સિટીબસ મોબાઇલ એપ લોન્ચિંગ સાથે અટલ સરોવર અને શાપર સુધી બસ સેવાનો શુભારંભ

  • January 27, 2025 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્રારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શહેરીનજનોને સિટી બસ સેવા અંતર્ગત ત્રણ નવી ભેટ અપાઇ હતી જેમાં મોબાઇલ એપ લોન્ચિંગ, અટલ સરોવર તેમજ શાપર–વેરાવળ શટલ ટ સુધી સિટી બસ સેવાનો શુભારભં કરાયો હતો.
રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી.(સ્પેશ્યલ પર્પઝ વહીકલ) દ્રારા કરવામાં આવી રહેલ છે. જે સબબ કુલ ૭૨ ટ પર ૧૦૦ સીએનજી તથા ૯૯ ઇલેકિટ્રક એમ કુલ ૧૯૯ બસ દ્રારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. રાજકોટ રાજપથ લિ.દ્રારા તા.૨૬–૦૧–૨૦૨૫ના રોજ મોબાઈલ એપ્લીકેશન સેવા, રવિવારના રોજ અટલ સરોવર સુધી સ્પેશિયલ સિટી બસ સેવા અને ગોંડલ ચોકથી શાપર વેરાવળ શટલ સિટી બસ સેવા શ કરવામાં આવી છે તેમ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ એક સંયુકત યાદીમાં જણાવ્યું હતું

મોબાઇલ એપથી ટિકિટ બુકિંગ થશે
–ટ તથા તેના સમયપત્રક
–જે લોકેશન પર ઉભા હોય ત્યાંથી અપ–ડાઉન થતી બસની વિગત
–બસનું લાઇવ લોકેશન
–પીરીયોડીક પાસનુ વેલીડેશન
–ટીકીટ બુકીંગ

અટલ સરોવર સુધી દર રવિવારે સિટી બસ રૂટ
–ત્રિકોણબાગ થી અટલ સરોવર
–ગોંડલ ચોક થી અટલ સરોવર
–આજી ડેમથી અટલ સરોવર
–ગ્રીનલેન્ડ ચોક થી અટલ સરોવર
–કોઠારીયા ગામ થી અટલ સરોવર

ગોંડલ ચોકડીથી શાપર–વેરાવળ શટલ બસ સેવા
રાજકોટથી ડેઇલી અંદાજીત ૨૫,૦૦૦ થી વધુ મધ્યમ વર્ગ– કામદાર વર્ગ લોકો રાજકોટ થી શાપર વેરાવળ બાજુ અપ ડાઉન કરે છે. જેને ધ્યાને લેતા દર ૧૫ મીનીટના અંતરે સિટી બસ સેવામાં ગોંડલ ચોક થી શાપર વેરાવળ શટલ ટ ચાલુ કરવામાં આવેલ છે. જે સવારના ૬:૩૦ કલાકથી રાત્રીના ૮:૩૦ કલાક સુધી બસ સેવા મળી રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application