બોલીવૂડ અભિનેત્રી નરગિસ ફખરીની બહેન આલિયા પર તેના જ એક્સ બોયફ્રેન્ડની હત્યા કર્યાનો આરોપ લાગ્યો છે. રિપોર્ટ્સ અનુસાર ન્યૂયોર્ક પોલીસે આલિયાની ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ ચાલુ છે. આથી નરગિસ ફખરીના ફેન્સમાં ખળભળાટ મચી ગયો છે.
રિપોર્ટ્સ અનુસાર, નરગિસ ફખરીની બહેન આલિયા ફખરીએ પોતાના જ એક્સ બોયફ્રેન્ડની સાથે પેચઅર કરવા માગતી હતી. પરંતુ એક્સ બોયફ્રેન્ડ એડવર્ડ બૈકબ્સે પોતાની સાથે બીજીવાર સંબંધ રાખવા ઇન્કાર કરી દીધો હતો. આથી ઉશ્કેરાયેલી આલિયાએ એડવર્ડ બૈકબ્સ અને તેની હાલની ગર્લફ્રેન્ડ એટિએનની હત્યા કરી દીધી હતી.
આલિયાએ કેવી રીતે હત્યા કરી?
આ સમગ્ર મામલામાં પ્રોસિક્યૂટરનું કહેવું છે કે, બોલીવૂડ અભિનેત્રી નરગિસ ફખરીની બહેને ન્યૂયોર્કમાં એક્સ બોયફ્રેન્ડના ઘરના ગેરેજમાં આગ લગાડી દીધી હતી. આ આગમાં તેના એક્સ બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસે આલિયાની ધરપકડ કરી છે. પોલીસે તેની પૂછપરછ કરી આગળની તપાસ કરી રહી છે.
ક્વીંસ ડિસ્ટ્રીક્ટની અટોર્ની મેલિંડા કૈટજે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે, આલિયા ફખરી પર ફર્સ્ટ ડિગ્રી મર્ડરના ચાર કાઉન્ટ સિવાય અન્ય આરોપ પણ લગાવ્યા છે. તેના પર જમૈકા, ક્વીંસમાં સ્થિત પોતાના એક્સ બોયફ્રેન્ડના ગેરેજમાં ઘાતક આગ લગાવવાનો આરોપ છે. જેમાં તેના 35 વર્ષના એક્સ બોયફ્રેન્ડ એડવર્ડ જૈકબ્સ અને તેની 33 વર્ષીય ગર્લફ્રેન્ડ અનાસ્તાસિયા એટિએનનું મોત થયું છે.
તમે બધા આજે મરવાના છો
તપાસ અને આરોપો અનુસાર, પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે, આલિયા ફખરી સવારે 6.20 વાગ્યે જૈકબ્સના બે માળના ઘરે પહોંચી હતી. ત્યાં આગ લગાવતા પહેલા બૂમાબૂમ કરી હતી કે, તમે બધા આજે મરવાના છો. આલિયાએ ફરી બિલ્ડિંગના ગેરેજમાં આગ લગાવી દીધી હતી. એટિએને જ્યારે આગ લાગેલી જોઈ તો તુરંત ઘરના નીચેના ભાગે ભાગી હતી. પરંતુ ગેરેજના બીજા માળે જૈકબ્સ સૂઈ રહ્યો હતો. એડિએને તેને બચાવવાની કોશિશ કરી હતી. પરંતુ પૂરી બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આથી બન્ને અંદર જ ફસાઇ ગયા હતા.
અટર્ની મેલિડા કોત્ઝે જણાવ્યું છે કે, પીડિતોનું દુખદ મોત ધૂમાડો અને સળગવાથી થયું છે. આ મામલે કેસ ચલાવવા દરમિયાન અમારી સંવેદના એડવર્ડ જૈકબ્સ અને અનાસ્તાસિયા એટિએનના પરિવાર સાથે છે.
દીકરાના મોત પર શું બોલી જૈકબ્સની માતા
જૈકબ્સની માતા જેનેટના ન્યૂયોર્ક પોસ્ટને જણાવ્યું હતું કે, જૈકેબ્સે છેલ્લા એક વર્ષ પહેલા આલિયા ફખરી સાથે સબંધ તોડી દીધો હતો. તે આલિયાને કહી રહ્યો હતો કે, હું તારાથી ત્રાસી ગયો છું. મારાથી દૂર થઈ જા. તે છેલ્લા એક વર્ષથી એવું કહેવાની કોશિશ કરી રહ્યો હતો કે, તે પોતાને એકલો છોડી દે. પરંતુ આલિયા તેનું રિજેક્શન સ્વીકારવા તૈયાર નહોતી. જૈકબ્સને સંતાનમાં ત્રણ બાળકો છે. તે પોતાની પાછળ તેના 11 વર્ષના બે જુડવા દીકરા અને 9 વર્ષનો એક દીકરો છોડી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech