ઝારખંડના ખુંટી જિલ્લામાં એક દર્દનાક ઘટના સામે આવી છે. 25 વર્ષીય કસાઈએ તેના લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી નાખી અને એટલું જ નહી, તેના શરીરના 40-50 ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા.આ સનસનીખેજ કૌભાંડ થોડા દિવસ પહેલા પ્રકાશમાં આવ્યું હતું. જ્યારે જરિયાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના જોરડાગ ગામ પાસે એક રખડતા કૂતરા પાસેથી માનવ શરીરના અંગો મળી આવ્યા હતા. આ ઘટના લગભગ પખવાડિયા પહેલા બની હતી.પોલીસે આરોપી નરેશ ભંગરાની ધરપકડ કરી તેની સામે કારવાહી શરુ કરી છે.
સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે આરોપી નરેશ ભંગરા છેલ્લા કેટલાક સમયથી તમિલનાડુમાં 24 વર્ષની મહિલા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. થોડા સમય પહેલા તે ઝારખંડ પરત ફર્યો હતો અને તેણે પત્નીને જાણ કયર્િ વગર બીજી વખત લગ્ન કરી લીધા હતા. ખુંટીના પોલીસ અધિક્ષક અમન કુમારે જણાવ્યું કે, ’આ ભયાનક ઘટના 8 નવેમ્બરે બની હતી. આરોપીએ બીજા લગ્ન કયર્િ હતા અને તે તેના લિવ-ઈન પાર્ટનરને ઘરે લઈ જવા માંગતો ન હતો. આથી તે તેણીને જરિયાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના જોરડાગ ગામમાં તેના ઘર પાસેના જંગલમાં લઈ ગયો અને તેના શરીરના ટુકડા કરી નાખ્યા અને જ્યાં ત્યાં વિખેરી નાખ્યા .
આ કેસની તપાસ કરી રહેલા ઈન્સ્પેક્ટર અશોક સિંહે જણાવ્યું કે આરોપી તમિલનાડુમાં કસાઈની દુકાનમાં કામ કરતો હતો અને મરઘીઓને કાપવામાં નિષ્ણાત હતો. અશોક સિંહે કહ્યું, ’તેણે સ્વીકાર્યું કે તેણે મહિલાના શરીરના 40 થી 50 ટુકડા કરી દીધા અને તેને જંગલી પ્રાણીઓ ખાવા માટે જંગલમાં છોડી દીધા. 24 નવેમ્બરના રોજ, આ વિસ્તારમાં એક કૂતરા પાસે એક હાથ જોવા મળ્યો હતો, જેના પગલે પોલીસને શંકા પડી અને વિષદ તપાસ કરી શરીરના અનેક અંગો કબજે કયર્િ હતા.
આરોપીએ ગુનો કબૂલી લીધો હતો
પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલાએ તેની માતાને જાણ કરી હતી કે તે ટ્રેનમાં ચડી છે અને તેના પાર્ટનર સાથે રહેશે. શરીરના અંગો મળી આવ્યા બાદ જંગલમાંથી એક બેગ પણ મળી આવી હતી, જેમાં મૃતક મહિલાના આધાર કાર્ડ સહિતનો સામાન હતો. મહિલાની માતાને સ્થળ પર બોલાવવામાં આવી હતી અને તેની પુત્રીના સામાનની ઓળખ કરી હતી. અધિકારીએ કહ્યું, ’માતાને તે વ્યક્તિ પર શંકા હતી. પોલીસના હાથે ઝડપાયા બાદ તેણે મહિલાના ટુકડા કયર્નિી કબૂલાત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech