સતં કબીર રોડ પરથી ઝડપાયેલા ૧૦૪ પેટી દાના કેસમાં ક્રાઈમ બ્રાંચે સૌરાષ્ટ્ર્રના નામીચા બુટલેગરોની યાદીમાં સમાવિષ્ટ્ર ફિરોઝ ઉર્ફે ફીરીયાને ઝડપી લીધો હતો. નામચીન બુટલેગરની ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આકરી પુછપરછ કરવામાં આવી હતી.આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ મંજુર થયા છે.ફિરોઝના રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર્રમાં કેટલા કસ્ટમર છે? તેમજ તે માલ કોની પાસેથી મંગાવતો હતો તે મુદા પર પોલીસ તપાસ ચલાવી રહી છે.એક સમયે પોલીસના મિત્રની છાપ ઘરાવતા બુટલેગર પાસેથી પોલીસ માહિતી ઓકાવી શકશે કે ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવશે તેને લઇ ભારે ચર્ચા જાગી છે.
થોડા સમય પહેલાં જ ક્રાઈમ બ્રાંચે સતં કબીર રોડ પર આવેલા અજય મોહન સરવૈયાના ડેલામાંથી ૧૦૪ પેટી અંગ્રેજી દા કબ્જે કર્યેા હતો. જેમાં ફિરોઝના સાગરીત કમ મિત્ર ધવલ સાવલીયાની સંડોવણી ખુલતા ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં ફિરોઝનું નામ ખુલતા ક્રાઇમ બ્રાંચ દ્રારા ફિરોઝ ઉર્ફે ફિરીયો હાસમ મેણુ (ઉ.વ.૪૨, રહે. દેવપરા મેઈન રોડ, રાજકોટ) ની ઘરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં જ ગોંડલ પંથકમાંથી ૧૦.૭૬ લાખનો અંગ્રેજી દા પકડાયો હતો. જેમાં ફિરોઝનું નામ ખુલતા તેની એલસીબીએ ધરપકડ કરી હતી. તપાસના અંતે ગોંડલ સબ– જેલ હવાલે કર્યેા હતો. જયાંથી ક્રાઈમ બ્રાંચે કબ્જો મેળવ્યો હતો.
પોલીસ માટે ફિરોઝ કમાઉ દિકરા સમાન ગણાય છે. આજ કારણથી કહે છે કે તે પકડાયા બાદ પોલીસ તેની મોટાભાગે આકરી અને આગવી પૂછપરછ કરવાનું ટાળે છે. જે બાબત જાણતો ફિરોઝ જેલમાંથી છૂટયા બાદ ફરીથી પોતાનું નેટવર્ક શ કરી દે છે. આ સ્થિતિમાં ક્રાઈમ બ્રાંચે આ વખતે તેની આગવી ઢબે પૂછપરછ કરી હતી.એવું પણ જાણવા મળ્યું છે કે, ફિરોઝની પૂછપરછમાં એડિશનલ પોલીસ કમિશનર વીધિ ચૌધરી, ક્રાઈમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ભરત બસીયા પણ જોડાયા હતા.
આરોપીના સોમવાર સધીના રિમાન્ડ મંજુર થયા છે.રિમાન્ડ દરમિયાન પોલીસ ફિરોઝ ઉર્ફે ફિરીયાના રાજકોટમા તથા રાજકોટ બહાર સૌરાષ્ટ્ર્રમાં કેટલા કસ્ટમર છે? તે દા કોને પાસેથી મંગાવે છે દાની હેરફેરના આ નેટવર્કમાં તેની સાથે કોણ સંડોવાયેલ છે? સહિતની બાબતો અંગે પુછતાછ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે,નામચીન બુટલેગર ફિરોઝ ઉર્ફ ફિરયા સામે અગાઉ રાજકોટ શહેર તેમજ રાજકોટ ગ્રામ્ય અને મોરબી જિલ્લાના ટંકારા,વાંકાનેર સહિતના પોલીસ સ્ટેશનમા મળી દાના ડઝનેક ગુના નોંધાઇ ચૂકયા છે.તે પાસા હેઠળ જેલયાત્રા પણ કરી આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMહલ્દીમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને મળશે ચમકદાર ત્વચા
December 23, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech