જામનગરમાં કચરો ફેંકવા ગયેલી એક યુવતી પર નિર્લજ્જ હુમલો

  • January 15, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરિવારને પણ માર માર્યાની યોગેશ્ર્વરનગરના શખ્સ સામે ફરિયાદ

જામનગરમાં યોગેશ્વરનગર વિસ્તારમાં એક રહેતા એક શખ્સે પોતાના પાડોશમાં જ રહેતી એક યુવતી, કે જે કચરો ફેકવા ગઈ હતી, તેના પર નિર્લજ્જ  હુમલો કર્યો હતો, જયારે તેના પરિવારના સભ્યોને પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
જામનગરમાં યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા અજય દ્વારકાદાસ ગોંડલીયા ઉર્ફે અજલો બાવો નામના શખ્સે તેના પાડોશમાં જ રહેતી એક યુવતી, કે જે ઘર પાસે કચરો ફેંકવા ગઈ હતી, જે દરમિયાન તેણીના પીઠના ભાગે હાથ ફેરવી, તેણીના વાળ ખેંચીને નિર્લજ્જ  હુમલો કર્યો હતો.
ત્યારબાદ તેણીના ઘેર હાજર રહેલા કુટુંબી જેઠ અને તેની પત્ની તથા તેની પુત્રી કે જેને માથામાં પ્લાસ્ટિકનો પાઇપ મારી ધમકી આપી હતી. જેથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, દરમ્યાનમાં આરોપી અજલા બાવા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ ૩૫૪ -એ, ૩૨૩, ૫૦૪ તથા જીપીએક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ બનાવે આ વિસ્તારમાં ચકચાર જગાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application