વાગુદડ આશ્રમના મહંતની દાદાગીરી: રોંગ સાઇડમાં જવા જીએસટી અધિકારીની કારના કાચ ફોડી સરાજાહેર ધમાલ

  • September 03, 2024 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે રાત્રિના રોંગ સાઈડમાં ધસી આવેલી કારે સામેથી આવી રહેલી જીએસટીના અધિકારીના ગાડીના ચાલકને પોતાની ગાડી રિવર્સમાં લેવાનું કહ્યું તેની સાથે ઝઘડો કર્યેા હતો. બાદમાં વાગુદડના મહંતે કારમાંથી નીચે ઉતરી આ કારમાં બોનેટમાં ધૂમો મારી તેમજ લાકડી વડે કાચ તોડી નાખ્યા હતા. તેની સાથેના તેના શિષ્યોએ પણ કારચાલક સાથે ઝઘડો કરી તેને ગાળો આપી હતી.બાદમાં અહીં હનુમાન મંદિરે મહતં ફરસી સાથે ધસી જઇ આતકં મચાવ્યો હતો.આ સમયે અહીંથી રાજકોટ એસ.પી.ની ગાડી પસાર થતા તેના કમાન્ડોએ રોડ પર સૂઇ ગયેલા આ મહંતને ટીંગાટોળી કરી પીસીઆર વાનમાં બેસાડયા હતાં. આ અંગે કારચાલકની ફરિયાદ પરથી પોલીસે મહતં અને તેની સાથેના ત્રણ શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં શેઠનગર પાછળ વાલ્મીકિનગર સોસાયટીમાં રહેતા ભાવિન મનસુખભાઈ બેરડીયા(ઉ.વ ૨૯) નામના યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં વિધા કુંજ મેઇન રોડ પર દ્રાક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા ચિરાગ પ્રવીણભાઈ કાલરીયા, વીરપુરમાં ગોવર્ધનભાઈ ધામેલીયાના ડેલામાં રહેતા મહતં યોગી ધર્મનાથ ઉર્ફે જીેશકુમાર નવીનચદ્રં ધામેલીયા, મેટોડાના પ્રવીણ વાઘજીભાઈ મેર અને અભિષેક નામના શખસનું નામ આપ્યું છે.


યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ડ્રાઇવિંગ કામ કરે છે સેન્ટ્રલ જીએસટી રાજકોટ ખાતે કોન્ટ્રાકટમાં તેણે પોતાની ઇનોવા કાર રાખી છે. ગઈકાલ રાત્રિના એક વાગ્યા આસપાસ તે ઇનોવા નંબર જીજે ૧૦ ડીજે ૪૭૮૬ લઈ જીએસટીના અપીલ કમિશનર એસ.પી.સિંગને કાલાવડ રોડ પર આવેલા પ્રેમ મંદિર ખાતે ઉતારી પરત જીએસટીની ઓફિસે ગાડી મૂકવા આવતો હતો. ત્યારે મહિલા કોલેજ ચોક અંડર બ્રિજ પાસે પહોંચતા સામેથી કિસાનપરા ચોક તરફથી રોંગ સાઈડમાં એક બ્રેઝા કાર ઘસી આવી હતી. જેથી યુવાને પોતાની ગાડી ઉભી રાખી દીધી હતી અને સામે ફોરવીલ પણ ઉભી રહી ગઈ હતી.

બાદમાં આ કારમાંથી ડ્રાઇવર સીટની બાજુમાં બેસેલ સાધુ જેવા કપડાં પહેરેલ શખસ નીચે ઉતર્યેા હતો અને તેણે યુવાનની ગાડીના બોનેટ પર ધુમ્બો મારી તારી ગાડી પાછળ લઈ લે તેમ હાથથી ઇશારો કર્યેા હતો. બાદમાં કાચ પાસે આવી કાચ ખોલવાનો ઈશારો કરતા યુવાને કાચ ખોલ્યો ન હતો. દરમિયાન આ શખસે ઉશ્કેરાઇ લાકડીના ઘા મારી ગાડીની પાછળના કાચ ફોડી નાખ્યા હતા. મહતં અને તેના શિષ્યોએ આટલેથી ન અટકતા અહીં નજીકમાં બ્રિજ પાસે આવેલા સંકલ્પ સિધ્ધ હનુમાન મંદિરે મહતં ફરસી સાથે દર્શનાર્થી વચ્ચે પહોંચતા ભયનું વાતવારણ ફેલાયું હતું.દરમિયાન અહીંથી રાજકોટ એસ.પી જયપાલસિંહ રાઠૌરની કાર પસાર થતા તેમણે કાર અટકાવી કમાન્ડોને સૂચના આપતા કામાન્ડોએ બ્રિજ વચ્ચોવચ સુઇ ગયેલા મહંતને હટાવવાનો પ્રયાસ કરતા તેણે ઝપાઝપી કરી હતી.આ સમયે પીસીઆર વાન પણ આવી જતા બાદમાં મહંતને ટીંગાટોળી કરી તેમાં બેસાડયા હતાં.

વાગુદડના મહતં અને તેના શિષ્યો રામનાથ મહાદેવ મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતાં. નાસી ગયેલ શખસનું નામ અભિષેક હોવાનું માલુમ પડું હતું.જેથી યુવાને ચારેય શખસો સામે તેને ગાળો આપી કારમાં તોડફોડ કરી ૮૦૦૦ નું નુકસાન કર્યા અંગેની આ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application