એક જ અઠવાડિયામાં ત્રીજી વાર સ્કૂલો ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ ફરી ધંધે લાગી
દિલ્હીના આરકે પુરમ સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલ સહિત ઘણી સ્કૂલોને ૧૪મી ડિસેમ્બરની સવારે ફરી એકવાર બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો. આ માહિતી મળતા જ શાળામાં અફરાતફરી મચી ગઈ હતી. સ્કૂલ મેનેજમેન્ટે તરત જ દિલ્હી પોલીસ અને ફાયર વિભાગને ધમકીભર્યા ઈમેલ અંગે જાણ કરી હતી. પોલીસ ટીમે આ મામલે તપાસ શ કરી છે. અત્યાર સુધીની તપાસમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ઈમેલ દ્રારા સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્કૂલ મેનેજમેન્ટે સવારે ૬.૦૦ વાગ્યે દિલ્હી ફાયર વિભાગને જાણ કરી, ત્યારબાદ પોલીસ અને ફાયર બ્રિગેડ સ્કૂલ કેમ્પસમાં પહોંચી અને તપાસ શ કરી.
આ પહેલા શુક્રવારે પણ દિલ્હીના ઈસ્ટ ઓફ કૈલાશ ડીપીએસ, સલવાન પબ્લિક સ્કૂલ, મોર્ડન સ્કૂલ અને કેમ્બિ્રજ સ્કૂલને પણ બોમ્બની ધમકી મળી હતી. તે જ સમયે, આ સાહમાં પહેલા સોમવારે દિલ્હીની લગભગ ૪૦ શાળાઓને આવી જ રીતે નિશાન બનાવવામાં આવી હતી અને તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
એક અઠવાડિયામાં ધમકીનો આ ત્રીજો કેસ છે.
અત્યાર સુધીની તપાસમાં કઈં મળ્યું નથી
નોંધનીય છે કે દિલ્હીમાં શાળાઓ સામે બોમ્બની ધમકીઓ મળવી હવે સામાન્ય બાબત બની ગઈ છે. દરરોજ માસુમ બાળકોની શાળાઓને ફોન કે ઈમેલ દ્રારા બોમ્બની ધમકીઓ આપવામાં આવી રહી છે જે ચિંતાનો વિષય છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ બધી ધમકીઓ અફવા જ સાબિત થઈ છે. જોકે, સુરક્ષા એજન્સીઓ આવી કોઈ ધમકીને હળવાશથી લેવાની ભૂલ કરી શકે નહીં.
Bomb threats again against several schools including DPS in Delhi
શાળાઓને ધમકીઓ આપવાનો મામલો ઘણા મહિનાઓથી ચાલી રહ્યો છે. ઈમેલ આવતાની સાથે જ શાળા પ્રશાસન સૌ પ્રથમ પોલીસ અને ફાયર વિભાગની સાથે બાળકોના માતા–પિતાને જાણ કરે છે અને બાળકોને સુરક્ષિત રીતે ઘરે મોકલવા માટે ઈમરજન્સી પ્રોટોકોલ લાગુ કરવામાં આવે છે. આવી ધમકીઓને કારણે ઘણી વખત શાળામાં રજા જાહેર કરવી પડી છે અને બાળકોના વર્ગેાને અસર થઈ રહી છે. સાથે જ વાલીઓ પણ પોતાના બાળકોને શાળાએ મોકલતા ભયભીત બન્યા છે. વાલીઓની માંગ છે કે ધમકીઓ આપનારાઓને વહેલી તકે પકડવામાં આવે જેથી તેઓ તેમના બાળકોને શાળાએ મોકલવામાં અચકાય નહીં અને તેમના બાળકોનું શિક્ષણ બગડે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech