રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અિકાંડ, ટીપીઓ સાગઠિયા કાંડ અને ચીફ ફાયર ઓફિસર મા લાંચકાંડ બાદ રાજકોટના રિઅલ એસ્ટેટમાં કટોકટી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, દરમિયાન મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા અગાઉ મંજુર કરેલા બિલ્ડીંગ પ્લાન મુજબના બિલ્ડીંગના બાંધકામો તાજેતરમાં પૂર્ણ થતાં હવે અવનવા વાંધા–વચકા શોધીને સેંકડો બિલ્ડીંગના બીયુપી (બિલ્ડીંગ યુઝ પરમિશન) સર્ટિફિકેટ અટકાવવામાં આવતા બજારમાં બોકાસો બોલી ગયો છે. અનેક બિલ્ડીંગ પ્રોજેકટસમાં તો રેરા રજિસ્ટ્રેશનમાં દર્શાવેલી પજેશન સોંપવાની મુદ્દત પણ પૂર્ણ થવામાં હોય બિલ્ડર્સ અને ડેવલપર્સની હાલત માઠી થઇ ગઇ છે.
રાજકોટમાં તા.૨૫ મે–ના રોજ અિકાંડ સર્જાયાને આજે ૮૪ દિવસ પૂર્ણ થયા છે છતાં મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં સ્થિતિ થાળે પડી નથી તે વાસ્તવિકતા છે અને હજુ કયારે થાળે પડશે તેની આગાહી કોઇ કરી શકે તેમ નથી. મહાપાલિકાની ટીપી બ્રાન્ચએ અનેક બિલ્ડીંગ પ્રોજેકટસના બીયુપી સર્ટિફિકેટ અટકાવતા દસ્તાવેજો અટકી પડા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં ચોમાસુ પૂર્ણ થયે શ્રાવણ માસથી કારતક માસ સુધીના તહેવારોના શુભ મુહર્તમાં દસ્તાવેજો થતા હોય છે પરંતુ બીયુપી સર્ટિફિકેટ અટકાવાતા હાલ બધું ઠપ્પ થઇ ગયું છે. જો અગાઉ મંજુર થયેલા દરેક બાંધકામ પ્લાનમાં આવા વાંધા વચકા કાઢી બીયુપી સર્ટિફિકેટ (કમ્પ્લીશન સર્ટિ) અટકાવાય તો રાજકોટનો વિકાસ ંધાઇ જશે તેવી દહેશત સેવાઇ રહી છે
બિલ્ડર્સ–ડેવલપર્સના રજિસ્ટ્રેશનનું ફરમાન
ટીપી બ્રાન્ચ દ્રારા છેલ્લા બે–ત્રણ દિવસથી બિલ્ડર્સ–ડેવલપર્સના રજિસ્ટ્રેશનને લગતો નવો ફતવો જારી કરવામાં આવ્યો છે જે મામલે પણ દેકારો બોલી ગયો છે. હાલ સુધી તો ફકત આર્કિટેકટસ તેમજ કન્સલ્ટિંગ સિવિલ એન્જીનિયર્સનું જ રજિસ્ટ્રેશન કરાતું હતું, હવે એકાએક આવું ફરમાન શા માટે તેવા સવાલો બિલ્ડર લોબીમાંથી ઉઠી રહ્યા છે. રજિસ્ટ્રેશન અંતર્ગત સાઇટ સુપરવાઇઝર્સ સહિતની વિગતો મંગાઇ છે
ભાજપના નેતાઓએ એકમેકને ખો આપી
ટીપી બ્રાન્ચના કારણે અનેક પ્રોજેકટસના બીયુ સર્ટિફિકેટ અટકાવવા મામલે મ્યુનિસિપલ પદાધિકારીને રજુઆત કરાય તો તેઓ શહેર ભાજપમાં રજુઆત કરવાનું કહે, જો ભાજપ કાર્યાલયે રજુઆત કરાય તો ત્યાંથી બીજા મોટા ગજાના નેતા પાસે મોકલે અને ત્યાં જાય તો તેઓ ત્રીજા નેતા પાસે મોકલે. આમ ભાજપના નેતાઓ એક બીજાને ખો આપી રહ્યા હોય હવે ગાંધીનગર મુખ્યમંત્રીને રજુઆત કરવા તૈયારી ચાલી રહી છે
પાડાને વાંકે પખાલીને ડામ, ગ્રાહકોની માઠી
ટીપી બ્રાન્ચ અને બિલ્ડર્સ વચ્ચેની લડાઇમાં મિલકત ખરીદનાર ગ્રાહકોની હાલત માઠી થઇ છે, પાડા ને વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ નિર્માણ થઇ છે. હાલ ભાડે રહેતા હોય અને રહેણાંક મિલકત ખરીદી જેમને તેમાં રહેવા જવું હોય અથવા તો કોમર્શિયલ મિલકત ખરીદીને તેમાં વેપાર ધંધો કે વ્યવસાય શ કરવો હોય તેવા અનેક લોકોને પોતાના મુહર્ત પાછા ઠેલવા ફરજ પડી હોવાનું જાણવા મળે છે
અપના કામ બનતા ભાડ મેં જાયે જનતા
રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટિ શોભાના ગાંઠિયા જેવી છે, કોઇ પ્રશ્ન ઉકેલવાની તેની દાનત કે ક્ષમતા નથી આથી ટીપી બ્રાન્ચમાં જન પ્રતિનિધિના બદલે અધિકારીઓ અને ઇજનેરોનું રાજ પ્રવર્તી રહ્યું છે. હવે તો વોર્ડ વાઇઝ ફકત ટીપી બ્રાન્ચના લોક દરબાર યોજવા પડે તેવી સ્થિતિ છે. એકંદરે ટીપી બ્રાન્ચને લગતા પ્રશ્નોના મુદ્દે નેતાઓ અપના કામ બનતા ભાડ મેં જાયે જનતા જેવી નીતિ દાખવી રહ્યા છે
ટીપીમાં ફકત જુનિયર સ્ટાફથી સ્થિતિ વણસી
ટીપી બ્રાન્ચનું ટાઉન પ્લાનિંગ અને ટાઉન ડેવલપમેન્ટ તેવા બે વિભાગોમાં વિભાજન કરી નવરચના કરાઇ ત્યારે લગભગ ૯૬ જેટલા ઇજનેરોની સામુહિક બદલીઓ કરાઇ અને તમામ ચહેરાઓ બદલી નાખવામાં આવ્યા. હવે એવી સ્થિતિ નિર્માણ થઇ છે કે ટાઉન પ્લાનીંગની કામગીરીનો તદ્દન અનુભવ ન હોય તેવો જુનિયર સ્ટાફ નિયુકત થતા તેઓ પ્રશ્નો ઉકેલી શકતા નથી અને ઉલટું નિત નવા પ્રશ્નો સર્જે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech