લોકસભાની આગામી ચૂંટણી વધુમાં વધુ મતદાન થાય તેમજ ગત વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓનું મતદાન ઓછું થયું હોય તેવા ૩૬૧ બુથ મહાનગરપાલિકાની ચૂંટણી શાખાએ શોધી કાઢા છે અને આગામી ચુંટણીમાં આ તમામ બુથ ઉપર વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ લાવવા પ્રયાસો હાથ ધર્યા છે.
વિશેષમાં મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે ગત વિધાનસભા ચૂંટણીમાં થયેલા મતદાનનું વિસ્તૃત વિશ્લેષણ કરતા એવું માલુમ પડું કે પૂર્વ રાજકોટ, પશ્ચિમ રાજકોટ, દક્ષિણ રાજકોટ અને ગ્રામ્ય રાજકોટ સહિતના ચારેય વિધાનસભા મત વિસ્તારમાં મહિલાઓનું મતદાન ૫૦ ટકાથી ઓછું હોય તેવા કુલ ૫૮ બુથ છે અને પુષોની તુલનાએ મહિલાઓનું મતદાન ૧૦ ટકા કે તેથી વધુ ઓછું હોય તેવા કુલ ૩૦૩ બુથ છે. આ બન્ને મુજબના કુલ ૩૬૧ બુથ ઉપર મતદાન જાગૃતિ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. મહિલાઓનું મતદાન પચાસ ટકાથી ઓછું હોય તેવા સૌથી વધુ બુથ પશ્ચિમ રાજકોટમાં છે અને પુષોની તુલનાએ મહિલાઓનું મતદાન ઓછું હોય તેવા સૌથી વધુ બુથ દક્ષિણ રાજકોટમાં છે
મહિલાઓનું મતદાન ૫૦ ટકાથી ઓછું હોય તેવા બુથની સંખ્યા
પૂર્વ રાજકોટ ૦૬
પશ્ચિમ રાજકોટ ૩૨
દક્ષિણ રાજકોટ ૧૪
ગ્રામ્ય રાજકોટ ૦૬ (ફકત શહેરી વિસ્તાર)
કુલ બુથ સંખ્યા ૫
પુરુષોની તુલનાએ મહિલાઓનું મતદાન ૧૦ ટકા ઓછું હોય તેવા બુથની સંખ્યા
પૂર્વ રાજકોટ ૭૪
પશ્ચિમ રાજકોટ ૭૭
દક્ષિણ રાજકોટ ૧૦૧
ગ્રામ્ય રાજકોટ ૫૧ (ફકત શહેરી વિસ્તાર)
કુલ બુથ સંખ્યા ૩૦
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech