રાજકોટ સહિત રાયભરમાં લાગુ થનારી નવી જંત્રીના સુચીત દરમાં તોતીંગ વધારો કરવામાં આવતા રાજકોટ સહિત રાજયભરમાંથી વિરોધ વંટોળ ઉઠી રહ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં આજે રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન દ્રારા ત્રણ હજારથી વધુ બિલ્ડર્સ બહત્પમાળી ભવન ખાતે એકઠા થયા હતા જેના કારણે ટ્રાફિકજામ જેવા દ્રશ્યો સર્જાયા હતા. અને સરદાર વલ્લ ભભાઈ પટેલની પ્રતિમાને વંદન કરી મૌન રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં રાજકોટ શહેરના ટોચના બિલ્ડર્સ અને ડેવલપર્સ જોડાયા હતા.
રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનની આગેવાનીમાં જંત્રીના વિરોધમાં યોજાયેલી બિલ્ડર્સની જંગી રેલીનો પ્રારભં બહત્પમાળી ભવન ચોક ખાતે આવેલી સરદાર વલ્લ ભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પહાર કરીને થયો હતો. અહીં બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા, ચેરમેન અમિત ત્રાંબડિયા, રાજદિપસિંહ જાડેજા, સંજયભાઇ સાવલિયા, મુકેશભાઇ શેઠ, નિતિનભાઇ રાયચુરા, રાજુભાઇ પોબારૂ, દિલીપભાઇ લાડાણી, સુજીત ઉદાણી સહિતના અનેક નામાંકિત બિલ્ડર્સ અને ડેવલપર્સ ઉપસ્થિત રહ્યા હતાં અને જંત્રીના દર વધારા મુદે થતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. જંત્રી દર વધારાથી ફકત બિલ્ડર્સ કે ડેવલપર્સને જ નુકસાન થશે તેવું નથી પરંતુ તેની સીધી અને અંતિમ અસર આમ નાગરિકો સુધી આવશે તેમજ રહેણાક મકાનોથી લઇને તમામા બાંધકામો ઉપર આવશે અને નાગરિકો મોંઘવારીમાં સપડાશે તદઉપરાંત બાંધકામ ઉધોગ પણ મંદીમાં ફસાઇ જશે. આવુ થવાના કારણે રાજયના વિકાસ ઉપર અસર પડશે હાલમાં જે રીતે જેટ ઝડપે ગુજરાતનો વિકાસ થઇ રહ્યો છે તેની ગતિ પણ મદં પડશે.
રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન દ્રારા આજરોજ યોજાયેલી રેલીને વિવિધ સંગઠનો દ્રારા ટેકો આપવામાં આવ્યો હતો. જેમાં રેવન્યુ પ્રેકિટશ્નર્સ એસોસિએશન, આકિર્ટેકટસ એસોસિએશન, કન્સલ્ટીંગ સિવિલ એન્જિનિયર્સ એસોસિએશન, રિઅલ એસ્ટેટ એજન્ટસ એસોસિએશન, બાંધકામ કોન્ટ્રાકટર્સ, ઇલેકટ્રીક કોન્ટ્રાકટર્સ, પ્લમ્બિંગ કોન્ટ્રાકટર્સ તેમજ બાંધકામ ઉધોગ સાથે સંકળાયેલા અન્ય વ્યાપાર ઉધોગ અને વ્યવસાયના લોકો તેમજ મજુરોએ પણ ટેકો જાહેર કર્યેા હતો અને તેમના સંગઠનોના હોદ્દેદારો રેલીમાં જોડાયા હતાં
ટીપીઓ એસએમ પંડાના કારણે જ બાંધકામ ઉધોગ ઠપ્પ: ગજેરા
આજરોજ જંત્રીના તોતીંગ દરના વિરોધમાં બિલ્ડર લોબી દ્રારા યોજાયેલી રેલી અંતર્ગત આજકાલ દૈનિક સાથે વાતચિત કરતા રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, અગાઉ આ મામલે એસોસિએશન દ્રારા ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરાઇ છે ત્યારબાદ આજે રેલી યોજીને વધુ એક વખત બાંધકામ ઉધોગનો અવાજ રજુ કરવા પ્રયાસ કર્યેા છે. જંત્રી દર વધારાનો મુદ્દો વધુ વ્યાપક અને રાજય સ્તરનો છે. સાથે સાથે રાજકોટમાં તો મહાપાલિકાના ટીપીઓ સતં પંડયાની નીતિ રીતિના કારણે સમગ્ર બાંધકામ ઉધોગ ઠપ્પ થઇ ગયા જેવી સ્થિતિ સર્જાઇ ગઇ છે. આ પરિસ્થિતિ તાકીદે નિવારવી જરૂરી છે. આ માટે જે કઇં કરવું જોઇએ તે કરવા માટે રાજકોટથી લઇને ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી છે અને જયાં સુધી પરિણામ નહીં આવે ત્યાં સુધી રજુઆતો કરતા રહેશું.
૨૮ બિલ્ડર્સ દ્રારા રેલીને સફળ બનાવવા જહેમત
રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન દ્રારા આયોજિત જંત્રી દરમાં વધારાના વિરોધમાં યોજાયેલી રેલીના આયોજનને સફળ બનાવવા માટે રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના ચેરમેન અમિત ત્રાંબડિયા, પ્રેસિડેન્ટ પરેશ ગજેરા, વાઇસ પ્રેસિડેન્ટ દિલીપ લાડાણી, વાઇસ પ્રેસિડેન્ટ ધ્રુવિક જી. પટેલ, સેક્રેટરી સુજીત ઉદાણી, જોઇન્ટ સેક્રેટરી સંજય સાવલિયા, ટ્રેઝરર રાજદિપસિંહ જાડેજા, જોઇન્ટ ટ્રેઝરર વિક્રાંત શાહ સહિતના હોદ્દેદારો તેમજ બોર્ડ મેમ્બર્સ અમિત રાજા, જીતુ કોઠારી, અનિલ જેઠાણી, મિહિર મણિયાર, નિખિલ પટેલ, આશીષ મહેતા, ધર્મેશ જીવાણી, કેતન સોરઠિયા, રણધીરસિંહ જાડેજા, હાદિર્ક શેઠ, ચેતન રોકડ ઉપરાંત ઇન્વાઇટી બોર્ડ મેમ્બર્સ રૂષિત ગોવાણી, આદિત્ય લાખાણી, ગોપી પટેલ, પૃથ્વીરાજસિંહ રાણા, રાજેન્દ્ર સોનવાણી, પાર્થ તળાવિયા, દિવ્ય પટેલ, ચિરાગ લાખાણી અને કિશન કોટેચા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
બાંધકામોની કિંમતમાં તોતીંગ વધારો થશે: સંજય સાવલિયા
જો સુચવાયેલા મુજબના જંત્રી દર અમલી થાય તો હાલ જે ફલેટ ૩૦ લાખનો મળે છે તે ફલેટના ભાવ સીધા રૂા.૪૫ લાખ થઇ જશે. જંત્રી ઉપરાંત સ્ટેમ્પ ડયુટી અને જીએસટી સહિતની ગણતરી થાય તો બાંધકામોની કિંમતમાં સીધો રૂા.૫થી ૧૫ લાખનો વધારો થશે. જે સામાન્ય જનતા માટે અસહ્ય બનશે તેમ રાજકોટ બિલ્ડર એસોશિએશનના જોઈન્ટ સેક્રેટરી સંજય સાવલીયાએ જણાવ્યું હતું.
જંત્રી દરમાં ૧૦૦ ટકાથી ૨૦૦૦ ટકા સુધીનો વધારો અસહ્ય: રાજદીપસિંહ જાડેજા
જંત્રી દર વધારાના વિરોધમાં બિલ્ડર લોબીની રેલી દરમિયાન શહેરના જાણીતા બિલ્ડર રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જંત્રી દર વધારા સામે કેટલો વિરોધ છે તે બાબત આ રેલીમાં ઉમટેલા લોકોની સંખ્યા જ બતાવી દે છે. અગાઉ ગાંધીનગર સ્તરે આ અંગે રજૂઆત કરાઇ હતી અને વહેલી તકે નિરાકરણ આવશે તેવી મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી. જંત્રીના દરમાં ૧૦૦ ટકાથી ૨૦૦૦ ટકા સુધીનો વધારો સુચવાયો છે જેનાથી ફકત બિલ્ડરોને જ તકલીફ પડે તેવું નથી, મધ્યમ વર્ગથી લઇને ગરીબ વર્ગ સુધીના સૌને તકલીફ પડશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech