17મી ફેબ્રુઆરી-2025ના સોમવાર ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે એમ નક્કી થયું છે. જે મુજબ, 18મી ફેબ્રુઆરી-2025ના મંગળવારે ગુજરાત સરકારનું વર્ષ 2025-26નું કુલ રૂપિયા 3.75 લાખ કરોડનું કદ ધરાવતું બજેટ રજૂ થશે. સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલનું પ્રવચન થશે ત્યારબાદ દિવંગત પૂર્વ ધારાસભ્યો-મંત્રીઓને શોકાંજલિ અર્પણ કરાશે. બીજા દિવસે સત્રની શરૂઆતની સાથે પ્રશ્તોત્તરી બાદ પૂરક અને સુધારેલું બજેટ રજૂ થયા બાદ નવા નાણાકીય વર્ષ માટેનું બજેટ રજૂ થશે. 3 દિવસ રાજ્યપાલના પ્રવચન ઉપર આભાર પ્રસ્તાવ પર ચચર્િ 4 દિવસ બજેટ પરની સામાન્ય ચચર્િ અને 12 દિવસ માટે સરકારના દરેક વિભાગ પર ચચર્િ હાથ ધરાશે. રાજ્યપાલના પ્રવચન ઉપર આભાર પ્રસ્તાવ પર ચચર્િ 4 દિવસ બજેટ પરની સામાન્ય ચચર્િ અને 12 દિવસ માટે સરકારના દરેક વિભાગ પર ચચર્િ હાથ ધરાશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાન્યુઆરીમાં યોજાય તેવી સંભાવના વચ્ચે મતદાર યાદી વિલંબિત થવાની સાથે ઝવેર કમિશનના રિપોર્ટ નો અમલ વિલંબ થતા બજેટ સત્ર બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ તેવા સંકેત મળી રહ્યા છે. નવી મતદાર યાદી 15 જાન્યુઆરી બાદ જાહેર થશે ત્યારબાદ ફેબ્રુઆરીમાં યોજાનારા બજેટ સત્ર બાદ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય તેવા સંકેત મળી રહ્યા છે.
રાજ્યની ખેડા-બનાસકાંઠા એમ 2 જિલ્લ ા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 539 નવી બનેલી ગ્રામ પંચાયતો સહતિ કુલ 4765 ગ્રામ પંચાયતો અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ હવે, ગુજરાત વિધાનસભાના સંભવત: 17મી ફેબ્રુઆરી-2025થી 28મી માર્ચ-2025 સુધી યોજનારા બજેટ સત્ર બાદ નવી-2025ની મતદાર યાદી મુજબ એપ્રિલના અંત કે મે માસની શરૂઆતમાં યોજાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓ આગામી ચૂંટણીઓ ઝવેરી પંચના અહેવાલ બાદ નક્કી કરાયેલી ઓબીસીની 27 ટકા, અનુસૂચિત જનજાતિ (એસટી) માટે 14 ટકા અને અનુસચિત જાતિ (એસસી) માટે 7 ટકા અનામત બેઠકો મુજબ કરાશે. હાલને તબક્કે, શહેરી વિકાસ વિભાગ બાદ પંચાયત વિભાગે 27 ટકા ઓબીસી અનામત બેઠકોનું જાહેરનામું બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરી છે. હાલ તો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અનામત પ્રમાણે બેઠકોની ફાળવણી, વોર્ડરચના, રોટેશનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી મતદાર યાદીઓની સુધારણાનો કાર્યક્રમ શરૂ કરાશે.
પાલિકા અને પંચાયતો તથા શહેરી વિસ્તારની 42 અને પંચાયતોની 42 મળીને કુલ 84 ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી આવશે. થોડા સમય પહેલાં જ શહેરી વિકાસ અને પંચાયત વિભાગ તરફથી ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ હવે તેમાં સુધારા-વધારાના સાથે ફાઇનલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી રહ્યા છે. રાજ્ય ચૂંટણી પંચને ફાઇનલ નોટિફિકેશન મળી જાય તે પછી જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવી મતદાર યાદી બહાર પડાશે. આ પ્રક્રિયામાં દોઢથી બે મહિના સુધીનો સમય લાગી શકે તેમ છે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી પંચ દ્વારા બજેટ સત્ર પૂર્ણ થયા બાદ એપ્રિલ-2025માં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાય તેવી શક્યતા છે.
પાલિકા-પંચાયતો અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં યોજાનાર ચૂંટણીઓ માટે તૈયાર થઇ રહેલી નવી મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ ડિસેમ્બરના અંતમાં કરી દેવાયા બાદ નિયમ-3 (6) હેઠળ નમૂના નંબર 1 (6) તથા 1 (ખ) મુજબ દાવા અરજીઓ રજૂ કરવાની છેલ્લ ી તારીખ 8મી, જાન્યુઆરી-2025 નક્કી કરાઈ છે. રજૂ થયેલા આ દાવા અરજીઓની ચકાસણી તથા દાવા અંગે આખરી નિર્ણય 15મી, જાન્યુઆરી-2025ના રોજ કરાશે.આમ ઝવેર કમિશન ,નવી મતદાન યાદી અને બજેટ સત્રના કારણે ચુંટણી વિલંબિત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech