ભાણવડ નજીક કાર અને બુલેટ વચ્ચે ટક્કર બાદ બુલેટ ચાલક દ્વારા બઘડાટી

  • November 21, 2024 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કારમાં નુકસાની કર્યાની ફરિયાદ


જામનગરમાં એસ.ટી. રોડ પર રહેતા નિલેશભાઈ દેવાભાઈ કદાવલા નામના 27 વર્ષના સગર યુવાન તેમના મિત્ર સાથે જી.જે. 03 ડી.એન. 7102 નંબરની મોટરકારમાં મિત્ર સાથે વિજયપુર ગામથી બાલાગામ જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન ભાણવડ નજીક પહોંચતા ઘુમલી રોડ પર જી.જે. 10 એલ 8063 નંબરના બુલેટ મોટરસાયકલના ચાલક પ્રફુલ મારી નામના શખ્સે મોટરકારને ઓવરટેક કરી અને જમણી બાજુ લેતા તેનું બુલેટ મોટર સાયકલના પાછળના ભાગે કારની ટક્કર થઈ હતી. જેથી તે બુલેટ પરથી પડી ગયો હતો.


આ અકસ્માત બાદ આરોપીએ ફરિયાદી તેમના સંબંધીઓને લાકડાના ધોકા વડે માર મારી, બિભત્સ ગાળો કાઢી, મોટરકારમાં પથ્થર વડે તોડફોડ કરી કર્યાની ધોરણસર ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ બઘડાટીમાં કારમાં રૂપિયા 50,000 નું નુકસાન થયાનું પણ વધુમાં જાહેર થયું છે. જે અંગે ભાણવડ પોલીસે નિલેશભાઈ કદાવાલાની ફરિયાદ પરથી બુલેટના ચાલક પ્રફુલ મારી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News