ધારાસભ્ય હેમંત ખવાએ કહ્યું-ખેડૂતો યુવાઓ અને ગ્રામીણ લોકો સાથે અન્યાય કરાયો છે: ચાર-ચાર ધારાસભ્ય આપનાર જામનગરને એક પણ ફદીયું અપાયું નથી
ગુજરાત સરકારનું બજેટ જામનગર માટે નિરાશાજનક છે, ખેડૂતો, યુવાઓ અને ગ્રામીણ લોકો સાથે અન્યાય કરવામાં આવ્યો છે તેમ બજેટ પર પ્રતિક્રિયામાં જામજોધપુર, લાલપુરના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું છે અને કહ્યું છે કે, જામનગરના લોકોના ફાળે માત્ર હતાશા જ આવી છે.
હેમંત ખવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તાજેતરમાં સરકાર દ્વારા ૩,૩૨ ૪૬૫ કરોડનું જંગી કદ ધરાવતું ગુજરાતના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરાયુ. આંકડાની માયાજાળ દર્શાવી સત્તાધીશોએ વાહવાહી પણ લૂંટી લીધી છે. બજેટમાં ગુજરાતને એસજી ગુજરાત બનાવવાની ડાહી ડાહી વાતો કહેવામાં આવી છે. જોકે આટલા જંગી કદના બજેટમાં જામનગરના નામ માત્રનો ક્યાંય ઉલ્લેખ થયો નથી. ઉપરાંત રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે પણ કોઈ ખાસ મોટા આયોજનબધ્ધ જાહેરાત કરાઈ નથી. જેથી સૌરાષ્ટ્રની નેતાગીરી વધુ એક વખત વામળી પુરવાર થઇ છે. જામનગરની જનતાએ ખૂબ વિશ્ર્વાસ અને વિકાસકામોની આશા અપેક્ષા અને જનસમર્થન સાથે ભાજપના ચાર ચાર ધારાસભ્ય આપ્યા છે. ગુજરાત સરકારમાં પણ હાલારનું પ્રતિનિધિત્વ હોવા છતાં જામનગરના નામે બજેટમાં એક ફદીયુ’ય ફાળવવામાં આવ્યું નથી જેથી જામજોધપુર, લાલપુર વિધાનસભાના બેઠકના ધારાસભ્ય હેમંત ખવાએ આ બજેટને નિરાસાજનક ગણાવ્યું છે. વધુમાં ખેડૂતો, યુવાઓ અને ગ્રામીણ લોકોને પણ દેખીતો અન્યાય કર્યો છે.
ખાસ વાત એ છે કે આ બજેટમાં ખેડૂત અને ગ્રામીણ લોકોને અપેક્ષા મુજબ સહેજ પણ પ્રાધાન્ય આપાયું નથી. શહેરી વિસ્તારને વિકાસનો પંથ આપવા માટે સરકાર દ્વારા રુપિયા ૨૧,૬૯૬ કરોડની જોગવાઈ કરાઈ છે. જે બેશક આવકારદાયક બાબત છે. જેની સરખામણીએ ગામડા સાથે હળાહળ અન્યાય થયો છે. જેને લઈને સરકારની ગામડા વિરોધી નીતિ વધુ એક વખત લોકો સામે ઉઘાડી પડી છે. કારણ કે ૬૫ ટકાથી પણ વધુ વસ્તી ધરાવતા ગ્રામ્ય વિસ્તાર માટે માત્ર રુપિયા ૧૨,૧૩૮ કરોડની જ મામુલી જોગવાઈ કરાઈ છે. જે ગામડાના લોકોની ભરપૂર ઉપેક્ષાનો બોલતો પુરાવો છે. ગાંધીજી એવું કહેતા હતા કે સાચું ભારત ગામડામાં વસે છે’ જેથી ગામડાનો વિકાસ જરુરી છે. પરંતુ આ સરકારમાં ગામડાના વિકાસ માટેની વીટંબણાં દૂર થતી નથી.
બીજી તરફ જે પાયા પર આ દેશ ઉભો છે તે ખેતી અને ગુજરાતનો ખેડૂતો સમૃદ્ધ થાય તે દિશામાં પણ સરકારની કોઈ નક્કર જોગવાઈ બજેટમાં દેખાઇ નથી. ખેડૂતો માટે કોઈ ખાસ જોગવાઈ ન કરીને સરકારે પોતે ખેડૂત વિરોધી હોવાનું પુરવાર કરી બતાવ્યું છે. ખાતર, બિયારણ મંજૂરી ખર્ચમાં તોિંતગ વધારા વચ્ચે પણ ખેડૂતોને ભાવઘટાડાની કોઈ રાહત અપાઈ નથી. ખેડૂતોને અપાતા ધિરાણ અને વ્યાજદરની રાહતની મર્યાદાઓમાં પણ કોઈ વધારો કરાયો નથી. ૩ લાખના ધિરાણ સુધી જ વ્યાજદરમાં રાહત યથાવત રહેતા ૫ લાખ સુધીની મર્યાદા મામલે ખેડૂતોના ઓરતા આધુર જ રહ્યા છે. ખેડૂતોએ હજારો વખત રજૂઆતો, ધરણા આંદોલનો કર્યા છતાં સરકાર સુધી ખેડૂતોનો અવાજ પહોંચાડવા નેતાઓ નિષફળ નીવડ્યા છે.
વિકાસના પંથે આગળ વધતા સૌરાષ્ટ્રમાં ફોરલેન, સિક્સલેન માર્ગોની તાતી જરુરિયાત છે. છતા આ દિશામાં એક પણ મોટી જાહેરાત થઈ નથી. સૌની યોજના હેઠળ પાણીની પાઇપલાઇન માટે નવા કામોનો પણ ખાસ કોઈ ઉલ્લેખ નથી. વર્ષોથી સૂકા પ્રદેશ તરીકે જાણીતા સૌરાષ્ટ્રમાં ક્યાંય મોટા ડેમ બનાવવાનો પણ બજેટમાં ક્યાંય ઉલ્લેખ નથી. સૌરાષ્ટ્રમાં વિશાળ જળાશય બનાવવામાં આવે તો દરિયામાં વહી જતા પાણીનો સંગ્રહ થાય અને જેથી પીવાના પાણી અને ખેડૂતોને િંસચાઇની સમસ્યા હલ થઈ શકે અને ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખુલી શકે, વધુમાં નાના નાના કામનોને મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યનથી મોટા બતાવી નેતાઓવાણી વિલાસ કરવાનું સહેજ પણ મોકો ચૂકતા નથી. પરંતુ બજેટમાં જામનગરને અન્યાય મામલે કોઈ બોલવા તૈયાર નથી. વધુમાં સ્થાનિક નેતાઓ ઇચ્છતા હોત તો બ્રાસ ઉદ્યોગ માટે રાહત, પીરોટન ટાપુ રોજી પોર્ટ, અને ઐતિહાસીક સ્થળો તથા મંદિરોને પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી સ્થાનિક લોકોને રોજગારી આપી શકાય તે દિશામાં સાનુકૂળ નિર્ણય લેવાયો હોત. છતાં પણ બજેટમાં કોઈ ઉલ્લેખ નહિ.જેથી સરકાર માટે જામનગર જિલ્લો માત્ર વોટ પૂરતો જ મર્યાદિત રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે.તેમ ધારાસભ્ય હેમંત ખવા દ્વારા જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં વિશ્વાબેનની દીક્ષા નિમિત્તે વરઘોડો યોજાયો
December 21, 2024 01:02 PMજામનગરમાં આમ આદમી પાર્ટી દ્રારા કેન્દ્રીય ગ્રુહપ્રધાન અમિત શાહનો વિરોધ
December 21, 2024 12:59 PMજામનગર ક્રિકેટ બંગલો ખાતે જામનગર અને દુબઈ વચ્ચે અંડર 19 ક્રિકેટ મેચ
December 21, 2024 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech