અમદાવાદના વાસણા બેરેજ નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલ પાસે રીલ બનાવવા ગયેલા યુવકોમાંથી એક સગીર સહિત ત્રણ સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં પડી ગયા હતા. આજે ગુરુવારે વહેલી સવારે વિશાલા તરફ શાસ્ત્રી બ્રિજના છેડા નજીક એક સગીરની લાશ તરતી મળી હતી. જે બાદ વધુ એક યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી. હજુ એક લાપતા યુવકની શોધખોળ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે.
સગીરની લાશ મળી આવતા પરિવારજનોમાં ભારે આક્રંદ
લાપતા બનેલા ત્રણેયના પરિવારજનો પણ વહેલી સવારથી કેનાલ પાસે પહોંચી ગયા હતા અને તેમના બાળકોની ભાળ ઝડપથી મળે તેના માટે ફાયર બ્રિગેડ અને પોલીસની મદદ મેળવી હતી. તે દરમિયાન ગત સાંજથી લાપતા બનેલા એક સગીરની 15 કલાકે લાશ મળી આવતા પરિવારજનોમાં ભારે આક્રંદ ફેલાયું હતું. થોડા સમય બાદ વધુ એક યુવકની લાશ મળી આવી છે
વાસણા બેરેજ પાસે કેવી રીતે આવ્યા ખબર નથી'
કેનાલમાં લાપતા બનેલા યક્ષના પરિવારજને જણાવ્યું હતું કે, સાંજના સમયે નિયમિત સમય મુજબ તેના મિત્રોને મળવા માટે અને બહાર આંટો મારવા માટે ગયો હતો. મને ખબર નથી કે તેના મિત્રો સાથે તે અહીંયા આવ્યો હતો. મારા દીકરાને ગાડી ચલાવતા આવડતું નથી, મારો દીકરો 17 વર્ષનો છે અને ભણતો હતો. વાસણા બેરેજ પાસે કેનાલ નજીક કેવી રીતે આવ્યા તેની અમને ખબર નથી. રીલ બનાવવા આવ્યા હતા કે કેમ એની અમને ખબર નથી. મને સાંજે 7 વાગ્યાની આસપાસ તેના મિત્રનો ફોન આવ્યો હતો કે આવી ઘટના બની છે. તેની સાથે બીજા કોણ મિત્ર હતા તેની ખબર નથી.
'નજીવા લાલચ માટે ગાડી ભાડે આપતા ઘટના બની'
કેનાલ બહારથી વીડિયો ઉતારતા હતા તેની માહિતી હતી, પરંતુ કોણ મિત્ર હતા તે સામે આવે તો અમને ચોક્કસ ખબર પડે. ગાડી કોઈ વ્યક્તિએ ભાડે ગાડી આપી હતી જેના કારણે તેમના છોકરાએ જીવ ગુમાવે છે. નજીવા લાલચે ગાડી ભાડે આપી દેતા આવી ઘટના બની છે. જેથી અમે સરકાર અને પોલીસને વિનંતી કરીએ છીએ કે આ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
મિત્રો 3500ના ભાવે 4 કલાક માટે ગાડી ભાડે લાવ્યા હતા
મળતી માહિતી પ્રમાણે સાંજના સમયે વાસણા વિસ્તારમાં રહેતા હૃદય વયંતા, વેજલપુરના રહેવાસી સોલંકી ધ્રુવ અને ઋતાયુ સોલંકી રૂ. 3500ના ભાવે 4 કલાક માટે વાસણા બેરેજ તરફ રીલ બનાવવા માટે ગાડી લઈને ગયા હતા. વાસણા બેરેજના વિસ્તારમાં અગાઉથી જ તેમના મિત્રો પાલડી વિસ્તારમાં રહેતા વિરાજસિંહ રાઠોડ, આંબાવાડી વિસ્તારનાં યક્ષ ભંકોડિયા અને યશ સોલંકી તેમજ પાલડી ક્રિશ દવે ત્યાં હાજર હતા.
કોઇ કારણોસર ગાડીનો ટર્ન ન વાગતા સીધી કેનાલમાં પડી
વાસણા બેરેજથી થોડે દૂર યશ ભંકોડીયાએ થોડે દૂર ગાડી ચાલવી હતી બાદમાં યશ સોલંકીને ગાડી ચલાવવા માટે આપી હતી સાથે ગાડીમાં ક્રિશ દવે પણ બેઠો હતો. ત્રણેય મિત્રો ગાડીને યુ-ટર્ન મારી અને પાછી લાવતા હતા, પરંતુ કોઈ કારણોસર ગાડીનો ટર્ન વાગ્યો નહોતો અને ગાડી સીધી કેનાલમાં ઘસી ગઈ હતી. તેથી મિત્ર વિરાજસિંહ રાઠોડ અને અન્ય મિત્રોએ દોરડું નાખી અને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્રણમાંથી એકપણ વ્યક્તિ દોરડું પકડી શક્યો નહોતો અને વહેતા પાણીમાં તણાઈ ગયા હતા.
રાત્રે 1 વાગ્યા સુધી ફાયર બ્રિગેડનું સર્ચ ઓપરેશન ચાલ્યું
સામાન્ય રીતે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રાત્રિ દરમિયાન કોઈ રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવતું નથી, પરંતુ ત્રણ યુવકો પાણીમાં તણાઈ ગયા હોવાના કારણે રાતે 1 વાગ્યા સુધી ફાયર બ્રિગેડની એક ટીમ દ્વારા સુરક્ષાના સાધનો વડે કેનાલમાં ઉતરીને શોધખોળ કરવામાં આવી હતી. બીજી તરફ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી પાણી પણ ઓછું થઈ જતા હાલ શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. બીજી તરફ લાપતા બનેલા યુવકોના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જીલ્લા-તાલુકા કક્ષાએ ૭ મેડીકલ ટીમ સાધનો સાથે તૈયાર રાખવા આદેશ
May 10, 2025 12:48 PMદ્વારકા-ઓખામાં સઘન સુરક્ષાચક્ર
May 10, 2025 12:43 PMબેટ દ્વારકામાં એબવીપી દ્વારા યોજાઈ ગ્રામ્ય જીવનની અનુભૂતિ
May 10, 2025 12:36 PMભારતે IMFમાં પાકિસ્તાનની પોલ ખોલી, પરંતુ સભ્ય દેશોને બેલઆઉટ પેકેજ માટે રોકી ન શક્યું
May 10, 2025 12:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech