જિલ્લા પંચાયતની બજેટ બેઠક યોજાશે

  • March 06, 2024 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરની જિલ્લા પંચાયતની સામાન્ય સભાની તેરમી સવાલો ખાસ બેઠક આવતી કાલે ગુરૂવારે જિલ્લા પંચાયત કચેરી સભાખંડ ખાતે યોજાશે. જેમાં જિલ્લા પંચાયત દ્વારા વિકાસના કર્યો અંગે આશરે રૂ. ૧૫.૨૬ અબજના અંદાજપત્રને મંજુરી આપવામાં બેઠકમાં ચર્ચા વિચારણા કરશે. ત્યારે વિપક્ષ કોંગ્રેસના સભ્યો અંદાજપત્રમાં ખામી કાઢી પ્રશ્નો ઉઠાવશે. આ સભામાં શાસક-વચ્ચે કામગીરીના પ્રશ્ને ચર્ચા થશે તેમ જણાય રહ્યુ છે. આ વિપક્ષના સભ્યો પડતર કામગીરીના પ્રશ્ન ઉઠાવશે અને પક્ષને ભીંસમાં લેશે તેમ ચર્ચાય રહ્યુ છે.

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ની અંદાજીત આવક રૂા. ૧૧,૪૯,૦૪,૧૧,૦૦૦ અને અંદાજીત ખર્ચ રૂા. ૧૧,૧૦,૩૦,૬૦,૩૦૦ રહેશે, સભામાં શાસક-વિપક્ષ વચ્ચે પડતર કામગીરીના પ્રશ્ને ચર્ચા જામશે


ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય ખર્ચ સભાની તેરમી ખાસ બેઠક આવતીકાલે તા. ૭ માર્ચને ગુરૂવારે સવારે ૧૧.૩૦ કલાકે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળશે. જેમાં ભાવનગર જિલ્લા પંચાયતના સામાન્ય અંદાજપત્ર સ્વભંડોળ, સરકારી દેવા ખાસ વિભાગનુ વર્ષ ૨૦૨૪-૨૫નુ અંદાજપત્ર તથા વર્ષ ૨૦૨૩-૨૪નુ સુધારેલ અંદાજપત્ર મંજુર કરવા નિર્ણય કરાશે. ભાવનગર જિલ્લા પંચાયતના અંદાજીત રૂ. ૧૫,૨૬,૭૦,૪૧,૧૪૬ના બજેટને મંજુરી આપવામાં આવશે. વર્ષ ૨૦૨૪-૨૫ની અંદાજીત આવક ३. ૧૧,૪૯,૦૪,૧૧,૦૦૦ અને અંદાજીત રૂ.૧૧,૧૦,૩૦,૬૦,૩૦૦ રહેશે. આગામી તા. ૩૧ માર્ચ-૨૦૨૫માં અંદાજીત સિલક રૂ. ૪,૧૬,૩૯,૮૦,૮૪૬ સામાન્ય સભામાં ઉપરાંત ગત તા. ૨૮/૧૧/૨૦૨૩ની મળેલ સામાન્ય સભાની બેઠકની કાર્યવાહી નોંધને ધ્યાને લઈ બહાલી આપવામાં આવશે. ગત તા. ૨૮/૧૧/૨૦૨૩ ની મળેલ ખાસ સામાન્ય સભાની બેઠકમાં થયેલ ઠરાવ અને લીધેલ નિર્ણયની અમલવારી નોંધને ધ્યાને લઈ બહાલી આપવામાં આવશે. ગત તા. ૨૮/૧૧/૨૦૨૩ ની સામાન્ય સભાની ખાસ બેઠકથી મળેલ જુદી-જુદી સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવી સહિતના ૧૦ ઠરાવને બહાલી આપવા નિર્ણય કરાશે. આ બેઠકમાં વિપક્ષ કોંગ્રેસની ભૂમીકા મહત્વની રહેશે. વિપક્ષ કોંગ્રેસના સભ્યો સવાલ ઉઠાવી શાસક પક્ષને ઘેરશે. વિપક્ષ કેટલીક પડતર કામગીરીના પ્રશ્ન ઉઠાવી શાસક ભાજપ પાસે જવાબ માંગશે તેમ જણાય રહ્યુ છે. જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાનાર સભાંમાં અબજોના વિકાસના કર્યો અંગે ચર્ચા વિચારણા બાદ મંજૂરી આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application