ક્લાસમમાંથી પોપડા ખરવા લાગ્યા છે: અત્યારે વિદ્યાર્થી ખુલ્લામાં અભ્યાસ કરવા મજબુર: બિલ્ડીંગ તાત્કાલિક નવું બનાવવું જરૂરી...
એક તરફ સરકાર દ્વારા હાલ શાળા પ્રવેશોત્વના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે જોડિયા ખાતે આવેલ શેઠ કે.ડી.વી. હાઈસ્કૂલનું બિલ્ડિંગ હાલ એક્દમ-અત્યંત જર્જરિત થઈ ગયેલ છે અને તેના કારણે બાળકોને અભ્યાસ માટે તાલુકા શાળાના ખુલ્લા ગ્રાઉન્ડમાં અભ્યાસ માટે શિફ્ટ કરવામાં આવ્યા છે, હાઈસ્કૂલના બિલ્ડીંગના ક્લાસમની છતમાંથી પોપડા ખરી ગયેલ છે અને અનેકવાર રજુઆત કરવા છતાંય કોઈ મરામત કરવામાં આવતી નથી.
જોડિયા ખાતે આવેલ શેઠ કે.ડી.વી. હાઈસ્કૂલનું બિલ્ડીંગ 2001 ના ભૂંકપમાં પડી જતા સરકાર તરફથી પી.એમ.એન. ફંડમાંથી એન.બી.સી. વડોદરા અને રાજકોટ દ્વારા પ્રોઝકટીવ એકઝીક્યુટીવ જોડિયા હેઠળ હાઈસ્કૂલનું નવું બિલ્ડીંગ બનાવવામાં આવેલ, જે બિલ્ડીંગનું લોકાર્પણ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના પૂર્વમંત્રી આનંદીબેન પટેલના હસ્તે તા. 24-4-2003 રોજ કરવામાં આવેલ હતું, સામાન્ય કુટુંબના બાળકો માટે આ હાઈસ્કૂલ આશીવર્દિરૂપ છે.
આ હાઈસ્કૂલ માટે બનાવવામાં આવેલ બિલ્ડીંગ નબળી કામગીરીનું હોય ટૂંકા ગાળામાં જ આખી બિલ્ડીંગ જર્જરિત થઈ ગયેલ અને ધીરે ધીરે ક્લાસમોમાંથી પોપડા પડવા, દીવાલોમાં તિરાડો પડવી તેમજ બિલ્ડિંગમાં ચારે બાજુ ખંડિત થતાં, બિલ્ડિંગ જોખમી બનતા આ શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા માટે સ્થળાંતર માટે સરકારની મંજૂરી લઈને તા. 23-9-2018 જોડિયા તાલુકા શાળાના મકાનમાં આ બાળકોનો અભ્યાસ ચાલુ છે.
છેલ્લા પાંચ વર્ષથી બાળકો તાલુકા શાળામાં અભ્યાસ કરી રહ્યા છે, જેથી બાળકોને કોમ્પ્યુટર, લેબોરેટરી, લાઈબ્રેરી વગેરેનો લાભ મળતો નથી, જોડિયા તાલુકાનું મથક અને ધોરણ-8 થી 12 ના વિધાર્થીઓ છેલ્લા ઘણાં સમયથી હેરાન-પરેશાન છે, આ અંગે જોડિયા જનહિત ગ્રુપ દ્વારા રાજ્યના કેબિનેટમંત્રી રાધવજીભાઈ પટેલને સમગ્ર પરિસ્થિતિની જાણ કરવા આવતાં તેવો દ્વારા શિક્ષણ અધિકારીને યોગ્ય કરવા જણાવેલ છે, તેમજ સંસદસભ્ય પૂનમબેન માડમને જોડિયા જન હિત ગ્રુપ દ્વારા મૌખિક તેમજ લેખિત આવેદનપત્ર પાઠવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જોડિયા કે.ડી.વી. હાઈસ્કૂલની બિલ્ડીંગ સરકાર દ્વારા તાત્કાલિક નવી બનાવવામાં આવે એવી વિદ્યાર્થીઓમાં પણ માંગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech