બિઝનેસ ટાયકુન ગૌતમ અદાણીની કેન્યામાં એરપોર્ટ ખરીદવા તૈયારી

  • September 05, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

\
ભારત અને એશિયાના બીજા નંબરના સૌથી ધનિક વ્યકિત ગૌતમ અદાણીએ ફરી એકવાર ઝડપથી તેમના જૂથને વિસ્તારવાનું શ કયુ છે. માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ તે આક્રમક રીતે પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે. આ શ્રેણીમાં, અદાણી ગ્રૂપની હોલ્ડિંગ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસે તેની વિસ્તરણ યોજનાના ભાગપે આફ્રિકન દેશ કેન્યામાં એરપોર્ટ ખરીદવા અને તેનું સંચાલન કરવાની યોજના બનાવી છે.આ માટે તેણે કેન્યામાં એક કંપની સ્થાપી છે. આ કંપનીને એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર નામ આપવામાં આવ્યું છે. કંપની કેન્યાની રાજધાની નૈરોબીમાં જોમો કેન્યાટ્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન સંભાળવા માંગે છે.મીડિયા રિપોર્ટ અનુસાર કેન્યાના ટ્રાન્સપોર્ટ વર્કર્સ આનો વિરોધ કરી રહ્યા છે. તેમને ડર છે કે આના કારણે તેઓ પોતાની નોકરી ગુમાવી શકે છે. અદાણી એન્ટરપ્રાઇઝે તેની અબુ ધાબી સ્થિત પેટાકંપની ગ્લોબલ એરપોર્ટ ઓપરેટર દ્રારા એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચરની સ્થાપના કરી છે, તેમ તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું.કંપનીએ કેન્યા સરકારને નવા ટર્મિનલ અને ટેકસીવે સિસ્ટમ માટે ૨૦૨૯ સુધીમાં ૭૫૦ મિલિયનના રોકાણની દરખાસ્ત કરી છે. ૨૦૩૫ સુધીમાં એરપોર્ટ સુધારણામાં વધારાના ૯૨ મિલિયનનું રોકાણ કરવાની પણ યોજના છે.
હાલમાં આ જૂથ દેશમાં અડધા ડઝનથી વધુ એરપોર્ટનું સંચાલન કરે છે અને જો આ યોજના સાકાર થઈ તો અદાણી ગ્રુપનું ભારત બહારનું પ્રથમ એરપોર્ટ બની રહેશે.નોંધનીય છે કે જીએમઆર, અન્ય એક ભારતીય કંપની, ફિલિપાઈન્સમાં મેકટાન–સેબુ ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરે છે. હૈદરાબાદ સ્થિત આ કંપનીએ ગ્રીસમાં ક્રેટ એરપોર્ટ તેમજ ઈન્ડોનેશિયામાં કુઆલાનામુ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓપરેટ કરવા માટે એક ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ તેની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સને નાણાકીય વર્ષ ૨૦૨૮ સુધીમાં સૂચિબદ્ધ કરવાની યોજના ધરાવે છે. તે ગ્રુપનો એરપોર્ટ બિઝનેસ સંભાળે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application