ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ: કાલે બજેટ

  • February 01, 2024 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંદરમી ગુજરાત વિધાનસભાના ચોથા અને અંદાજપત્ર સત્રનો આજથી આરભં થયો છે. રાયપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન બાદ સત્રનો વિધિવત આરભં થયો છે. આજે બપોરે ૧૨ વાગે રાયપાલ ગૃહના સભ્યોને ભૂપેન્દ્ર પટેલ સરકારે વિતેલા વર્ષ દરમિયાન અમૃતકાળમાં અગ્રેસર ગુજરાત બનાવવા માટે હાથ ધરાયેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યેા હતો.

આવતીકાલે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ વર્ષ ૨૦૨૪–૨૫ માટેનું પૂર્ણ કદનું અંદાજપત્ર રજૂ કરશે. અંદાજે સવા ત્રણ લાખ કરોડનું બજેટનું કદ રહેશે. સૌથી નોંધનીય બાબત એ છે કે સત્ર દરમિયાન થનારી તમામ કામગીરી પેપરલેસ એટલે કે ડિજિટલ માધ્યમથી જ થશે. તમામ સભ્યોના ટેબલ પર જ ટેબલેટ રહેશે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારભં થયો છે.રાય સરકાર દ્રારા ચાર જેટલા વિધેયક લાવવાનું હાલ નક્કી કરાયું છે. જેમાં મહેસૂલ વિભાગનું ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક, શહેરી વિકાસ વિભાગનું હોટલ–લોજિંગ રેન્ટ કંટ્રોલ સુધારા વિધેયક, સહકારી મંડળીઓ માટેનું સહકાર વિભાગનું અને વીજશુલ્કને લગતું નાણાં વિભાગનું વિધેયક રજૂ કરાશે.

વીજ શુલ્કને લગતા વિધેયકમાં વીજ ચોરી બદલ જે આકરા દંડ–સજા છે તેને હળવા કરાશે અને તેને નાણા વિભાગ હસ્તક મૂકીને અન્ય બાબતો જોડાશે. વિભાગ છે ત્યારે સત્રમાં તે વિભાગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તક અનેક લગતા પ્રશ્નોના જવાબ ગૃહમાં કોણ આપશેતેની જવાબદારી અન્ય મંત્રીઓને સોંપાઇ છે. જેમાં મંત્રી ઋષિકેશ પટેલ સામાન્ય વહીવટ વિભાગ, વહીવટી સુધારણા, નર્મદા અને કલ્પસર, શહેરી વિકાસ–ગૃહ નિર્માણ વિભાગના ઉત્તર આપશે. મંત્રી રાઘવજી પટેલ માહિતી પ્રસારણ અને બંદર વિભાગના જવાબ આપશે. મંત્રી બળવંતસિંહ રાજપૂત મહેસૂલ, ખાણ–ખનિજ, આપત્તિ વ્યવસ્થાપનને લગતા જવાબ આપશે. મંત્રી મુળૂભાઇ બેરા યાત્રાધામ વિકાસને લગતા પ્રશ્નોના જવાબ આપશે.
આ અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અંદાજપત્ર સત્ર ના પહેલાં દિવસે રાયપાલ આચાર્ય દેવવ્રત સંબોધન કયુ હતું. શુક્રવારે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ વર્ષ ૨૦૨૪–૨૫ માટેનું અંદાજપત્ર રજૂ કરનાર છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્ત્વમાં ગુજરાતનો આગામી પચ્ચીસ વર્ષનો રોડ મેપ જાહેર કરવામાં આવશે. આ રોડ મેપમાં તમામ વર્ગેાના કલ્યાણની અનેક વિધ યોજનાઓ, યુવા, કિસાનો, ગરીબ, આદિજાતિ, દલિત અને ઓબીસીના ઉત્કર્ષ માટેની નવી યોજનાઓનો સમાવેશ થાય છે.


રામ મંદિરની પ્રાણ પ્રતિા બદલ મોદીને અભિનંદન આપતો પ્રસ્તાવ પસાર થશે

દેશના સૌ નાગરિકોની સદીઓ જૂની આશાને અપેક્ષા મુજબ અયોધ્યામાં ભગવાન રામનું ભવયાતિ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિ ા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને અભિનંદન આપતો પ્રસ્તાવ આજે ગૃહમાં પસાર કરવામાં આવયો હતો. અને તેના પર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસ્તાવમાં કોંગ્રેસના સભ્યોએ સહમતી આપી છે અને સર્વાનુમતે ઠરાવ પસાર કરીને મોકલી આપવામાં આવશે. લોકસભાની ચૂંટણી ૨૦૨૪ પૂર્વ અંદાજપત્ર સત્રની કામગીરી પૂર્ણ કરવાના હેતુથી ફેબ્રુઆરી મહિના દરમિયાન જ વિધાનસભાનું કામકાજ પૂર્ણ કરી દેવા આવશે ખાસ જાહેર કાર્યક્રમ મુજબ ગૃહનું કામકાજ શનિવારે ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ ધારાસભ્યોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને કામકાજ સલાહકાર સમિતિએ ૩ ,૧૦ અને ૧૭ ફેબ્રુઆરી આવતા શનિવારે મળનારી બેઠકનું કામ બાકીના કામકાજના દિવસોમાં બે–બે બેઠક કરીને પૂર્ણ કરવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે


લોખંડી બંદોબસ્ત: ૨ એસપી, ૩૭૯ પોલીસ અધિકારી કર્મચારી તૈનાત

ગુજરાત વિધાનસભાનું આજથી બજેટ સત્ર શ થઈ રહ્યુ છે. ગાંધીનગર શહેર સ્થિત સચિવાલય સંકુલને લોખંડી પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધીનગર ઉપરાંત રેજની પોલીસને બંદોબસ્ત માટે બોલાવી લેવામાં આવી છે. ભાજપની બહત્પમતિ હોવા છતા વિધાનસભા સત્ર દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ સામે ના આવે તે માટે ૩૭૯ પોલીસ અધિકારી અને કર્મચારીઓ ખડેપગે રહેશે.આ માટે જિલ્લા પોલીસ વડા ૨, ડીવાયએસપી ૬, પીઆઇ ૧૫, પીએસઆઇ ૬૦, પોલીસ કર્મચારી ૩૫૦, ૩ એસઆરપીની ટૂકડી સહિતના પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં ફાળવાયા છે. રાયના પાટનગરમાં આજથી પોલીસ પહેરો જોવા મળશે. વિધાનસભાનુ બજેટ સત્ર શ થતુ હોવાથી તમામ ધારાસભ્યો સહિતના નેતાઓ ગાંધીનગરમાં જોવા મળશે. વિધાનસભામાં ભાજપની બહત્પમતી હોવાથી રજૂઆત કરવા આવનાર મોરચા બધં થઇ ગયા છે. પહેલા જેટલા આંદોલનો પણ ચાલતા નથી. પરિણામે કોઇ વિરોધ કરવા આવે તેવી શકયતા જોવા મળતી નથી. છતા વિધાનસભા સંકુલને આજથી લોખંડી સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. સત્ર દરમિયાન વિધાનસભા સંકુલમાં જતા મુલાકાતીઓને તપાસવાથી લઇને અનિચ્છનિય બનાવ અટકાવવા એક મહિના સુધી પોલીસ ખડેપગે રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application