ચલાલાના મોટી ગરમલી ગામેથી દારૂ ભરેલી બોલેરો પીકઅપ વાનને અમરેલી એલસીબીની ટીમે ઝડપી પાડી તેમાંથી ૧૯૭૩ બોટલ દારૂ મળી આવતા વાહન સહીત રૂ. ૭,૧૪,૯૦૨નો મુદામાલ કબ્જે કરી બોલેરો મૂકી નાસી છૂટેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં દારૂ સહિતની ગેરકાયદેસરની પ્રવૃતિઓને ડામવા તેમજ આવી પ્રવૃતિઓ કરતા શખસોને ઝડપી લઈ કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચનાના પગલે અમરેલી એલસીબી પીઆઈ વી.એમ. કોલાદરાની રાહબરીમાં પીએસઆઈ એમ.ડી.ગોહિલ અને ટીમ પેટ્રોલીંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, મહિન્દ્રા બોલેરો પીકઅપ વાનમાં વિદેશી દારૂ ભરી ચલાલા થી ખાંભા તરફ જઈ રહી છે. જે બાતમીના આધારે એલસીબીની ટિમ મોટી ગરમલી પાસે વોચમાં રહેતા પસાર થતી બોલરોને રોકવાનું કહેતા ચાલકે હંકારી મૂકી હતી. પોલીસે તેનો પીછો કરતા બોલેરોવાન મોટી ગરમલી ગામે પ્રાથમિક શાળા પાસેના અવેડાના પીલર સાથે ભટકાતા ચાલક વાહન મૂકી નાસી છૂટ્યો હતો. એલસીબીની ટીમે રેઢી પડેલી બોલેરો પીકઅપવાન પાછળ બાંધેલી તાલપત્રી હટાવતા ચિક્કાર રીતે દારૂની પેટીઓ ભરેલી જોવા મળતા ચલાલા પોલીસ સ્ટેશન ખાતે લઇ જઈ ગણતરી કરવામાં આવતા જુદી જુદી બ્રાન્ડની 1993 બોટલ કી.રૂ.૩,૬૪,૭૦૨નો દારૂ હોવાનું સામે આવતા દારૂ, બોલેરો અને તાલપત્રી મળી કુલ રૂ.૭,૧૪,૯૦૨નો મુદામાલ કબ્જે કરી વાહન નંબરના આધારે અજાણ્યા ચાલક સામે ચલાલા પોલીસમાં ગુનો નોંધાવી શોધખોળ હઠળ ધરી છે.
આ સફળ કામગીરીમાં એલસીબી ટીમના એએસઆઇ યુવરાજસિંહ રાઠોડ, રાહુલભાઇ ચાવડા, ઘનશ્યામભાઇ મકવાણા તથા હેડ કોન્સ. કુલદીપભાઇ દેવભડીંગજી, દશરથસિંહ સરવૈયા, જાહિદભાઇ મકરાણી તથા પો.કોન્સ. ભાવિનગીરી ગૌસ્વામી,પરાક્રમસિંહ ગોહિલ સહિતના સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech