સન ૨૦૨૪ –૨૫ નું નવું અંદાજપત્ર બનાવવાની તૈયારી જોરદાર રીતે ચાલી રહી છે ત્યાં ચાલુ વર્ષના બજેટમાં વલસાડ જિલ્લાના વાપી ખાતે નવી વિજ્ઞાન વાણિય અને વિનિયન પ્રવાહ કોલેજ શ કરવાની જે જાહેરાત કરવામાં આવી હતી તે એકાએક રદ કરવામાં આવી છે અને હવે આ કોલેજ રાજકોટ જિલ્લાના જસદણ ખાતે શ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઉપસચિવ દ્રારા આ સંદર્ભે જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ જસદણમાં નવી સરકારી વિનયન અને વાણિય કોલેજને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જોકે વાપીમાં તો વિનિયન અને વાણિય ઉપરાંત વિજ્ઞાન પ્રવાહની કોલેજ પણ શ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ જસદણમાં નવી કોલેજ માટે કરાયેલી જાહેરાતમાં વિજ્ઞાન પ્રવાહની બાદબાકી કરી દેવામાં આવી છે.
સન ૨૦૨૩– ૨૪ ના અંદાજપત્રમાં બીન આદિજાતિ વિસ્તારની વડોદરા જિલ્લાની સાવલી, વલસાડ જિલ્લાની વાપી, અમરેલી જિલ્લામાં ખાંભા અને કચ્છ જિલ્લામાં અબડાસા ખાતે ચાર નવી સરકારી કોલેજ શ કરવા ની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત આદિજાતિ વિસ્તારમાં તાપી જિલ્લાના નિઝર, ડાંગ જિલ્લાના વઘઈ, નર્મદા જિલ્લાના ગડેશ્વર અને સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતે ચાર નવી સરકારી કોલેજો શ કરવા માટે જાહેરાત કરીને તે માટે જે નવી જગ્યાઓ ઊભી કરવામાં આવે તેના પગાર ભથ્થા ખર્ચ પેટે પિયા ૪૫૨ લાખની જોગવાઈ કરવામાં આવી હતી.
આ જાહેરાત કરવાની સાથે જ આજે તેમાં નવો નિર્ણય લેવામાં આવ્યો છે અને વલસાડ જિલ્લાના વાપી ખાતે નવી વિજ્ઞાન વાણિય અને વિનયન કોલેજ શ કરવા માટે જે મંજૂરી આપવામાં આવી હતી તે રદ કરીને રાજકોટ જિલ્લામાં જસદણ ખાતે નવી સરકારી વિનયન અને વાણિય કોલેજ મંજૂર કરવામાં આવી હોવાની જાહેરાત શિક્ષણ વિભાગના ઉપસચિવ અંકુરકુમાર ઉપાધ્યાયે કરી છે.
સરકારે લીધેલા આ નિર્ણયની જાણ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીને કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ પૂં થવા આડે હવે માત્ર બે મહિના જેટલો સમયગાળો બાકી છે ત્યારે ગ્રાન્ટ ઉપયોગમાં લેવા સહિતની બાબતે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં ભારે દોડધામ મચી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં વાદળાં ગાજશે: હવામાન વિભાગની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત
March 29, 2025 08:24 PMશુભમન ગિલે અમદાવાદમાં રચ્યો ઇતિહાસ, ગિલના 1000 રન પૂરા
March 29, 2025 08:20 PMધ્રોલ તાલુકાના વાકિયા ગામે થયેલ જીરું ચોરીનો મામલો
March 29, 2025 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech