શહેરમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બનાવની મળતી વિગત મુજબ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આયર્લેન્ડ સોસાયટીમાં રહેતાં જતીન ભુપેન્દ્રભાઇ દક્ષિણી (ઉ.વ.૨૭) નામના યુવાને રાત્રીના સાડા બારેક વાગ્યે ફિનાઇલ પી લેતાં સિવિલમાં ખસેડવામાં આવતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.
યુવક ગોવિંદરત્ન બંગલો પાસે પાનની દૂકાન ચલાવે છે, જતીન બે ભાઇમાં મોટો છે અને અને પત્નિ હાલ સગર્ભા છે. ભોગ બનનારના પિતા ભુપેન્દ્રભાઇ દક્ષિણીએ જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પહેલા જતીનની નવજાત દીકરીને આંતરડાની તકલીફ હોવાથી સારવાર માટે પૈસાની જર પડતાં ઘનશ્યામ પાસેથી વ્યાજે નાણા લીધા હતાં. એ પછી જરિયાત મુજબ વધુ પૈસા કટકે કટકે લીધા હતા આમ કુલ પાંચેક લાખની રકમ સામે સામે વધુ પૈસા ચૂકવ્યા હતા આમ છતાં વ્યાજ માગતા અમે વ્યાજ ભરતાં હતાં. હાલમાં પુત્રવધુ સગર્ભા છે અને તેનું નિદાન કરાવતા રિપોર્ટ સારા આવ્યા નહતા આ ટેન્શનમાં પુત્ર જતીન કામ ધંધામાં ધ્યાન આપી શકતો ન હતો. જેથી વ્યાજની રકમ ન ચૂકવી શકતા ગઇકાલે તેને વાત કરવા માટે માયાણી ચોક પાસે બોલાવાયો હતો. આથી જતૈન પોતાનું સ્કૂટર લઇ ને ત્યાં જતા તેને કારમાં નાખી નાના મવા રોડ પર પપં પાછળ લઇ જઇ વ્યાજની ઉઘરાણી કરી મારકુટ ચાલુ કરી હતી. મોડે સુધી પુત્ર પરત ન આવતા ફોન કર્યા હતા બાદમાં કારમાં ઘર પાસે મુકી ગયા હતા. પુત્ર ધમકીના કારણે ગભરાઇ જતાં ફિનાઇલ પી લીધી હતી. આક્ષેપોના પગલે તાલુકા પોલીસના સ્ટાફે નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં થયેલી રોકડની ચોરીનો ગણતરીની કલાકોમાં LCB એ ભેદ ઉકેલ્યો
December 23, 2024 11:44 AMદ્વારકા જિલ્લામાં આગામી ચૂંટણી અન્વયે મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ
December 23, 2024 11:44 AMટ્રમ્પે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનની એઆઈ નીતિ સલાહકાર તરીકે નિયુકિત કરી
December 23, 2024 11:43 AMધ્રોલ પાસેના સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરી, સાત શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા
December 23, 2024 11:43 AMપ્રથમ વખત જીવંત કોષોને અવકાશમાં થશે પરીક્ષણ
December 23, 2024 11:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech