ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડદ્રારા ૨૭ ફેબ્રુઆરીથી લેવામાં આવનારી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા માટેની હોલ ટિકિટ ઓનલાઈન અપલોડ કરવામાં આવી છે. શાળાઓએ બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી વિધાર્થીઓને આપવાની રહેશે. વિધાર્થીઓની હોલ ટિકિટ સાથે બોર્ડ દ્રારા ઉત્તરવહી મૂલ્યાંકન માટેના એસેસમેન્ટ ઓર્ડર પર મોકલી આપવામાં આવ્યા છે. જેથી જે શિક્ષકોના ઓર્ડર થયા છે તેમને શાળાઓએ ઓર્ડર ડાઉનલોડ કરીને આપવાના રહેશે. આ ઉપરાંત હોલ ટિકિટ માં નામ અટક સહિતના મુદ્દે ભુલ હોય તો પાંચ દિવસમાં રજૂઆત કરી શકાશે.
શિક્ષણ બોર્ડ દ્રારા ૨૭ ફેબ્રુઆરીથી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવનાર છે. પરીક્ષાને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવ્યા બાદ હવે શિક્ષણ બોર્ડ સોમવારે ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની હોલ ટિકિટ વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી છે. જેથી શાળાઓ વિધાર્થીઓની હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પરથી શાળાનો ઇન્ડેકસ નંબર તથા શાળાનો નોંધાયેલો મોબાઇલ નંબર અથવા ઇ–મેઇલ આઇ.ડી. દ્રારા લોગઇન કરી ડાઉનલોડ કરી શકાશે. હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને વિધાર્થીઓના પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો– માધ્યમની ખરાઇ કરીને આપવાની રહેશે.
હોલ ટિકિટમાં નિયત કરેલી જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યના સહી–સિક્કા કરીને વિધાર્થીઓને આપવાની રહેશે. હોલ ટિકિટ સાથે પરીક્ષા માટેની સૂચના પ્રવેશપત્રના પાછળના ભાગે પ્રિન્ટ કરી વિધાર્થી અને આચાર્યની સહી સાથે ફરજિયાત આપવાની રહેશે. હોલ ટિકિટ સાથે ઓનલાઇન મૂકવામાં આવેલી વિતરણ યાદીમાં હોલ ટિકિટ તથા સૂચનાપ્રત આપ્યા બદલની સહી લેવાની રહેશે. વિધાર્થીઓના વિષયો બાબતે કે અન્ય કોઇ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીનો જરી આધારો સાથે સંપર્ક કરવા માટે સૂચના અપાઈ છે.
ફેબ્રુઆરી–૨૦૨૫ની પરીક્ષાના પરીક્ષણ કાર્ય માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પરના શિક્ષકોના એસેસમેન્ટ ઓર્ડર હોલ ટિકિટ સાથે ઓનલાઇન જ મોકલી આપવામાં આવેલા છે, જે શાળા દ્રારા ઓનલાઇન ડાઉનલોડ કરવાના રહેશે. એસેસમેન્ટ ઓર્ડર ડાઉનલોડ કરી નિમણૂક પામેલા શિક્ષકોને જરી વિગતો ભરી ઓર્ડર તથા સૂચનાઓ સુપ્રત કરવાની રહેશે. એસેસેન્ટ ઓર્ડરની વિતરણ યાદી ડાઉનલોડ કરી તેમાં શિક્ષકોને નિમણૂકપત્ર મળ્યા બદલની સહી મેળવી શાળાના રેકર્ડ પર રાખવાની રહેશે અને નિમણૂકપત્રની નકલ પણ શાળા કક્ષાએ સાચવી રાખવાની રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech