આંધ્રપ્રદેશની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ; 15 ઘાયલ

  • August 21, 2024 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંધ્ર પ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે, જેના કારણે ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ ઘટના અચ્યુતાપુરમના સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં સ્થિત એક કેમિકલ ફેક્ટરીમાં બની હતી.


આજે ફેક્ટરીના રિએક્ટરમાં અચાનક થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનાકપલ્લે એસપી દીપિકાને ટાંકીને કહ્યું કે, અચ્યુતાપુરમ સેઝની એક કંપનીમાં રિએક્ટરમાં વિસ્ફોટની ઘટનામાં 15 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


ગૃહમંત્રીએ આપી સૂચના


અહેવાલો અનુસાર, આંધ્રપ્રદેશના ગૃહમંત્રી વાંગલાપુડી અનિતાએ જિલ્લા કલેક્ટર અને એસપીને વિસ્ફોટની જગ્યાની મુલાકાત લેવા અને ઘાયલ કામદારોને સારી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application