જાણવા મળતી વિગતો મુજબ, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા વિશેષ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓના ગેરકાયદે દબાણો તોડવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ મથકમાં અપહરણ, ચીલઝડપ, રાયોટીંગ, મારામારી, મોટરસાયકલ ચોરી સહિતના ૧૦ થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ અજય માનસિંગભાઈ પરસોંડાનું પોપટપરા શેરી નંબર-14, કાજલ પાન પાછળ, રેલનગર મેઈન રોડ પર આવેલ મકાન અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા સાથે સંકલન કરી ખરાઈ કરતા આરોપીનુ મકાન ગેરકાયદે હોવાનું સામે આવતા પીઆઈ એમ આર ગોંડલીયા, એમ એલ ડામોર, સી એચ જાદવની ટીમો દ્વારા મહાનગરપાલિકા, પીજીવીસીએલની ટીમોને સાથે રાખી આજરોજ બપોરબાદ તેનું ડિમોલિશન કરવામાં આવશે.
તાજેતરમાં જ એલસીબી ઝોન-2 અને નાસ્તા ફરતા સ્કવોડ ઝોન-2 ની ટીમ દ્વારા સંયુક્ત રીતે ખાનગી બાતમીના આધારે રેલનગર મેઈન રોડ પરથી અજય પરસોંડા, સંજય સોલંકી અને જયપાલ જોગડીયાને પ્ર. નગર તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના ગુનામાં, જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ચીલ ઝડપના ગુનામાં તેમજ પ્રનગર અને કુવાડવા પોલીસ સ્ટેશનના અપહરણ, મારામારી, રાયોટીંગના ગુનામાં તે નાસતો ફરતો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech