બોલીવુડના સુપરસ્ટાર ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જેના કારણે તે ચર્ચામાં આવ્યા છે. પરંતુ થોડા કલાકોમાં જ આ પોસ્ટ ડીલીટ પણ કરી દેવામાં આવી.. પોસ્ટ શેર કર્યા પછી તેને ડીલીટ કરી દેવાથી ચર્ચાઓએ વધારે જોર પકડ્યું છે.
બોલીવુડ કલાકારો અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટો શેર કરતા હોય છે અને તેમના ફેન્સને તેમના વિશેની જાણકારી આપતા હોય છે. આ વાત ખૂબ જ સામાન્ય છે પરંતુ ધર્મેન્દ્રએ કરેલી એક પોસ્ટના કારણે તેના ચાહકો ચિંતામાં પડી ગયા છે. બોલીવુડના સુપરસ્ટાર ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જેના કારણે તે ચર્ચામાં આવ્યા છે. તે પોસ્ટ તેમણે જ ડીલીટ કરી દીધી છે. જોકે પોસ્ટ શેર કર્યા પછી તેને ડીલીટ કરી દેવાથી ચર્ચાઓએ વધારે જોર પકડ્યું છે.
વાત એમ છે કે સવારે 4 વાગ્યામાં ધર્મેન્દ્રએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો. આ ફોટોમાં તેની તબિયત ખરાબ હોય તેવું સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું. તેમના વાળ પણ ખૂબ જ ખરાબ હતા. આ ફોટોના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે તેમને ઊંઘ આવતી નથી અને ભૂખ લાગી હતી તેથી તે માખણ અને ઠંડી રોટલી ખાઈ રહ્યા છે.
આ પોસ્ટમાં ધર્મેન્દ્રની હાલત જોઈને લોકોને ચિંતા થવા લાગી. ફોટોને રીટ્વીટ કરીને લોકો પ્રશ્ન પણ પૂછવા લાગ્યા જેના કારણે થોડા કલાકોમાં જ પોસ્ટને ડીલીટ કરી દેવામાં આવી.
આ પોસ્ટમાં ધર્મેન્દ્ર જે હાલમાં હતા તેને જોઈને લોકોના મનમાં પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. આ પોસ્ટ પર ધર્મેન્દ્રને યુઝર્સે અલગ અલગ પ્રશ્ન પૂછ્યા હતા. લોકો જાણવા માંગતા હતા કે અભિનેતાને શું થયું છે અને તેમની હાલત આવી કેમ છે? આ પ્રશ્નના જવાબ આપતા ધર્મેન્દ્ર એ જણાવ્યું હતું કે તેમને પગમાં ફ્રેક્ચર થયું હતું. જો કે લોકોની દુવાઓના કારણે હવે તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે.
ધર્મેન્દ્ર છેલ્લે શાહિદ કપૂરની ફિલ્મ તેરી બાતો મેં ઐસા ઉલજા જીયામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ પહેલા તે રોકી ઓર રાની કી પ્રેમ કહાનીમાં મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેનેડાની અવળચંડાઇ યથાવત: આતંકી નિજ્જરનો કેસ સુધો સુપ્રીમમાં ચલાવશે
November 25, 2024 11:14 AMમંગળ ઉપર પહેલેથી જ પાણી હતું: ૪.૪૫ અબજ વર્ષ જૂના અવશેષોએ રહસ્ય ઉકેલ્યું
November 25, 2024 11:12 AMઆઈપીએલ મેગા ઓકશનનો આજે બીજો દિવસ: ૧૦ ટીમો ૧૩૨ ખેલાડીઓને ખરીદશે
November 25, 2024 11:11 AMભાણવડ નજીક અકસ્માત સર્જીને બઘડાટી બોલાવતા ચાર સામે ફરિયાદ
November 25, 2024 11:10 AMઅદાણી સાથેના વીજળી કરારોની સમીક્ષા કરશે બાંગ્લાદેશની સરકાર
November 25, 2024 11:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech