દડીયા રોડ પર બે શખ્સ દારુની ૪ બોટલ સાથે ઝબ્બે : સપ્લાયરની સંડોવણી : બાવરીવાસમાં દેશી દારુ અંગે દરોડો
કાલાવડના મકાજી મેઘપર વાડીની ઓરડીમાં એલસીબીની ટુકડીએ દરોડો પાડીને વિદેશી દારુની ૩૯ બોટલ જપ્ત કરી હતી, જયારે આરોપી ફરાર થઇ ગયો હતો, દડીયા પુલ પાસેથી એક શખ્સ દારુની બોટલ સાથે અને રણજીતસાગર જવાના રસ્તેથી એક શખ્સ દારુની ૩ બોટલ સાથે ઝપટમાં આવ્યા હતા જેમાં એકનું નામ ખુલ્યુ હતું, ઉપરાંત બાવરીવાસમાં દેશી દારુ અંગે દરોડો પાડવામાં આવ્યો હતો.
જામનગર એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ પી.એન. મોરી અને સ્ટાફ પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા કાલાવડ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલસીબીના હરદીપભાઇ, મયુરસિંહને ખાનગી હકીકત મળેલ જેના આધારે કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામે રહેતા સંજયસિંહ જયવંતસિંહ સરવૈયાની કબ્જાની વાડીની ઓરડીમાં દરોડો પાડી ઇંગ્લીશ દારુની ૩૯ બોટલ કિ. ૧૫૬૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો અને પ્રોહીબીશન ધારા મુજબ ફરીયાદ દાખલ કરી હતી, દરોડા વખતે આરોપી સંજયસિંહ હાજર મળી આવ્યો ન હતો જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
બીજા દરોડામાં જામનગરના લાલપુર ચોકડી પાસે આવેલ જયોત જયોતી સોસાયટી શેરી નં. ૧માં રહેતા બાંધકામના ધંધાર્થી તેજસ મોહન વૈષ્ણવ (ઉ.વ.૨૫)ને વિદેશી દારુની એક બોટલ સાથે દડીયા જવાના પુલ પરથી પકડી લીધો હતો.
જયારે દડીયા ગામમાં રહેતા ભુપત ઉર્ફે મુન્ના રવજી મકવાણા નામના શખ્સને વિદેશી દારુની ૩ બોટલ સાથે દડીયાથી રણજીતસાગર જવાના રસ્તેથી પંચ-બી પોલીસે પકડી લીધો હતો. દારુનો જથ્થો શંકરટેકરીના રાહુલ સોલંકી નામના શખ્સે પુરો પાડયો હતો જેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જામનગરના ખુલ્લી ફાટક બાવરીવાસ ખાતે રહેતી લાજવંતી રમેશ પરમારના રહેણાંક ઝુપડેથી ૫ લીટર દેશી દારુ, ૯૦ લીટર આથો અને ચાલુ ભઠ્ઠીના સાધનો મળી આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech