓનું વેચાણ શ થઈ ગયું છે.વેપારીઓ દ્રારા પોતાની દુકાનમાં તેમજ દુકાનની બહાર ડેરા–તંબુ બાંધી વિવિધ પ્રકારની રાખડીઓ વેચાણ અર્થે મુકવામાં આવી છે.પર્વ નજીક આવતા જ જૂનાગઢ શહેર સહિત જિલ્લ ાભરમાં રાખડીઓના બજારોમાં ગ્રાહકોની ચહલ–પહલ વધી છે.સાથે સાથે વિદેશ તેમજ બહારગામ વસતા ભાઈઓ સમયસર રાખડીઓ મળી રહે તે માટે બહેનોએ રાખડીઓ ખરીદવાનું શ કયુ છે.જિલ્લ ાની વિવિધ પોસ્ટ ઓફિસ અને આંગડિયા પેઢી દ્રારા પણ રક્ષાબંધન પર્વને લઈને રાખડીઓ સમયસર ભાઈઓ સુધી પહોંચે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.શહેરમાં રાખડી બજારની હબ ગણાતી હવેલી ગલીમાં ચાલુ વર્ષે પેન્ડલ ,ડાયમંડવાળી ફેન્સી રાખડી તેમજ દ્રાક્ષ–ચંદન રાખડીએ ભારે આકર્ષણ જમાવ્યું છે.
રાખડીના વેપાર સાથે સંકળાયેલા  વેપારી જયેશભાઈ, સમીર કુંડલીયા અને અમિતભાઈના જણાવ્યા મુજબ .૨૦ થી શ કરીને .૧૫૦ સુધીની ૧૫૦૦ થી વધુ જાતની રાખડીઓ ઉપલબ્ધ છે. ભાવમાં પણ કોઈ વધારો થયો નથી.રાખડીની વિવિધ વેરાઈટીઓમાં ચાંદી, જડતલ, મોતી, સુખડ, દ્રાક્ષ, ઓમકાર સહીત ભગવાનના નામો વાળી વિવિધ રાખડીઓ બહેનોની પસંદગી બની રહી છે.કલકત્તી, અમેરીકન ડાયમંડવાળી રાખડી, દ્રાક્ષ રાખડી ,બહેનો ભાઈને તેમજ ભાભીને પણ રાખડી બાંધે છે.ત્યારે બજારમાં ભાઈ ભાભી માટે કપલ રાખડી, લુંબા ,બ્રેસલેટ રાખડી તેમજ ભાઈઓ માટે સ્પચં રાખડી, પેન્ડલ, સુખડ, દ્રાક્ષ વાળી, ભગવાનના મુખવાળી રાખડીઓ અને ચાંદીની રાખડીઓ ઉપરાંત નજર ન લાગે તેવી એવીલ રાખડીઓ, મહાકાલ અને મહાદેવના નામ વાળી રાખડીઓ વનપીશ પેકિંગ અને વુડન પેકિંગ સહિત અવનવી રાખડીઓ બજારમાં આવી છે.બ્રાહ્મણ માટેના બળેવડા, ભગવાન માટે પવિત્રા પણ બજારમાં જોવા મળે છે.વિશિષ્ટ્ર પ્રકારની સ્ટોન કે આર્કેલીક પર અવનવી ડિઝાઇન ધરાવતી નવી પ્રકારની રાખડીને બનાવવા અગાઉથી જ એડવાન્સ બુકિંગ થઈ રહ્યા છે.       

બાળકો માટે  સ્પીનર, ગેમ, પેન્સિલ કિટ, હનુમાન, ગણેશ,  લાઈટ સહિતની અવનવી રાખડીઓ
બાળકો માટે  સ્પીનર, ગેમ, પેન્સિલ કીટ, હનુમાન, ગણેશ, ક્રિષ્ના, સાદી તથા લાઈટવાળી મ્યુઝીકલ રાખડી, બેલ્ટવાળી રાખડી, મોટુ–પતલુ, મીકીમાઉસ, છોટા ભીમ, ડોરેમોન સહિતની વિવિધ કાર્ટુનવાળી રાખડીઓએ બાળકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.સૌથી વધુ બાળકો માટેની રાખડીમાં આ વખતે સ્પિનર એટલેકે ફરે તેવી રાખડી, આઈસ્ક્રીમ કોન વાળી, પપેટ રાખડી, લાઈટ વાળી, ફિલ્મોના નામ વાળી, મ્યુઝિક વાળી રાખડી ઉપરાંત આ વર્ષે ખાસ કરીને બાળકો અને ભાઈ બહેનની કાયમી યાદગીરી રહે તે માટે ફોટો વિથ કિચન સહિત ટુ ઇન વન રાખડી પણ ખરીદી માટે હોટ ફેવરીટ રહી છે.



જૂનાગઢમાં બનતી રાખડીની મહારાષ્ટ્ર્ર અને રાજસ્થાનમાં માગ
જૂનાગઢમાં વર્ષેાથી રાખડી બનાવતા વેપારીના જણાવ્યા મુજબ જૂનાગઢમાં ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે કોઈ ઉધોગો નથી.પરંતુ ૮ થી ૧૨ જેટલા ઉત્પાદકો રાખડીના ઉધોગ સાથે સંકળાયેલા છે.શહેરમાં ૪૦ થી ૫૦ હોલસેલ વ્યાપારીઓ ઉપરાંત આસપાસના ગ્રામ્ય અને બહારગામ થી પણ મોટી સંખ્યામાં વેપારીઓ રાખડીની ખરીદી કરવા આવે છે.જેથી વર્ષ દરમિયાન અનેક પરિવારોને રોજગારી મળી રહે છે.રાખડી બનાવવા માટે ફેન્સી પાર્ટસ, ફોઇલ, ફોમ, ડેકોરેટિવ વસ્તુઓ, પત્થરો સહિતનો વપરાતો કાચો માલ ચીનથી આયાત કરવામાં આવે છે.તૈયાર થતી રાખડી ગુજરાત ઉપરાંત મુંબઈ, મહારાષ્ટ્ર્ર, રાજસ્થાન સહિતના રાયો સુધી પહોંચાડવામાં આવે છે.પાંચ મહિના પૂર્વે જ રાખડી બનાવવાનું શ થાય છે.ડઝનથી લઈ ગ્રોસ પેકિંગમાં રાખડી મળી રહે છે.શહેરમાં અંદાજિત દોઢથી બે કરોડનું રાખડીનું ટર્નઓવર થાય છે.હાલ બે વર્ષથી ભાવમાં કોઈ વધારો થયો નથી.જોકે મજૂરોના મજૂરી દર વધી રહ્યા છે.પરંતુ તેની અસર રાખડીના ભાવમાં વર્તાઈ નથી


શુકનવંતા રક્ષા દોરાની પણ માગ
બજારમાં રાખડી શુકનવંતા દોરા પણ મળી રહ્યા છે. વિવિધ કલર માં મળતા આ દોરા વેપારી પેઢીઓ અને ઘરના કબાટમાં લગાવવામાં આવે છે. આ ઉપરાંત બ્રાહ્મણો દ્રારા વેપારી પેઢીઓ ને ત્યાં જઈ ચાંદલા અને મંત્રોચ્ચાર સાથે આશીર્વાદ પે રક્ષા દોરો બાંધે છે. આ ઉપરાંત વેપારીઓ આ દોરાને તિજોરી, કબાટ, ગલ્લ ામાં રાખે છે


        



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application