જામનગરમાં લાંચિયો જમાદાર ઝડપાયો.... 15000 ની લાંચ લેતા એસીબીના છટકામાં આવ્યો
જામનગરમાં જમાદાર ₹15,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે.... ફરિયાદી પાસે પૈસા હતા નહીં એટલે એમને એસીબીમાં જાણ કરી હતી અને એસીબી દ્વારા રામેશ્વરનગરમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું જ્યાં જમાદાર રંગે હાથે 15000 રૂપિયા લેતા ઝડપાયા છે
ફરિયાદીના સબંધીને આરોપીએ અગાઉ દારૂની એક બોટલ સાથે પકડેલ જે અન્વયે આરોપી ફરીયાદીને મળેલ અને કહેલ કે, તમારા સબંધીના કેસમાં વહીવટના રૂા.૧૫,૦૦૦/- આપવા પડશે તેમ કહેતા ફરીયાદીએ પોતાની પાસે સગવડતા ન હોય તેવુ જણાવતા આરોપીએ તેના બદલે ઘઉં તથા જીરાની માંગણી કરેલ પરંતુ ફરીયાદીએ આરોપીને તમારી રીતે ઘઉં લઇ લેવા જણાવતા આરોપીએ રૂ.૧૫,૦૦૦/- ની માંગણી કરેલ જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા જે અન્વયે એસીબી એ લાંચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂપિયા ૧૫,૦૦૦/- માંગી સ્વીકારી સ્થળ પરથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી