જેતપુરમાં બુટલેગરો બેફામ: યુવાનને ધમકી આપી જીવતું રહેવું હોય તો છાનોમાનો રહેજે

  • June 19, 2023 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરમાં બુટલેગરો બેફામ બન્યા હોય તેમ પાંચ દિવસ પૂર્વે એલસીબીએ દારૂ પકડ્યો હોય તે બાબતનો ખાર રાખી અહીં ગોંડલ દરવાજા વિસ્તારમાં રહેતા યુવાનને તલવાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે યુવાની ફરિયાદ પરથી બે શખસો સામે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
​​​​​​​
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુર તાલુકાના ગોંડલ દરવાજા પાસે વણકરવાસમાં રહેતા રાજુ ઉર્ફે રાજકુમાર માધાભાઈ વેગડા (ઉ.વ ૪૨) દ્વારા જેતપુર સીટી પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જેતપુરના દેરડીધાર વિસ્તારમાં રહેતા ચિરાગ ઉર્ફે ભાયો અશોકભાઈ પરમાર અને ગોંડલ દરવાજા પાસે રહેતા કરણ ઉર્ફે ભૂરો અશોકભાઈ પરમારના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૧૫/૬ ના રોજ તે પોતાના ઘરે હતો ત્યારે તેમના મોબાઈલ પર ફોન આવ્યો હતો કે તમે ઇમર્જન્સી સ્મશાન ગ્રાઉન્ડમાં આવો તમારું કામ છે. જેથી યુવાન મદદ કરવાના આશય સાથે અહીં ગયો હતો.અહીં કરણ ઉર્ફે ભૂરો અને ચિરાગ ઉર્ફે ભાયો બંને ઊભા હોય અને તેમના હાથમાં તલવાર હોય તેણે યુવાનને ધમકી આપી હતી કે,આ તલવાર તારી સગી નહીં થાય તે જલબાવાના માણસોની દેશી દારૂ બાબતે એલસીબીને બાતમી આપી તું આમાં બહુ રસ લેશ તેમ કહી જીવતું રહેવું હોય તો છાનોમાનો રહેજે નહિતર જાનથી જઈશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જે તે સમયે યુવાને આ અંગે ફરિયાદ કરી ન હતી. બાદમાં તેણે આ મામલે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું હતું કે પાંચ દિવસ પૂર્વે એલસીબીએ અહીં દારૂની રેડ કરી હોય જે બાબતનો ખાર રાખી તેને ધમકી આપવામાં આવી હતી. આ મામલે જેતપુર પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application