રાજકોટની ૧૦ હોટેલોમાં બોંબની ધમકીથી ખળભળાટ

  • October 26, 2024 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશભરમાં હાલમાં વિમાનોમાં બોંબની ધમકી મળી રહી છે. આ જ સ્ટાઈલથી આજરોજ રાજકોટમાં ૧૦ નામાંકિત હોટલોને કાન દીન નામના ઈ–મેલ આઈડી મારફત બોંબથી ઉડાવી દેવાની ધમકીભર્યેા ઈ–મેલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આજરોજ બપોરના ૧૨.૪૫ કલાકે રાજકોટની જુદી જુદી હોટલોને આ પ્રકારનો ઈ–મેલ મળ્યો હતો. ઈ–મેલ મળ્યા બાદ હોટલ માલીક અને સંચાલકો દ્રારા પોલીસને જાણ કરવામાં આવતા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ક્રાઈમ બ્રાંચ, એસઓજી સહિતનો પોલીસ કાફલો હોટલોમાં બોંબ સ્કવોડ સહિતની ટીમો સાથે તપાસ માટે પહોંચી ગયો હતો. પોલીસની પ્રાથમીક તપાસમાં હજુ કઈં શંકાસ્પદ મળ્યું હોવાની માહિતી મળી નથી.
પરંતુ તેમ છતાં હાલમાં તહેવારોનો સમય હોય કોઈ અઘટીત ઘટના ન બને તે માટે પોલીસ દ્રારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.
રાજકોટમાં નામાંકિત ૧૦ હોટેલોને બોમ્બથી ઉડાવી દેવાનો હોટેલના સત્તાવાર ઈમેલ પર ધમકી ભર્યેા મેઈલ મળ્યા બાદ તુરતં હરકતમાં આવી ગયેલી પોલીસે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડના કાફલા સાથે હોટેલમાં સઘન ચેકિંગ શરૂ કરી દીધું હતું. જો કે, એકપણ હોટેલમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા પોલીસે રાહતનો શ્ર્વાસ લીધો હતો.
તેમાં ઈમ્પીરીયલ પેલેસ, સયાજી, સેન્ટોસા, સિઝન્સ, બેકન (કેકે), ભાભા, પેરેમાઉન્ટ, હોટલ જયોતી, એલીમેન્ટ અને ધ ગ્રાન્ડ રીજન્સી હોટલનો સમાવેશ થાય છે. ઈ–મેલમાં એવો પણ ઉલ્લેખ હતો કે, કલાકોમાં જ બ્લાસ્ટ થશે જેથી જલ્દીથી હોટલ ખાલી કરી દો. તહેવાર સમયે જ રાજકોટમાં આ પ્રકારે હોટલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આજરોજ સવારે ૧૨.૪૫ કલાકે કાન દીન નામના ઈ–મેલ આઈડીથી એક મેલ આવ્યો હતો જે શહેરની અલગ અલગ ૧૦ હોટલમાં એકસાથે કરવામાં આવ્યો હોય આ ઈ–મેલમાં આ દરેક હોટલોમાં બોંબ રાખવામાં આવ્યા છે. જે કલાકોમાં જ બ્લાસ્ટ થશે. અનેક નિર્દેાષોની જાન જશે જેથી જલ્દી હોટલ ખાલી કરી દો. જલ્દી ખાલી કરી દો. આ પ્રકારનો ધમકીભયર્ો ઈ–મેલ મળતા હોટલ માલીકો ચોંકી ઉઠયા હતા અને તુરતં જ પોલીસને જાણ કરવામાં આવી હતી. રાજકોટની હોટલમાં બોંબ મુકવામાં આવ્યાના ધમકીભર્યા આ ઈ–મેલ મળતા શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ક્રાઈમ બ્રાંચ, એસઓજી, બોંબ સ્કવોડ સહિતની ટીમો તાકીદે તપાસમાં લાગી ગઈ હતી. જે ૧૦ હોટલમાં આ ઈ–મેલ મળ્યો હતો તે તમામ હોટલમાં પોલીસ સ્ટાફ દ્રારા બોંબ સ્કવોડ, ડોગ સ્કવોડ દ્રારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી જે હોટલોમાં આ ઈ–મેલ મળ્યો હતો તેમાં ચેકીંગ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી પરંતુ તેમ છતાં દિવાળીના તહેવારનો સમય હોય બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ દરેક બાબતોની ઉંડાણપુર્વક તપાસ ચલાવી રહી છે.
શહેરની જે ૧૦ હોટલોને આ ધમકીભર્યેા ઈ–મેલ મળ્યો હતો.

કઈ હોટેલોને ધમકી
૧ ઈમ્પીરીયલ પેલેસ, ૨ સયાજી, ૩ સેન્ટોસા, ૪ સિઝન્સ, ૫ બેકન (કેકે), ૬ ભાભા, ૭ પેરેમાઉન્ટ, ૮ હોટલ જયોતી, ૯ એલીમેન્ટસ,  ૧૦ ધ ગ્રાન્ડ રીજન્સ

ટીખળખોરનું કૃત્ય છે કે કેમ ? તે મુદ્દે પણ તપાસ
રાજકોટની ૧૦ નામાંકિત હોટલોને આજરોજ એક ઈ–મેલ મળ્યો હતો જેમાં હોટલમાં બોંબ રાખ્યો હોય અને કલાકોમાં બ્લાસ્ટ થશે. નિર્દેાષોના જીવ જશે, જલ્દી હોટલ ખાલી કરો તેવું લખ્યું હતું.  ત્યારે આ કૃત્ય પાછળ ખરેખર કોઈ આતંકી તત્વોનો હાથ છે કે પછી તહેવાર સમયે કોઈ ટીખળખોરોએ આ પ્રકારનું કૃત્ય આચર્યુ છે ? તેને લઈ પોલીસે ઉંડાણપુર્વક તપાસ શરૂ કરી છે.

બોંબ કલાકોમાં બ્લાસ્ટ થશે, નિર્દેાષના જીવ જશે, હોટલ જલ્દી ખાલી કરો
આજરોજ કાન દીન નામના ઈ–મેલ આઈડી મારફત રાજકોટની ૧૦ નામાંકિત હોટલોને જે ધમકીભર્યેા ઈ–મેલ મળ્યો હતો તેમાં એવું લખ્યું હતું કે, મેં દરેક હોટલમાં બોંબ રાખ્યો છે જે કલાકોમાં બ્લાસ્ટ થશે. અનેક નિર્દેાષોના જીવ જશે. જલ્દી હોટલ ખાલી કરો. તેવો ઉલ્લેખ આ ઈ–મેલમાં હોય જેથી ખરેખર ઈ–મેલ કરવાનો હેતુ શું હતો કે કોઈ ટીખળખોરોનું આ કૃત્ય છે ? તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

ઈ–મેલ ન આવ્યો હોય તે હોટલમાં પણ તપાસ
રાજકોટની નામાંકિત હોટલોમાં બોંબ બ્લાસ્ટ થવાનો હોવાનો ઈ–મેલ મળ્યા બાદ શહેર પોલીસ દ્રારા હોટલોમાં સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. જે હોટલને આ ઈ–મેલ મળ્યો હતો તે હોટલમાં પોલીસે તુરતં ચેકીંગ કર્યું હતું. આ સિવાય જે હોટલમાં ઈ–મેલ મળ્યો ન હોય તે હોટલોમાં પણ પોલીસે તકેદારીના ભાગરૂપે ચેકીંગ કયુ હતું.

હોટલના ઉતારૂઓમાં ફફડાટ ફેલાઈ ગયો
રાજકોટની હોટલોમાં આજરોજ બોંબ મુકાયા હોવાનો ધમકીભર્યેા ઈ–મેલ મળ્યા બાદ ક્રાઈમ બ્રાંચ, એસઓજી સહિતનો પોલીસ કાફલો તુરતં જ હોટલે પહોંચી જઈને તપાસનો ધમધમાટ શરૂ કયર્ો હતો. પોલીસે હોટલમાં ચેકીંગની સાથે ઉતારૂઓની પણ પુછપરછ કરવાની શરૂ કરતા હોટલમાં આવેલા ઉતારૂઓમાં ફફડાટ ફેલાયો હતો.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News