વડિયામાં જીએસઆરટીસી દ્રારા હયાત એસટી બસ્ટેન્ડમાં લોકો અને કર્મચારીઓને પડતી હાલાકી અને લોકોની પાયાની સુવિધાઓની જરિયાત જોઈ વડિયા બસ સ્ટેન્ડનું લાખો પિયાના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યુ છે. આ રીનોવેશનનો ખર્ચ એસટી વિભાગ દ્રારા કરવામાં આવ્યો છે. એસટી વિભાગની આવકનું મુખ્ય સાધનએ એસટી બસમાં થતી લોકોની મુસાફરી છે. હાલ સમગ્ર રાયમાં ખાનગી બસો અને એસટી વિભાગની બસો વચ્ચે કટ્ટર સ્પર્ધા ચાલી રહી છે ત્યારે નવા રંગપ સાથે રીનોવેટ થયેલા એસટી બસ સ્ટેન્ડમાં મુતરડીમાં દાની કોથળીઓના ઢગલા અને દાડિયાઓ સાથે આવારા તત્વોનો અડ્ડો બન્યો છે. તેે દૂર થાય તેવી માગણી ઉઠી છે. ગુજરાત એસટી વિભાગના બસ સ્ટેન્ડથી સામેના ૧૦૦ ફટના વિસ્તારમાં વાહનો પાર્ક કરી શકાતા નથી ત્યારે આ નવસર્જન પામેલુ બસ સ્ટેન્ડ લોકો માટે શ થાય ત્યારે આ તમામ બાબતો એસટી વિભાગનું તત્રં અને પોલીસ વિભાગન તત્રં ધ્યાન આપવા સાથે રોમિયોગીરી, ટ્રાફિક અને ખાનગી વાહનોના ગેરકાદેસર પાકગ સહીતના પ્રશ્નો નિવારવા કાયમી આ વિસ્તારમાં એક ટ્રાફિક પોલીસની નિમણૂક કરવામાં આવે તેવી લોક માંગણી જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં આ તમામ બાબાતોનું પાલન સ્થાનિક પોલીસ અને એસટી નુ તત્રં કરાવે છે કે પછી હમ તો કિસી કી સુનેગે હી નહિ જેવી ભૂમિકા સ્થાનિક તંત્રની જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે
સુરગવાળા હાઈસ્કૂલ સામે પાર્ક થતી બસો વિધાર્થીઓ માટે જોખમરૂપ
બસ સ્ટેન્ડ કમ્પાઉન્ડમાં અને બસ સ્ટેન્ડની સામેના ભાગમાં સુરગવાળા હાઈસ્કૂલના ગેઇટ સામે પાર્ક થતા વાહનો ટ્રાફિક જામ સાથે શાળામાં ભણતા બાળકો માટે જાનના જોખમરૂપ એસટી બસો પાર્ક થાય છે. જે વિધાર્થીઓના શાળામાં બહાર નીકળતા એક સાઈડ બધં થતી અમરનગર રોડ પરથી આવતું વાહન જોઈ શકાતું ના હોવાથી ગમે ત્યારે અકસ્માત થવાની શકયતા બતાવે છે. આ બાબતે હાઈસ્કૂલના તત્રં દ્રારા વડિયા પોલીસને લેખિતમાં જાણ કરવા છતાં જાણે નિર્દેાષ વિધાર્થીના અકસ્માત પી મોતની રાહ જોવાતી હોય તેવુ જોવા મળી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીર: કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ, બે સૈનિકો શહીદ થયાની આશંકા
March 27, 2025 04:14 PMપોલીસ પર હુમલો કરનાર કુખ્યાત માજીદ ભાણુને ગુજસીટોકના ગુનામાં મળેલા જામીન રદ કરતી કોર્ટ
March 27, 2025 04:01 PMધોલેરા રોડ પર પાર્ક કરાયેલ ટ્રક સળગ્યો
March 27, 2025 04:00 PMભાવનગર-રાજકોટ રોડ પર બંધ ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા : એકનું સ્થળ પર જ મોત
March 27, 2025 03:59 PMરો-રો ફેરીમાં વિદેશી દારૂ ભરેલી કાર સાથે તળાજાનો રત્નકલાકાર ઝડપાયો
March 27, 2025 03:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech