પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાનને સંબંધીના ઝઘડામાં વચ્ચે પડતા તેના સંબંધી એ જ છરીના ઘા ઝીંકીને પતાવી દેતા ભારે ગમગીની ફેલાય છે.
બનાવાની વિગત એવી છે કે પોરબંદરના વીરડી પ્લોટ વિસ્તારમાં રહેતા નિતીન રાજુ સાદીયા નામના યુવાનને કોઈ ઝઘડામાં છરીના ઘા મારી દેવામાં આવતા અત્યંત ગંભીર હાલતમાં તેને સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન નીતિનનું મોત નિપજ્યું હતું.
બનાવની જાણ થતા કીર્તિ મંદિર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે અને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મૃતક યુવાનના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી એવા પ્રાથમિક વિગત એવી સામે આવી છે કે નીતિન ના પિતા રાજુભાઈ સાદીયા વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા અને તે પોતાના મોટા બાપુ સાથે રહેતો હતો અને તેઓએ તેમનો ઉછેર કર્યો હતો.તેના મામાની પુત્રી ના પતિ દ્વારા આ કારનામાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા પણ પ્રાથમિક તબક્કે તપાસ હાથ ધરવામાં આવી છે. તેઓના ઝઘડામાં વચ્ચે ફરતા નિતીનને મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખની એ છે કે વિરડી પ્લોટ વિસ્તારમાં અવારનવાર નાના-મોટા ડખા થતા રહે છે અને તેથી પોલીસ દ્વારા પેટ્રોલિંગ પૂરતા પ્રમાણમાં કરવામાં આવે તેવી સ્થાનિક કક્ષાએથી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. આ વિસ્તારમાં દાડિયાઓનો અને દારૂના ધંધાર્થીઓનો ત્રાસ પણ બેફામ વધ્યો છે અને તે અંગે લેખિતમાં રેન્જ આઈજી સુધી ફરિયાદો થઈ હતી. તેથી આ વિસ્તારમાં કડક પોલીસ પેટ્રોલિંગની માંગણી વધુ એક વખત થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્ર્ર–કચ્છમાં શિયાળાની મોસમ ખીલી ગિરનાર પર્વત પર ૧૦.૧ ડિગ્રી તાપમાન
November 25, 2024 11:59 AMત્યકતાની છરીના ઘા ઝીંકી હત્યા: આરોપી પૂર્વ જેઠના પુત્ર સહિત ચાર ઝડપાયા, એકની શોધ
November 25, 2024 11:53 AMરાજકોટ શહેર પોલીસ ફરી જૂના માર્ગે? EOWના પીઆઇ લીવ રિઝર્વમાં મુકાયા
November 25, 2024 11:51 AMરાજયમાં નકલીની બોલબાલા? અમદાવાદમાં ડુપ્લિકેટ IAS વાંકાનેરનો ભેજાબાજ ઝડપાયો
November 25, 2024 11:48 AMનાગેશ્ર્વરના ભીમગજા તળાવ પાસે 24 કુંજ પક્ષીઓની નિર્દયી હત્યાની તટસ્થ તપાસ જરૂરી
November 25, 2024 11:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech