સીદસરના યુવાનનો બોરતળાવમાંથી મૃતદેહ મળી આવ્યો

  • April 10, 2025 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 શહેરના બોર તળાવમાં અજાણ્યા યુવાને ઝંપાવ્યાની જાણ થતા પોલીસ અને  ફાયરનો  કાફલો દોડી ગયો હતો  અને તળાવમાં ભારે  શોધખોળ બાદ એક યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી મૃતક યુવાનની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરતા મૃતક સીદસરમાં ચિત્રા રોડ પર રહેતો હોવાનું ખુલ્યું હતું.
 શહેરના બોર તળાવમાં કોઈ અજાણ્યા યુવાને ઝંપલાવ્યાની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવતા કાફલો દોડી ગયો હતો અને તળાવમાં ઝંપ્લાવનાર યુવાનની ફાયર વિભાગની મદદથીશોધખોળ હાથ ધરી હતી. ફાયર વિભાગ દ્વારા લાંબી શોધખોળના અંતે એક યુવાનનો મૃતદેહ મળી આવતા તેને તળાવમાંથી બહાર કાઢી પોલીસને સોંપતા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડી મૃતકની ઓળખ વિધિ હાથ ધરતા  મૃતક સીદસર ગામના ચિત્રા રીડ પરની નિસર્ગ સોસાયટીમાં રહેતા વિશાલભાઈ ઘુઘાભાઈ ભિલોટા (ઉ. વ. ૨૪)નું હોવાનું ખુલતા હાલ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application