આ ઝડપથી બદલાતી જીવનશૈલીના કારણે લોકો આજકાલ અનેક સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે. ડાયાબિટીસ એ આ સમસ્યાઓમાંથી એક છે. જેનાથી આજકાલ ઘણા લોકો પીડાઈ રહ્યા છે. આ રોગ વિશ્વભરમાં ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને ભારતમાં તાજેતરના ભૂતકાળમાં તેના કેસમાં ઝડપથી વધારો થયો છે. ડાયાબિટીસ એક અસાધ્ય રોગ છે, જે ઘણીવાર દવાઓ અને જીવનશૈલીમાં કેટલાક ફેરફારોની મદદથી નિયંત્રિત થાય છે.
આ રોગમાં બ્લડ સુગર લેવલ પર મહત્તમ ધ્યાન આપવું પડે છે. બ્લડ સુગર લેવલમાં કંઈ ફેરફાર થાય તો ડાયાબીટીશ વધી શકે છે. કેટલાક ખાદ્યપદાર્થો અને પીણાઓની મદદથી બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરી શકો છો, પરંતુ આ સિવાય કેટલાક પાંદડાની મદદથી પણ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરી શકો છો.
મીઠો લીંબડો
મીઠા લીમડાના પાંદડાનો ઉપયોગ સામાન્ય રીતે ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. જો કે તે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા પણ પ્રદાન કરે છે. તેને આહારમાં સામેલ કરવાથી બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
કારેલાના પાન
કારેલા ગુણોનો ભંડાર છે, સ્વાદમાં કડવા હોય તેવું લાગે છે. પરંતુ શું જાણો છો કે તેના પાન પણ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તેમાં બ્લડ શુગર લેવલ ઘટાડવાની ક્ષમતા હોય છે.
ફુદીનાના પાન
મેંગેનીઝ, આયર્ન, ફોલેટ અને વિટામિન એથી ભરપૂર ફુદીનાના પાન પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. શરીરને ઠંડક આપવા ઉપરાંત તે બ્લડ સુગરના લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે.
પાલક
આયર્ન અને ફાઈબરથી ભરપૂર પાલક સ્વાસ્થ્યમાટે ઘણી રીતે ફાયદાકારક છે. તેને આહારમાં સામેલ કરવાથી ન માત્ર આયર્નની ઉણપ દૂર થાય છે, પરંતુ તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
લીમડાના પાન
જો ડાયાબિટીસના દર્દી છો તો લીમડાના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તે સામાન્ય બ્લડ સુગરના લેવલને જાળવવામાં મદદ કરે છે અને તેના ઔષધીય ગુણધર્મો માટે જાણીતા છે.
અશ્વગંધા
આયુર્વેદમાં સદીઓથી અશ્વગંધાનો ઉપચાર ઘણી સમસ્યાઓના ઉકેલ તરીકે કરવામાં આવે છે. આ એક ઔષધિ છે. જેને ભારતીય જિનસેંગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ટાઇપ 2 ડાયાબિટીસ હોય તે લોકો માટે ખૂબ જ ઉપયોગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech