ભારતના બે સૌથી મોટા દુશ્મન ચીન અને પાકિસ્તાન પીઓકેમાં એકસાથે જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનનો મુખ્ય સાથી ચીન છે, જેણે છેલ્લા ત્રણ વર્ષથી જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સૈન્યની સંરક્ષણ ક્ષમતાઓને સક્રિય રીતે વધારી છે. જેમાં સ્ટીલહેડ બંકર અને ડ્રોનનું નિર્માણ સામેલ છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ચીનની સહાયતા પણ અત્યતં એનક્રિપ્ટેડ કોમ્યુનિકેશન ટાવરની સ્થાપના અને નિયંત્રણ રેખા પર ભૂગર્ભ ફાઇબર કેબલ નાખવા સુધી વિસ્તરે છે.આ ઉપરાંત, ચીની બનાવટની રડાર સિસ્ટમ જેવી કે જેવાય અને એચજીઆર શ્રેણીને મધ્યમ અને ઓછી ઉંચાઈના લયોને શોધવા માટે તૈનાત કરવામાં આવી છે. તેઓ પાકિસ્તાની સેના અને હવાઈ સંરક્ષણ એકમોને મહત્વપૂર્ણ ગુચર સહાય પૂરી પાડે છે. આ સિવાય ચીનની એક કંપની દ્રારા બનાવવામાં આવેલી ૧૫૫ એમએમની ટ્રક–માઉન્ટેડ હોવિત્ઝર તોપ –૧૫ને એલઓસીની સાથે ઘણી જગ્યાએ તૈનાત કરવામાં આવી છે. આ પગલાને બંને દેશોના સંબંધોને મજબૂત કરવા અને પીઓકેમાં ચીનના રોકાણને બચાવવાના પ્રયાસોના ભાગ પે જોવામાં આવે છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચીન સતત પોતાની હાજરી વધારી રહ્યું છે. ચીન અહીં સતત બંકરો બનાવવાનું કામ કરી રહ્યું છે. ચીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હથિયાર અને રડાર આપ્યા છે. આ સિવાય તેણે બંકરોના નિર્માણમાં પણ મદદ કરી છે
ચીને રસ્તા બનાવવાનું શરૂ કયુ
અધિકારીઓનું કહેવું છે કે પીએલએના અધિકારીઓ ફોરવર્ડ પોસ્ટ પર હાજર નથી, પરંતુ કેટલાક ઈન્ટરસેપ્ટથી જાણવા મળ્યું છે કે ચીનના સૈનિકો અને એન્જિનિયરો ભૂગર્ભ બંકરોના નિર્માણ સહિત એલઓસી પર ઈન્ફ્રાસ્ટ્રકચરની સ્થાપનામાં રોકાયેલા છે. તેમણે કહ્યું કે ચીની નિષ્ણાતો પીઓકેની લિપા ખીણમાં ટનલ નિર્માણમાં રોકાયેલા છે, જે કારાકોરમ હાઇવે સાથે જોડવા માટે તમામ હવામાન માર્ગની તૈયારીનો સંકેત આપે છે.આ વ્યૂહાત્મક પગલું સીપીએસી પ્રોજેકટ સાથે સંબંધિત છે, જેનો ઉદ્દેશ્ય ચીનને ગેરકાયદે કબજા હેઠળના વિસ્તારથી પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ સાથે જોડવાનો છે.
પીઓકે પર ચીનની કંપનીનો કબજો
૨૦૦૭ માં, એક ચાઈનીઝ ટેલિકોમ કંપનીએ પાકિસ્તાની ટેલિકોમ કંપનીને હસ્તગત કરી અને ચાઈના મોબાઈલ પાકિસ્તાનની રચના કરી, જે ચાઈના મોબાઈલ કોમ્યુનિકેશન્સ કોર્પેારેશનની ૧૦૦ ટકા માલિકીની પેટાકંપની છે.ઓગસ્ટ ૨૦૨૨માં, પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીએ પીઓકે માટે ચાઈના મોબાઈલ પાકિસ્તાનના મોબાઈલ લાયસન્સનું નવીકરણ કયુ, જેનાથી તે આ પ્રદેશમાં નેકસટ જનરેશનની મોબાઈલ સેવાઓનો વિસ્તાર કરી શકે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech