૨૨૮ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી સાથે જામનગરના દારૂના ધંધાર્થીની અટકાયત: બનાસકાંઠાના સપ્લાયરને ફરારી જાહેર કરાયો
જામનગરમાં એક કાર મારફતે બનાસકાંઠાથી ઘુસાડવામાં આવી રહેલો ૨૨૮ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો સીટી એ. ડિવિઝન પોલીસે પકડી પાડ્યા છે, અને કાર અને દારૂ સાથે જામનગરના એક શખ્સ ની અટકાયત કરી છે, જ્યારે દારૂના સપ્લાયર બનાસકાંઠાના થરાદ ગામના એક બુટલેગરને ફરારી જાહેર કરાયો છે.
આદરોડા ની વિગત એવી છે કે જામનગરના સિટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતો ગુમાનસિંહ ઉર્ફે ધનો તખુભા જાડેજા નામનો શખ્સ કાર મારફતે જિલ્લા બહારથી ઇંગ્લિશ દારૂ નો જથ્થો લઈને આવી રહ્યો છે, જે બાતમીના આધારે વોચ ગોઠવી ઉપરોક્ત શખ્સને આંતરી લીધો હતો, તેની કારની તલાસી લેતાં કારમાંથી ૨૨૮ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે કાર અને ઇંગલિશ દારૂ વગેરે મળી રૂપિયા ૨,૧૪,૦૦૦ ની માલમત્તા કબ્જે કરી છે, અને આરોપી ગુમાનસિંહ જાડેજા ની અટકાયત કરી લઈ તેની સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધ્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામના કિરણ નામના એક શખ્સ પાસેથી ઉપરોક્ત દારૂ ન જથ્થો લઈને આવ્યો હોવાની કબુલાત આપતાં પોલીસે તેને ફરારી જાહેર કરી તપાસ નો દોર થરાદ સુધી લંબાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech