ખડિયાપરામાં રાત્રીના ઘર પર બોટલના ઘા: યુવતીને ઇજા

  • October 10, 2024 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રૂખડિયાપરામાં રાત્રિના શાંત શૂક્ષોએ અહીં રહેતા પરિવારના ઘર પર સોડા બોટલોના છૂટા ઘા કયર્િ હતા જેમાં યુવતીને પગમાં ઈજા પહોંચી હતી. અગાઉ બોલાચાલી થયા બાદ તે બાબતનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે પ્ર.નગર પોલીસે આરોપીઓ સામે રાયોટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રૂખડિયાપરામાં પંજેતન ચોક પાસે રહેતી આરજુ સલીમભાઈ જસરાયા(ઉ.વ 19) નામની યુવતીએ બનાવા અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સમીર ઉર્ફે ધમો બસીરભાઈ શેખ, અસલમ ઉર્ફે સર્કિટ બસીરભાઈ શેખ, જાહીર મોહમ્મદ ઉર્ફે રાજુ સંધવાની ઈસુભા ઉર્ફે ઈસોભા રિઝવાન દલ તથા ત્રણ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજના તેના નાનાભાઈ સમીરને ખોડીયારપરામાં રહેતો સમીર ઉર્ફે ધમો તેનું બાઈક લઇ મળવા આવ્યો હતો. ફરિયાદીનો નાનોભાઈ તથા ધમો બંને ઘર પાસે વાતો કરતા હતા. આ દરમિયાન તે ધમાના બાઈકમાં બેસી બહાર જતો હતો ત્યારે ફરિયાદીની માતા ફરીદાબેને પુત્રને કહ્યું હતું કે,ધમા સાથે બહાર ન જતો જેથી સમીર ઉર્ફે ધમાએ ફરિયાદીના માતાને ગાળો આપી હતી. બાદમાં તે અહીંથી જતો રહ્યો હતો ત્યારબાદ આ વાતનો ખાર રાખી રાત્રીના એકાદ વાગ્યા આસપાસ સમીર ઉર્ફે ધમો તથા તેનો ભાઈ અસલમ જાહીર ઈસુભા તેમજ ત્રણ અજાણ્યા શખસો અહીં આવ્યા હતા અને બેફામ ગાળાગાળી કરી સમીરના હાથમાં છરી હોય તેને ધમકી આપી હતી કે, જો તમે પોલીસ ફરિયાદ કરશો તો રૂખડીયાપરામાં રહેવું ભારે પડશે. તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ કાચની બોટલના છૂટા ઘા કયર્િ હતા. જેમાં ફરિયાદી યુવતી આરજૂને પગનાભાગે ઈજા પહોંચી હતી. જેથી તેને 108 મારફત સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ અંગે યુવતીની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે રાયોટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application