છેલ્લા ત્રણ-ચાર દિવસમાં લગભગ 20 વિમાનો મિડ-એર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વિમાનોએ તેમના રૂટ બદલવાં પડ્યા અને અલગ-અલગ સ્થળોએ લેન્ડ કરવું પડ્યું હતું. ગઈકાલે પણ મુંબઈથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. બોમ્બની ધમકી મળ્યા બાદ બ્રિટને તાત્કાલિક કાર્યવાહી કરી અને ફાઈટર પ્લેન આકાશમાં મોકલ્યા હતાં.
માહિતી અનુસાર, પેસેન્જર પ્લેન પર ખતરાના સંકેત દેખાતાની સાથે જ રોયલ એર ફોર્સ એ પ્લેનને અટકાવવા માટે પોતાનું ’ટાયફુન’ ફાઈટર પ્લેન મોકલ્યું હતું. એરલાઇનના અધિકારીઓએ માહિતી આપી હતી કે બોમ્બની ધમકી મળી હોવા છતાં પ્લેન સુરક્ષિત રીતે લંડનમાં ઉતરી ગયું હતું. રોયલ એરફોર્સના પ્રવક્તાએ કહ્યું, અમે પુષ્ટિ કરી કે આરએએફ કોનિંગ્સબી તરફથી આરએએફ ક્વિક રિએક્શન એલર્ટ ટાયફૂન ફાઈટર એરક્રાફ્ટને એક વિમાનની તપાસ માટે મોકલવામાં આવ્યું હતું. એરક્રાફ્ટને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સિવિલ એર ટ્રાફિક કંટ્રોલ માર્ગદર્શિકા અનુસાર તેના મૂળ સ્થાન ઉપર જવાની મંજૂરી આપવામાં આવી હતી. એર ઈન્ડિયાનું આ પ્લેન લંડનના હીથ્રો એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. આ ઘટના બાદ બ્રિટિશ સિવિલ એડમિનિસ્ટ્રેશને સ્થિતિને કાબૂમાં લીધી છે. આ ઘટના દરમિયાન ઈંગ્લેન્ડના ઈસ્ટ એંગ્લિયા વિસ્તારમાં જોરદાર અવાજ સંભળાયો હતો, જેને સાંભળીને લોકો ડરી ગયા હતા. નોર્ફોક પોલીસે સ્પષ્ટતા કરી હતી કે, કાઉન્ટીના રહેવાસીઓ દ્વારા સંભળાયેલો જોરદાર અવાજ એ આરએએફ ફાઇટર એરક્રાફ્ટ દ્વારા થતી સોનિક બૂમ હતી, જે વિસ્ફોટનું સૂચક નથી. હવે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને સિવિલ ઓથોરિટી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એર ઈન્ડિયા અને બ્રિટિશ વહીવટીતંત્રે મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech