કેન્દ્રીય અંદાજપત્ર ૨૦૨૪/૨૫ અંગે જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના પ્રતિભાવ
કેન્દ્રીય નાણામંત્રી માનનીયશ્રી નિર્મલા સીતારામનજીએ વર્ષ ૨૦૨૪/૨પ નું કેન્દ્રીય અંદાજપત્ર રજુ કર્યુ જેનો સંસ્થાના પ્રતિનિધિઓએ પ્રાથમિક અભ્યાસ કરતાં એવું જણાય છે કે દેશની અર્થવ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે દરેક ક્ષેત્રોનો સમાવેશ કરી કેટલાક સાહસિક નિર્ણયો લઈ માત્ર વચનોની લ્હાણી કરવાને બદલે નિષ્ઠાપુર્વકના પ્રયત્નો કરેલ છે તેવું કહી શકાય. કેન્દ્રીય અંદાજપત્રના મુખ્ય મુદાઓ નીચે મુજબ કહી શકાય.
(৭) દેશના અર્થતંત્રમાં લઘુઉદ્યોગ જગતના મહત્વનો સ્વીકાર કરી રોજગાર તથા કૈાશલ્ય વર્ધન પર વધુ ભાર મુકી આવનારા સમયમાં આ ક્ષેત્ર માટે વધુ સુધારાઓ કરાશે તેવી જાહેરાત કરતાં માનનીય નાણામંત્રીશ્રીએ બજેટમાં લઘુઉદ્યોગક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપી રૂ/-૧૦૦ કરોડ સુધીની લોન આપવાની ટ્રેડીટ ગેરેંટી યોજનાની જાહેરાત કરી છે જેનાથી દેશના લઘુઉદ્યોગ ક્ષેત્રને અને ખાસ કરીને જામનગરના બ્રાસઉદ્યોગને તેનો લાભ મળશે તેવી આશા છે.
(२) માનનીય નાણામંત્રીશ્રીએ તેમની બજેટ સ્પીચ દરમ્યાન કોપર સ્ટ્રેપ પરની ઈમ્પોર્ટ ડયુટી ૨.૫% હતી તે યથાવત રાખેલ છે પરંતું સમગ્ર દેશમાં કોપર કેથોડનું ઉત્પાદન વધારવા માટે કાચામાલ કોપર બ્લીસ્ટર, કોપર ઓર અને કોપર કોન્સન્ટ્રેશન ઉપર ડયુટી નાબુદ કરી ૦% કરી દેશમાં કોપરની ઉપલબ્ધી સરળ બનાવવાનો પ્રયત્ન કરેલ છે જેના સમગ્ર દેશ સહિત બ્રાસ ઉદ્યોગને મોટો ફાયદો થશે.
(3) લઘુઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે પબ્લીક સેકટરની બેંકો દવારા સહાયતા આપવાની જાહેરાત કરી છે જે આવકાર્ય છે.
(4) દેશમાં નવા લઘુ ઉદ્યોગોને સ્થાપવા માટે મુદ્દા લોનની મર્યાદા અગાઉ જે રૂ/-૧૦ લાખ હતી તેમાં ૧૦૦% નો વધારો કરી રૂ/-૨૦ લાખ કરવાની જાહેરાત કરી છે તે આવકાર્ય બાબત છે.
(5) માનનીય નાણામંત્રીશ્રીએ દેશના લઘુઉદ્યોગ ક્ષેત્ર માટે ખાસ એમ.એસ.એમ.ઈ. સેફટી લેબ બનાવવા માટેની પણ જાહેરાત કરી તે આવકાર્ય છે.
(6) નાણામંત્રીશ્રીએ તેમની અંદાજપત્રની સ્પીચ દરમ્યાન વ્યાપાર/ઉદ્યોગ પર કોઈ નવા પ્રત્યક્ષ કે પરોક્ષ કરવેરા નહી નાખી બેલેન્સ કરવાનો પ્રયત્ન કરાયો છે તે આવકાર્ય બાબત છે.
(७) નાણામંત્રીશ્રીએ તેમની અંદાજપત્રની સ્પીચ દરમ્યાન લઘુઉદ્યોગક્ષેત્રની નાણાંકીય જરૂરીયાતોને સંતોષવા માટે સીડબીની નવી ૨૫ શાખાઓ ખોલવાની જાહેરાત કરી છે તે આવકાર્ય બાબત છે.
(८) દેશમાં પ્રદુષણ નિયંત્રણ માટે ઈ વાહન નિમાર્ણ પર પ્રાત્સાહન, અધ્યાત્મક પર્યટનને પ્રોત્સાહન, નવા ધાર્મિક કોરીડોર, સાર ઉર્જાને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે જે આવકાર્ય બાબત છે.
(9) માનનીય નાણામંત્રીશ્રીએ તેમના વકતવ્ય દરમ્યાન સામાન્ય લોકોના જીવનધોરણને સુધારવા તથા વ્યાપારી/ઉદ્યોગકારે સરળતાથી તેમના ધંધો કરે તેવી વ્યવસ્થા ગોઠવવી એ સરકારશ્રીનું લક્ષ્ય છે ત્યારે આવકવેરાના કાયદામાં સરળી કરણ કરવા માટે આગામી ૦૬ માસનો સમય નિયત કરી, ટી.ડી.એસ તથા કેપીટલ ગેઈનની પ્રકીયાને સરળ કરવા તથા ખાસ કરીને ટીડીએસ નિયત સમયમાં નહી ભરાય તો તેને અપરાધ નહી ગણી નાના અને પ્રમાણિત કરદાતાઓને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરવા જાહેરાત કરી છે તે આવકાર્ય છે.
(૧૦) દેશના કૃષિ/વ્યાપાર/ઉદ્યોગ ક્ષેત્રની સાથેસાથે સામાન્ય માનવી માટે પણ ખાસ કરીને આવક વેરાની મર્યાદામાં વધારે કરવા, સ્ટાન્ડર્ડ ડીડકશન રૂ/-૫૦,૦૦૦ થી વધારી રૂ/-૭૫,૦૦૦ કરવાની, તથા ફેમીલી પેન્શન માટેની મર્યાદા અગાઉ જે રૂ/-૧૫,૦૦૦ હતી તેમાં વધારો કરી રૂ/-૨૫,૦૦૦ કરવાની જાહેરાત કરી છે જેના લાભ કરાડા કરદાતાઓ તથા આમ આદમીને મળશે જે આવકાર્ય બાબત છે.
(૧૧) માનનીય નાણામંત્રીશ્રીએ તેમના વકતવ્ય દરમ્યાન રીયલ એસ્ટેટ પરનું ઈન્ડકક્ષેશન નાબુદ કરી દરેક સોદાઓ ઉપર ૧૨.૫% નો ટેકસ નકકી કરેલ છે જેનાથી સરકારશ્રીને મોટી આવક થશે અને જેને સમગ્ર દેશના વિકાસ માટે ઉપયોગ શક્ય બનશે. પરંતુ પ્રોપર્ટીમાં ડીલીંગ કરતા લોકો માટે એક વધારાનો બોજ ઉભો થશે તેવું માનવું છે.
(૧૨) ઐધાગિક એકમોમાં નવા કામદારનું પ્રાવીડન્ડ ફંડ રજીસ્ટ્રેશન કરાય તો તે કામદારનું પ્રથમ મહિનાનું પ્રોવીડન્ડ ફંડ કૉન્ટ્રીબ્યુશન સરકારશ્રી તરફથી ચુકવાશે તેવી પણ જાહેરાત કરાઈ છે તે પણ આવકાર્ય બાબત છે.
(૧૩) ઉદ્યોગ જગતની સાથે તેમાં કામ કરતાં કામદારમીત્રોને પણ રહેણાંકીય સુવિધાઓ ઉપલબ્ધ બની શકે તે માટે ઔદ્યોગિક કામદારો માટે ભાડેથી રહેણાંકની સુવિધા ઉપલબ્ધ કરાવવાની પણ જાહેરાત કરી છે જે આવકાર્ય બાબત છે.
એકંદરે માનનીય નાણામંત્રીશ્રીએ મંદીથી અસરગ્રસ્ત દેશના અર્થતંત્રને વેગ આપવા માટે કોઈ વધારાનું કરભારણ નહી નાખી દેશને વિકાસલક્ષી બજેટ આપવાના નિષ્ઠાપુર્વકના પ્રયત્નો કરેલા છે. સંસ્થાએ આપેલ ઉપરોકત મંતવ્યો/તારણો પ્રાથમિક હોય વધું વિગતો અંદાજપત્રનો અભ્યાસ કર્યા બાદ જાણી શકાશે તેમ જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખશ્રી લાખાભાઈ એમ. કેશવાલાની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech