રાજકોટ શહેર મેટ્રો સીટી તરફ હરણફાળ ભરી રહ્યું છે. શૈક્ષણીક, ઔધોગીક, વેપારી સહિતના વિવિધ ક્ષેત્રે વિકાસ કરી રહેલા રાજકોટ શહેરમાં બદીઓ પણ ફત્પલીફાલી છે. ક્રિકેટ સટ્ટો અને એમસીએકસના કાળા કારોબારમાં બુકીઓ, સટ્ટાખોરોનો પગદંડો ધનાઢય પરિવારોના ટીનેજર્સ નબીરાઓ પર પણ પડયો છે. આવા ટીનેજર્સને ટાર્ગેટ કરી સટ્ટાના દલ દલમાં ફસાવી બુકીઓ બાળકો અને તેના પરિવારની જીંદગી પણ દોજખ જેવી કરી મુકે છે. આ બદી વધુ પ્રસરે એ પહેલા પોલીસે સુખી સંપન્ન પરિવારના કુમળી વયના સંતાનોને ટાર્ગેટ કરતા આવા બુકીઓ સામે લાલ આખં કરવાની કે આકરા બનવાની જરૂર છે.
રાજકોટ ક્રિકેટ સટ્ટો અને એમસીએકસમાં સૌરાષ્ટ્ર્રનું એપી સેન્ટર ગણાઈ રહ્યું છે. અહીંના બુકીઓના તાર દેશના અન્ય રાયો અને વિદેશ સુધી જોડાયેલા રહેતા હોવાની વાત છે. આવા કેટલાક બુકીઓ પોતાના ઠાઠમાઠ, ઝાકઝમકથી અન્યોને આજીં દેતા હોય છે. રોજીંદા ખેલંદા પંટરો ઉપરાંત આવા બુકીઓ સુખી સંપન્ન, લાખો–કરોડોપતિ પરિવારોના ટીેનેજર્સ કે કોલેજીયન સંતાનોને સોફટ ટાર્ગેટ બનાવી રહ્યા છે. આવા બાળકોને પહેલા બુકીઓ કે તેની સાથે સંકળાયેલા તેના અંગત માણસો જે બહારથી છેલબટાઉ કે શોખીન દેખાતા હોય છે. આ આખી ગેંગ ધનાઢય પરિવારના બાળકોને શરૂઆતમાં પોતાના ખર્ચે મોજ–મજામાં ખેંચે છે. આવા ટીનેજર્સ પાછળ ૨૫–૫૦ હજાર કે લાખ રૂપિયા કે આવી રકમો ઉડાવીને આકર્ષતા હોય છે. ખાસ કરીને કોલેજો અને આર્થિક રીતે મજબુત પરિવારના સંતાનો જે સ્કુલોમાં ભણતા હોય આવી સ્કુલો ટીનેજર્સને ફસાવે છે.
જાળમાં આવી ગયેલા આવા બાળકોને ક્રિકેટ મેચનો કે એમસીએકસનો સટ્ટો રમાડવાની લત લગાવે છે. આરંભે બાળકોને જીતની મધલાળ ચખાડી બે–પાંચ લાખ કે તેથી વધુની રકમ જાણી જોઈને જીતાડતા પણ હોય છે. આવા બે–ચાર શોટ લાગે એટલે લતે ચડેલો ટીનેજર્સ અને બુકીના જ ગોઠવાયેલા નેટવર્કમાં તેના જ માણસો આવા બાળકોને વધુ રકમ લગાવવા પ્રેરતા હોય છે અને સટ્ટાના દલદલમાં ફસાવે છે. બે–પાંચ લાખની હાર–જીતથી અને સાવ ટુંકા રસ્તેથી આવતી આવી રકમથી આવા ટીનેજર્સ પણ વધુ નાણા કમાવવાની લ્હાઈમાં મોટા દાવ લગાવવા માંડે છે અને આખરે બુકીઓ અને તેની ગેંગનું મિશન સફળ થાય છે. આવા ટીનેજર્સને બુકીઓ જ જાણી જોઈને અને બાળકનો પરિવાર આર્થિક રીતે મજબુત હોવાથી સટ્ટામાં વધુને વધુ ક્રેડીટ આપી ૨૫–૫૦ લાખ કે, આથી મોટી ૮ આંકડા કે આવી કરોડોની રકમના આંકમાં ફસાવીને સટ્ટામાં મોટી રકમ હરાવી દેતા હોય છે.
મોટો દાવ ખેલાયા બાદ બુકીઓનો સાચો દાવ શરૂ થાય છે. તોતીંગ રકમ કઢાવવા માટે બાળકને પ્રેશર કરે ત્યાર બાદ તેના ઘર સુધી પહોંચે. પિતા–પરિવારના વ્યવસાય સુધી પહોંચતા હોય છે અને તેમના મળતીયા મારફતે રકમ કઢાવવા માટે યેનકેન પ્રકારે ધાકધમકીઓ પણ આપતા હોય છે. ઘણા ખરા એવા પરિવાારો છે કે, પોતાના સંતાનોનું હિત જીવ અને સમાજમાં પરિવારની ઈત, માન મોભો, મરતબો ન જાય તે માટે આવી રકમો આપી દેતા હેાય છે. જયાં સુધી રકમ ન મળે ત્યાં સુધી બુકીઓ કે તેના માણસો દ્રારા ફસાયેલા પરિવારને હેરાન–પરેશાન કરાવતો હોય છે. પોલીસને જાણ કરે કે મદદ માગવાનો પ્રયાસ કરે તો પોતાના સંતાન પર પણ જુગારનો કે આવો કેસ થઈ શકે અથવા તો પોલીસ કેસ થયા બાદ આ માથાભારે બુકીઓ દ્રારા વધુ કનડગત વધે તેવા ડરના કારણે પણ સટ્ટાના દલદલમાં ફસાયેલા બાળકના પરિવારજનો બુકીઓ સાથે સેટલમેન્ટમાં બેસીને આ નાણા ચુકવી દેતા હોય છે. કેટલાક નાણા ભુખ્યા બુકીઓના ટીનેજર્સ અને કોલેજીયનને ફસાવવાના આવા નેટવર્ક સામે પોલીસે ધોંસ બોલાવવી જોઈએ. આ જ રીતે જેનું સંતાન ફસાયેલું છે તે પરિવારે પણ હિંમત દાખવીને પોલીસ સમક્ષ ફરિયાદ કરવી જોઈએ. તો આ બદી વધુ પ્રસરતી અટકી શકશે. બેઈમાનીમાં પણ ઈમાનદારીની માફક ઘણા ખરા બુકીઓ એવા પણ છે કે, આવા ટીનેજર્સ સામેથી રમવા આવે તો પણ ના કહી દેતા હોય છે.
કયાંક કયાંક પોલીસ પણ સેટલમેન્ટની ભૂમિકામાં ?
સટ્ટાખોરો બુકીઓ સાથે પોલીસ કોઈને કોઈ રીતે સંકળાયેલી રહેતી હોય છે. બુકીઓ કયારેક પંટરો પાસેથી ફસાયેલા નાણા કઢાવવા માટે નજીકના સંપર્કધારી પોલીસનો પણ સહારો લેતી હોવાની વાતો કે ચર્ચા છે. બુકીઓ દ્રારા ઉધારમાં નાણા અપાયાની કે અગાઉ કરાવી લીધેલા લખાણની નકલો પોલીસને આપીને પોલીસ થકી નાણા કઢાવતા કે આવા પ્રયાસો કરતા હોવાની વાતો છે. પોલીસ અરજીના આધારે સામેવાળાને દબાવી કે કેસ થશે, તમે ફસાસો બાળકની જીંદગી બગડશે આવા શબ્દો કહીને પણ સેટલમેન્ટની ભુમીકા ભજવતી હોવાની ચર્ચા છે. પાંચેય આંગળીઓ સરખી ન હેાય તેમ બધી પોલીસ પણ સરખી નથી હોતી
ફસાયેલા ટીનેજર્સ એક ગુનામાંથી છૂટવા બીજો ગુનો આચરતા હોય છે
નાનીવયે ફટાફટ માલદાર થઈ જવા કે, પોતાના અંગત શોખ પુરા કરવા બુકીઓ દ્રારા ગોઠવાયેલા નેટવર્કમાં સટ્ટો રમીને મોટી રકમ હારી જનારા આવા ધનાઢય પરિવારના તરૂણ વયના સંતાનો બુકીઓને રકમ ચુકવવા ઘરમાં હાથ મારતા હોય છે. (ચોરી કરતા હોય છે.) આવા કેટલાક કિસ્સાઓ પણ અગાઉ પ્રકાશમાં આવી ચુકયા છે. ઘરના સભ્યો પણ પોતાના સંતાનની ઘરમાંથી મોટી રકમ કે ઘરેણા ચોર્યાની અથવા વસ્તુ બારોબાર વેચી નાખ્યાની કે, આપી દીધાની ખબર પડે તો પણ સંતાનની અનેેેે પરિવારની ઈતના કારણે મુંગા મોઢે બધુ જતું કરી દેતા હોય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech