આજકાલ પ્રતિનિધિ
રાજકોટ
રાજકોટ નજીક વિરડા વાજડી પાસે વાગુદડ સર્વેમાં કલેકટરની હસ્તકની ખરાબાની જમીનમાં આશ્રમ ખડકી દેનાર ધમાલીયા મહતં ધરમનાથ ઉર્ફે જીજ્ઞેશ નવિનચદ્રં ધામેલીયાના આ કહેવાતા દબાણગ્રસ્ત આશ્રમ પર હવે જો કોઈ ગ્રહણ નહીં આવે તો ગુરૂવારના રોજ બુલડોઝર ફરી વળશે. લોધીકા મામલતદાર તત્રં દ્રારા આશ્રમ તોડી પાડી અંદાજે ૧૦ કરોડની કિંમતની બે એકર જમીન ખુલ્લ ી કરવામાં આવશે.
વાગુદડ પાસે પ્રારંભે નાનકડો એક ઓરડો બનાવી ધીમે ધીમે આ કહેવાતા મહંતે અન્ય બાંધકામ કરી ફેન્સીંગ કરી લીધી હતી. અંદાજે સરકારી ખરાબાની બે એકર જમીનમાં દબાણ કયુ હતું. જયાં સુધી લોધીકા મામલતદાર કે કલેકટર તત્રં અજાણ હતું ત્યાં સુધી બધું ચાલ્યું. આ કહેવાતા મહંતે જ આ બેલ મુજે મારની માફક ગત મહિને તા.૩ના રોજ રાજકોટમાં મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે જીએસટી વિભાગમાં ચાલતી કોન્ટ્રાકટ પર ચાલતી કારના કાચ તોડતા આ મહંતના પણ અન્ય કારનામા ખુલ્યા હતા. જે તે સમયે ધરમનાથ અને તેની સાથે રહેલા અન્ય સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
વાગુદડ પાસે ઉભા કરેલા આશ્રમમાં ગાંજાનું વાવેતર હોવાનું પણ ખુલ્યું હતું. રાજકોટ રૂરલ એસઓજીએ દરોડો પાડીને વાવેતરના છોડ કબજે લીધા હતા. આ પ્રકરણ ખુલ્યા બાદ કલેકટર તંત્રની આખં ખુલી કે જે જગ્યાએ આશ્રમ ઉભો છે તે જમીન તો સરકારી ખરાબાની જમીન છે. આશ્રમ તોડી પાડવા કહેવાતા મહંતને લોધીકા મામલતદાર કચેરી દ્રારા વારંવાર નોટીસ અપાઈ હતી. એકાદ મહિનાથી નોટીસ અને જવાબની રાહની કાર્યવાહી ચાલતી હતી. દરમિયાન હવે લોધીકા મામલતદાર કચેરી દ્રારા આ આશ્રમ હટાવીને જમીન ખુલ્લ ી કરાવાનો નિર્ણય લેવાયો છે. સંભવત: ગુરૂવારના રોજ નહીં તો શુક્રવારે (આખરે કોઈ ગ્રહણ ન આવે તો) આ કહેવાતા આશ્રમ પર બુલડોઝર ફેરવી દઈ બે કરોડની જમીન ચોખ્ખી કરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં માવઠાની આગાહી
December 23, 2024 10:44 AMજૂનાગઢમાં મંદિરોનો વિવાદ અધિકારીઓના કારણે થયો હોવાની ધારાસભ્યની ખુલ્લી ટકોર
December 23, 2024 10:41 AMરાજકોટનાં ખોરાણામાં બોગસ ડોક્ટર હિરેન ને પકડવામાં પોલીસની હેટ્રિક
December 23, 2024 10:40 AMકિસાન દિવસ ભારતના અનાજના શૂરવીરોનો દિવસ
December 23, 2024 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech