પરિવાર નાનો હોય કે મોટો રસોઈ બનાવતી વખતે કોઈને કોઈ વાસણ બળી જાય છે, જેના કારણે રસોડામાં કામ કરતી મોટાભાગની મહિલાઓ પરેશાન રહે છે. કારણ કે બળી ગયેલા વાસણો સાફ કરવા મુશ્કેલ કામ હોય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે એવી ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે થોડીવારમાં બળેલા વાસણોને સરળતાથી સાફ કરી શકો છો.
બળેલા વાસણો સરળતાથી કરો સાફ
રસોડામાં રસોઈ કરતી વખતે કેટલીકવાર વાસણો બળી જાય છે. જેના કારણે તેને સાફ કરવું મુશ્કેલ બને છે. ત્યારે બળેલા વાસણોને સાફ કરવા માટે ખાવાનો સોડા અને પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે પહેલા બળી ગયેલા વાસણમાં પાણી ભરવું પડશે અને પછી તેમાં એક કપ ખાવાનો સોડા નાખવો પડશે. હવે આ મિશ્રણને થોડા કલાકો માટે બાજુ પર રાખો હવે સખત બ્રશની મદદથી બળી ગયેલા ભાગને ઘસીને બળી ગયેલા વાસણને સરળતાથી સાફ કરી શકો છો.
વિનેગર
આ સિવાય વિનેગરનો ઉપયોગ કરી શકો છો. સૌ પ્રથમ બળી ગયેલા વાસણમાં સરકો અને પાણી નાંખવાનું છે. જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે વાસણને સ્ક્રબ કરો અને તેને સારી રીતે ધોઈ લો. તેનાથી વાસણો સરળતાથી સાફ થઈ જશે.
ટમેટા પેસ્ટ
આ ઉપરાંત ટામેટાની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે દાઝી ગયેલી જગ્યા પર ટામેટાની પેસ્ટ લગાવવી પડશે, તેને થોડી વાર રહેવા દો અને પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આમ કરવાથી બળી ગયેલ વાસણ સાફ થઈ જશે.
સોડાનો ઉપયોગ
આ સિવાય સોડાનો ઉપયોગ કરી શકો છો. પાણીમાં સોડા ભેળવીને પેસ્ટ બનાવો. પછી તેને બળી ગયેલી જગ્યા પર લગાવો. થોડી વાર પછી વાસણો ધોઈ લો. હવે લીંબુને અડધું કાપીને તેમાં મીઠું નાખીને બળી ગયેલી જગ્યા પર ઘસો. થોડી વાર પછી તેને ધોઈ લો.
આ બાબતો રાખો ધ્યાનમાં
આ સિવાય કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ, જેમ કે બળેલા વાસણોને તરત ન ધોવા. આ સિવાય ખૂબ સખત બ્રશનો ઉપયોગ ન કરો. તેનાથી વાસણો બગડી શકે છે. આ બધી ટિપ્સ અપનાવીને બળેલા વાસણો સરળતાથી સાફ કરી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech