પોરબંદરમાં જલારામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોના અંદાજે આઠથી દસ કરોડ રૂપિયા ફસાઈ ગયા હતા અને આ બનાવમાં સોસાયટીના મેનેજર તેના પુત્ર અને પત્ની સામે ફરિયાદ થઇ હતી તે પૈકી અગાઉ મેનેજર અને તેના પુત્રની ધરપકડ કરી લીધા બાદ જેલહવાલે થયા હતા અને તેના ત્રણ મહિના પછી હવે મેનેજરની પત્ની એવી બ્યુટીપાર્લર ચલાવતી અને એ જ સોસાયટીની ડાયરેકટરની અને એ જ સોસાયટીના અન્ય એક ફાઉન્ડર ડાયરેકટરની પણ પોલીસે ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. મહત્વની બાબત એ છેકે આ મહિલાની અગાઉ આગોતરા જામીન અરજી નામંજૂર થઇ હતી.
પોરબંદરના વાડીપ્લોટમાં શાક માર્કેટ બહાર જલારામ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી શ કરીને તેના મેનેજર સંજય દાવડા અને તેની પત્ની સપના દાવડા સહિત પુત્ર મનન દાવડાએ લોકોની મરણમુડી સમા અંદાજે દસેક રોડ પિયા દૈનિક બચતના નામે ઉઘરાવ્યા બાદ બેંકમાંથી ઉપાડી લઈને નાસી ગયાના બનાવમાં પોલીસે જાન્યુઆરી મહિનામાં મનન દાવડાની ધરપકડ કરીને રિમાન્ડ લઈ જેલ હવાલે કર્યો હતો. ત્યારબાદ તેના પિતા એટલે કે મેનેજર સંજય દાવડાની પણ પોલીસે ધરપકડ કરી હતી અને તેને પણ જેલહવાલે કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પત્ની સપના દાવડાએ આગોતરા જામીન અરજી કરી હતી પરંતુ તે નામંજૂર થઇ હતી અને ત્યારથી તે પોલીસના હાથ આવી ન હતી.
બ્યુટીપાર્લરમાં ટ્રીટમેન્ટ કરાવનારી યુવતીઓના પણ ફસાયા હતા નાણા!
પોરબંદરમાં જલારામ ક્રેડિટ કો-ઓપરેટી સોસાયટીના મેનેજર સંજય દાવડાની પત્ની સપના દાવડા તેમાં ડાયરેક્ટર હતી અને વાડીપ્લોટમાં તેણે વર્ધમાન સામે ક્રિમન બ્યુટી પાર્લર શ કર્યું હતુ,ત્યારે એવી પણ વિગતો પ્રાપ્ત થઈ છે કે,અમુક યુવતીઓ અને મહિલાઓ પાસેથી હેર ટ્રીટમેન્ટ સહિત અલગ-અલગ ટ્રીટમેન્ટના નાણાં એડવાન્સમાં લીધા હતા અને તે ફરાર થઈ ગઈ હતી,ત્યારે માત્ર રોકાણકારોનો જ નહી બ્યુટીપાર્લરમાં જતી અનેક મહિલા ગ્રાહકોના પૈસા પણ સપના દાવડાએ બુચ માર્યાનું જાણવા મળ્યું છે! જો કે એ રકમ ૧૦,૦૦૦થી ઓછી હોવાથી કોઈ યુવતીઓ કે મહિલાઓ પોલીસ ફરીયાદ નોંધાવવા માટે આગળ આવી ન હતી.
ટકેટકનું કમાતા લોકોના ફસાયા નાણા
અનેક રોકાણકારો જણાવી રહ્યા છે કે,અમે શાકભાજી વહેચીને, નિરમા ફેક્ટરીમાં કાળી મજુરી કરીને, મૃતક પુત્રની વિમાની આવેલી રકમની બચત કરીને, તો કોઈએ ચા-પાનની રેકડીઓ કાઢીને દિવસ-રાત મહેનત મજુરી કરી દૈનિક બચત કરી હતી અને સંજય દાવડા તથા તેની પત્ની સપના દાવડા અને મનનને પૈસા સોંપ્યા હતા.પરંતુ અમારા ફસાઈ ગયેલા નાણા ક્યારે પરત મળશે? પોલીસ જે રીતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરે છે એ રીતે અમારા નાણા પરત કરવા માટે પણ આયોજન કરે તેવી અમારી માંગણી છે તેમ લોકોએ ઉમેર્યું હતું.
પોરબંદર આવતા જ પોલીસે કરી કાર્યવાહી
જાણવા મળતી વિગત પ્રમાણે સપના દાવડા પોરબંદર આવી હોવાની માહિતીના આધારે એ.એસ.પી. સાહિત્યા વી. તથા કમલાબાગ પોલીસમથકના ઇન્સ્પેકટર રાજેશભાઇ કાનમીયા સહિતની ટીમે સપના દાવડા અને તેની સાથે અન્ય એક ફાઉન્ડર ડાયરેકટર મુંજાજી ઓડેદરાની વિધિવત અટકાયત કરીને આગળની પૂછપરછ હાથ ધરી છે અને આ સપના કયા રોકાઇ હતી? કોણે આસરો આપ્યો હતો? સહિતની વિગતો બહાર લાવવા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અને તેમને રીમાન્ડ ઉપર લેવાશે તેમ જાણવા મળ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech