જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ૪૪૮ કરોડનું બજેટ મંજૂર

  • March 27, 2025 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ જિલ્લ ા પંચાયતમાં ત્રણ દિવસ પહેલા બજેટ બેઠક યોજાઈ હતી પરંતુ સભ્યો અને અધીકારી વચ્ચે વિવાદ થતા બેઠક રદ થઈ હતી. આજે બજેટ મંજુર કરવા સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ૪૪૮ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. દર્શાવેલ બજેટમાં સ્વભંડોળની સિલક ૯૨.૫૫ લાખ દર્શાવવામાં આવી હતી યારે ૧૪૬.૬૨ કરોડની બધં સિલક દર્શાવવામાં આવી દર્શાવવામાં આવી છે. સ્વભંડોળ ની આવક ૩૫૫.૫૭ લાખ દર્શાવવામાં આવી છે. સ્વંડોળનો ખર્ચ ૩૫૪.૨૦ યારે વર્ષ ૨૦૨૫–૨૬ નો સ્વભંડળનો ખર્ચ અંદાજિત ત્રણ કરોડ આસપાસ દર્શાવવામાં આવ્યું છે. જીલ્લ ા પંચાયતના બજેટમાં પશુપાલન આરોગ્ય અને ખેતી ક્ષેત્રે એક પણ રકમની જોગવાઈ કરાવમાં આવી નથી,યારે શિક્ષણ ક્ષેત્રે પણ મામૂલી રકમની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ નવા વાહન ખરીદવા ૩૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ગત વર્ષે જીલ્લ ા પંચાયતના સભ્યોના વિસ્તારમાં વિકાસ માટે ૬૦ લાખ પીયાની જોગવાઈ .કરવામાં આવી હતી.
ગતવર્ષે જી.પં.ના સભ્યોને વિસ્તારમાં વિકાસ કામ માટે ૬૦ લાખ હતા આ વખતે એક પણ પિયાની રકમની ફાળવણીની જોગવાઈ કરવામાં આવી નથી જેથી સભ્યોમાં પણ અંદરખાને કચવાટ ફેલાયો છે.ગત તા.ર૪ના સોમવારે જૂનાગઢ જીલ્લ ા પંચાયતની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બજેટ પસાર કરવા માટે સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જીલ્લ ા વિકાસ અધકારીએ બેઠક પૂર્વ સભ્યોને જ આગળની હરોળની ખુરશીમાં બેસવા જણાવતા સભ્યના પતિએ ઉભા થઈ અન્ય સભ્યોને વોકઆઉટ કરાવ્યું હતું. આ વિવાદથી બજેટ બેઠક રદ થઈ હતી.આજે યોજાયેલી સાધારણ સભામાં જિલ્લ ા પંચાયતનું બજેટ મંજુર થયું હતું. જિલ્લ ા વિકાસ અધિકારી નીતિન સાંગવાન,જિલ્લ ા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર , સ્ટેન્ડિંગ ચેરમેન દિલીપસિંહ સિસોદિયાની ઉપસ્થિતિમાં યોજાયેલ જિલ્લ ા પંચાયતના બજેટ સંદર્ભે સાધારણ સભાની બેઠકમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ ૨૦૨૫–૨૬ ની ઉઘડતી સિલક ૯૨.૫૫, વર્ષની અંદાજિત આવક ૩.૫૫ કરોડ દર્શાવવામાં આવી છે. અને અંદાજિત ખર્ચ ૩.૧ કરોડનો દર્શાવવામાં આવ્યો છે. જૂનાગઢ જીલ્લ ામાં પ૬પ ગામ આવેલા છે .જેમાથી પર૧ મહેસુલી ગામ છે. તેમાં ૪૯૧થી ૪૮૦ સ્વતત્રં અને ૧૧ જૂથ ગ્રામ પંચાયત આવેલી છે. જીલ્લ ા પંચાયતના સતાધીશો દ્રારા જીલ્લ ાના ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામ કરવાના દાવાઓ કરવામાં આવે છે પરંતુ બજેટમાં જે જોગવાઈ કરવામાં આવી છે તેના પરથી આ વિસ્તારમાં કેમ વિકાસ થશે તે એક સવાલ છે. રજુ થયેલ જીલ્લ ા પંચાયતના ૪.૪૮ કરોડના બજેટમાં  ખેતીવાડી, આરોગ્ય, પશુપાલન, આર્યુવેદ, સિંચાઈ, મહિલા અને બાળ વિકાસ ક્ષેત્ર માટે કોઈ રકમની જોગવાઈ કરવામાં આવી નથી. યારે જીલ્લ ા પંચાયત માટે નવા વાહન ખરીદવા માટે ૩૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. સ્વભંડોળમાથી ખરીદ કરવામાં આવેલા વાહનના ઈધણ અને નિભાવણી ખર્ચ પેટે ૬ લાખ, પંચાયત શાખા માટે આઉટ સોર્સથી વાહન ભાડે રાખવા પાંચ લાખની જોગવાઈ કરવામાં આવી છે. યારે જીલ્લ ા પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતી ગ્રામ પંચાયતની હદ કે હદ બહાર ખુટતી સુવિાૃધાઓ વાૃધારવા લોકફાળો, નાણાં પચં તથા જીલ્લ ાના અન્ય વિકાસ કામ માટે ૮૩ લાખની જોગવાઈ કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓમાં ભૌતિક સુવિધા જેવી કે પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ અને મરામત માટે ૧૦ લાખ અને શૈક્ષણિક ફોર્મ, સ્ટેશનરી, રજીસ્ટર સહિતના ખર્ચ માટે દોઢ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

પ્રમુખ પદાધિકારીઓની ચેમ્બરમાં આગતા સ્વાગતા માટે ખર્ચની જોગવાઈ
જીલ્લ ા પંચાયતના બજેટમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદાધકારીઓની ચેમ્બરમાં આગતા સ્વાગતાના ખર્ચની ગત વર્ષે ૧.ર૦ લાખની જોગવાઈ હતી. તેમાં આ વખતે ૮૦ હજારનો વધારો કરી ર લાખ કરવામાં આવ્યો છે. જેમાં પ્રમુખની ચેમ્બરના ૧ લાખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતી તથા અન્ય સમિતીઓના અધ્યક્ષ માટે વાર્ષિક ૧૦ હજારની ખર્ચ મર્યાદા રાખવામાં આવી છે. યારે વર્ગ–૪ના કર્મચારીના ગણવેશ અને ધોલાઈ ભથ્થાના ખર્ચ માટે ૧ લાખ તથા ટેલીફોન ખર્ચ પેટે ૩ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

જિલ્લા પંચાયત બિલ્ડિંગનું રિનોવેશન

જૂનાગઢ જીલ્લ ા પંચાયતના બિલ્ડીંગ અને અધકારી, કર્મચારીની બેઠક વ્યવસ્થા તથા કચેરીના રિનોવેશન માટે ગત વર્ષે પાંચ લાખની જોગવાઈ હતી જે આ વખતે તેની બે ગણી એટલે કે ૧૦ લાખની કરવામાં આવી છે. યારે ડીડીઓના બંગલાના રિનોવેશન ખર્ચ માટે જે પાંચ લાખની જોગવાઈ હતી. તે ૭.પ૦ લાખ કરવામાં આવી છે. તો પ્રમુખના બંગલાની મરામત, જાળવણી અને ફર્નીશીંગ માટે પાંચના બદલે ત્રણ લાખની જોગવાઈ રાખવામાં આવી છે. યારે જીલ્લ ા પંચાયત ભવનમાં સફાઈ, લાઈટ બિલ, સિકયુરીટી ખર્ચ માટે ર૦ લાખની જોગવાઈ યથાવત રાખવામાં આવી છે.

ડિજિટલ પરંતુ ગ્રામ્ય વિસ્તારને એક પણ રકમ નહીં
સરકાર દ્રારા સમગ્ર સરકારી કામગીરીની પ્રક્રિયા ડિજિટલ કરવામાં આવી હોવાનું કહેવામાં આવે છે જિલ્લ ા પંચાયતના બજેટ બેઠકમાં ગ્રામ પંચાયતમાં સ્માર્ટ ગવર્નન્સ ડિજિટલ ઇન્ડિયા અને વાઇફાઇ કે ઇ સેવા સેન્ટર સુવિધા પૂરી પાડવા એક પણ નકામની જોગવાઈ કરવામાં આવી નથી. તથા ગ્રામ પંચાયતને કોમ્પ્યુટર નેટવર્કથી જોડાણ માટે કોમ્પ્યુટર ખરીદી કે ટાવર ઉભા કરવા મરામત ખર્ચની પણ કોઈ જોગવાઈ કરવામાં આવી નથી જોકે ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્ક પ્રોબ્લેમ  હોવાના કારણે ડિજિટલમાં એક પણ પિયાની ફાળવણી ન કરવાનો અંદાજ સેવાઈ રહ્યું છે.

પાંચ શાખામાં એક પણ રકમના ખર્ચની જોગવાઈ નહીં
જોકે જિલ્લ ા પંચાયતના અન્ય વિભાગો જેવા કે આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન, સિંચાઈ અને મહિલા બાળ વિકાસ સહિતના વિભાગમાં એક પણ રકમની જોગવાઈ કરવામાં આવી નથી.


વિવિધ ક્ષેત્રમાં ફાળવેલ રકમ
જિલ્લ ા પંચાયતની સાધારણ સભામાં યોજાયેલ બજેટમાં શિક્ષણ ક્ષેત્રમાં ૧૧.૫૦ લાખ ,આંકડા ક્ષેત્રમાં અડધો લાખ, સમાજ કલ્યાણ  ક્ષેત્રમાં ૧૦ લાખ, બાંધકામ ક્ષેત્રમાં સૌથી વધુ ૯૦ લાખ, પ્રકિર્ણ (કુદરતી આફત)યોજનાના કામમાં ૨ લાખ ની ફાળવણી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application