રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૮માં અમીન માર્ગના હિંગળાજનગર ચોક નજીક મોબાઈલ કંપનીનો ટાવર ઉભો કરવા માટે રોડના સેન્ટ્રલ ડીવાઈડરમાં કરેલા ખોદકામ દરમિયાન પાણીની ૩૦૦ એમએમની વિસ્તારની મેઈન લાઈન તૂટી જતાં આજુબાજુની ૧૦ સોસાયટીઓમાં પાણી વિતરણ ખોરંભે પડી ગયું હતું.
વિશેષમાં આ અંગે ઈજનેરી સુત્રોમાંથી પ્રા વિગત મુજબ, અમીન માર્ગ ઉપર હિંગળાજનગર ચોકથી સૌરાષ્ટ્ર્ર હાઈસ્કૂલ તરફ જતાં રસ્તે ઈન્ડુસ ટાવર લિ. નામની કંપની દ્રારા મોબાઈલ ફોન માટેનો ટાવર સેન્ટ્રલ ડીવાઈડરમાં ઉભો કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન કરેલા ખોદકામ અંતર્ગત પાણીની મેઈન લાઈન તોડી નાખતા આજે સવારે હિંગળાજનગર ચોકથી પટેલ ભેળ ચોક સુધી પાણીની રેલમછેલ થઈ ગઈ હતી.
ઉપરોકત મેઈન લાઈન લીકેજ થતાં ટાગોરનગર, કોટેચાનગર, એસ્ટ્રોન સોસાયટી અને ગોવર્ધન સોસાયટી સહિત દશેક સોસાયટીઓમાં પાણી વિતરણ ખોરંભે પડી ગયું હતું. આ વિસ્તારોમાં સવારે ૧૦થી ૧૧ વચ્ચે પાણી વિતરણ થતું હોય છે. પરંતુ, આજે બપોરે ૪ કલાકથી વિતરણ શરૂ કરાયું હતું મતલબ કે ૭થી ૮ કલાક મોડુ પાણી વિતરણ થયું હતું. જોકે પાઈપલાઈન લીકેજ થતાં વિતરણ મોડુ થશે તેવી કોઈ આગોતરી જાણ કરાઈ ન હોય રહીશોમાં દેકારો બોલી ગયો હતો અને મહાનગરપાલિકા તેમજ નગરસેવકો ઉપર ફરિયાદોનો મારો ચાલ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech